જમ્મુ-કાશ્મીરમાં અમૂલ કરશે રોકાણ અને હજારો કાશ્મીરીઓને આપશે રોજગાર..

જ્મ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમને નાબુદ કરતાં જ સમગ્ર દેશમાં એક આશાની લહેર દોડી ગઈ છે. અને નિષ્ણાતોના કહેવા પ્રમાણે જમ્મુ-કશ્મીરનો વિશિષ્ટ રાજ્યનો દરજ્જો હટતાં જ તેના વિકાસની ગતિ પણ જોર પકડવાની છે.

સોશિયલ મિડિયામાં જમ્મુ-કશ્મીરમાં જમીન ખરીદવા બાબતે કંઈ કેટલીએ રમૂજો પ્રસરી પણ હવે વાસ્તવમાં કાશ્મીરમાં રોકાણ બાબતે એક નક્કર પગલું અમૂલ દ્વારા લેવામાં આવે તેવા સમાચાર મળી રહ્યા છે. હા ઘણી બધી મોટી કંપનીઓએ જ્મ્મુ કાશ્મીરમાં રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી છે.

ભારતના મૂખ્ય ડેરી એકમ અમૂલ ઇન્ડિયાએ કાશ્મીરમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. હાલ ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ડેરી ક્ષેત્રે વિકાસની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતનું ડેરી એકમ ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) સરકારને સાથ આપશે.

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલના નામથી સમગ્ર દેશમાં દૂધ સપ્લાય કરે છે. તાજેતરમાં જીસીએમએમએફના અધિકારીઓએ કાશ્મીરના રાજ્યપાલની આ અંગે મુલાકાત લીધી હતી. અને આશા સેવવામાં આવી રહી છે કે અમૂલની મદદથી કાશ્મીરમાં પણ ડેરી ઉદ્યોગને વિકસાવવામાં આવશે.

જીસીએમએમએફ એ કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને ડેરી ક્ષેત્રે ટેક્નીકલ સપોર્ટની સાથે સાથે વ્યવસ્થાપન તેમજ દૂધની ખરીદીની સીસ્ટમને ડેવલપ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હાલ કાશ્મીરમાં ડેરી ક્ષેત્રે કંઈ ખાસ વિકાસ નથી થયો અને તેના પ્રત્યેના અત્યાર સુધીના નિરસ વલણને કારણે ગ્રામીણ લોકો પણ તેમાંથી પોતાનો રોજગાર ઉભો નથી કરી શક્યા.

ગત જૂલાઈમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં કેન્દ્ર સરકારે ખેતી ક્ષેત્રે પાયાગત સુવિધાઓના વિકાસની જાહેરાત કરી હતી. તેના હેઠળ હવે જીસીએમએમએફનીતરફથી જમ્મુ-કાશ્મીરના ખેડૂતોને ડેરી ઉત્પાદકો તરીકે વિકસાવવામાં આવશે. તેના માટે તેમને દરેક પ્રકારની મદદ આપવામાં આવશે.

તેમના કોઓપરેટિવ મોડેલ હેઠળ ત્યાંના પશુઓના ખાદ્ય પદાર્થ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. અને આ જ રીતે દૂધનું પ્રોસેસિંગ અને માર્કેટીંગ પણ કરવામાં આવશે.

અત્યાર સુધી જમ્મુ-કાશ્મીર માત્ર બે જ મિલ્ક પ્રોસેસિંગ યુનિટ છે, જે માત્ર 50000 લીટર દૂધ જ પ્રોસેસ કરી શકે છે. અહીંથી 20-25 હજાર લીટર દૂધ જેકે એમપીસીએલ રોજ ખરીદે છે જેનું સ્નો કેપના બ્રાન્ડથી પેકેજીંગ કરવામાં આવે છે અને વેચવામાં આવે છે.

બીજી બાજુ શ્રીનગર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં છુટ્ટક દૂધ વેચવામા આવે છે એટલે કે પેકેટ વગરનું દૂધ વેચવામાં આવે છે જો કે અહીં જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે તેના કરતાં તેનું ઘણું મોટું બજાર છે.

એવા પણ અહેવાલ છે કે જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં ઇનવેસ્ટર્સ સમીટ યોજવામાં આવશે જેમાં મોટી કંપનીઓ ભાગ લે તેવી આશા સેવવામાં આવી રહી છે. એવું પણ આયોજન છેકે આ સમીટનું ઉદ્ઘાટન વડા પ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે.

સાથે સાથે હેલમેટ ઉત્પાદક સ્ટીલબર્ડે પણ જમ્મુ-કાશ્મીરમાં પોતાનું એક એકમ સ્થાપવાની ઇચ્છા દર્શાવી છે. બીજી બાજુ ટ્રાઇડન્ટ ગૃપે પણ કાશ્મીરમાં રૂપિયા 1000 કરોડનું ઇનવેસ્ટમેન્ટ કરશે. અને તેઓ પોતાના આ ઇનવેસ્ટમેન્ટ દ્વારા કાશ્મીરના ઓછામાં ઓછા 10,000 કુટુંબને લાભ પહોંચાડવા માગે છે. આ ઉપરાંત ભારતની બીજી ઘણી બધી કંપનીએ જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરવામાં રસ બતાવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના વિકાસમાં મુખ્ય ત્વે ટુરીઝમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કનેક્ટીવીટી, એગ્રીકલ્ચર અને હોર્ટીકલ્ચર અને રીન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રો પર કેન્દ્રીત થવામાં આવશે. જમ્મુ-કાશ્મીરનો સંતુલિત વિકાસ કરવામાં આવશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ