અમૃતસરી કુલચા : બહાર મળે છે તેનાથી પણ ટેસ્ટી કુલચા ઘરે જ બનાવો અને એ પણ તવા પર…

રોટી ,નાન,  કુલચા કે પુરી આપણા જમણવાર નો એક ખૂબ જ અગત્યનો ભાગ છે. આજે આપણે જોઇશું અમૃતસરી કુલચા જે પંજાબ મા ખૂબ જ પ્રખ્યાત છે. આ કુલચા માં બટેટાનો ખૂબ જ સ્વાદિષ્ટ અને તીખો મસાલો ભરવામાં આવે છે .સામાન્ય રીતે આ કુલચા તંદૂરમાં બનાવવામાં આવે છે આજે અહીં આપણે જોઈશું તવા પર  બનાવવાની  ખૂબ જ સરળ રીત.. 

સામગ્રી::::

લોટ માટેની સામગ્રીે… 

2.5 કપ મેંદો1/4 કપ

દહીં1 ચમચી

ખાંડ1 ચમચી

બેકિંગ પાવડર1/2 ચમચી

બેકિંગ સોડા

મીઠું2 ચમચી

તેલહુંફાળું

પાણી લોટ બાંધવા

બટેટા ના મસાલા માટે ની સામગ્રી::

3 મોટા બટેટા ,બાફી ને છાલ ઉતારેલા

મીઠું1 ચમચી

અજમો2 ચમચી

લાલ મરચું1

લીલું મરચું , સમારેલું 1/2 ચમચી

ગરમ મસાલો

કોથમીર , સમારેલી 1/2 ચમચી

આમચૂર 1 ચમચી

ખમણેલું આદુ

બીજી સામગ્રીઓ …કાળા તલ, થોડી બારીક સમારેલી કોથમીર,ઘી

રીત…
સૌ પ્રથમ મેંદો ચાળી લો. એમાં દહીં , મીઠું,  બેકિંગ સોડા, ખાંડ, બેકિંગ પાવડર ઉમેરો.. હુંફાળું પાણી ધીરે ધીરે ઉમેરો અને ઢીલો કણક તૈયાર કરો.. 2 ચમચી તેલ ઉમેરી 5 માટે લોટ ને બરાબર મસળો. ભીના કપડાં થી ઢાંકી 2 થી 3 કલાક માટે સાઈડ પર રાખી દો. 

હવે તૈયાર કરીશું  બટેટા નો મસાલો..  એક પરફેક્ટ મસાલો બનાવવા માટે બટેટા ને વહેલા બાફી લેવા. બટેટા સહેજ પણ ગરમ હશે તો મસાલો સરસ નહીં બને.. તો ધ્યાન રહે કે માવો બનાવતા પહેલા બટેટા એકદમ ઠંડા અને થોડા કઠણ થઈ જાય ગરમ કે ચિકણા બટેટા કુલચા માંથી બહાર નીકળી જશે

એક બાઉલમાં બાફેલા બટેટા લેવા.  આ બટેટાને એકદમ સરસ રીતે છુંદો કરી લેવાના છે. હવે આપણે બધું જ મસાલો ઉમેરીશુ.  બટેટા માં હવે મીઠું ,અજમો, સમારેલી કોથમીર, લાલ મરચું,  ખમણેલું આદુ, આમચૂર, ગરમ મસાલો ઉમેરો. જો બટેટા બાફતી વખતે મીઠું ઉમેરેલું હોય તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું..  બધું સરસ રીતે મિક્સ કરી લો. 

લોટને ત્રણ કલાક જેટલો સમય પર રાખ્યા બાદ હાથમાં થોડું લઈને સરસ રીતે લોટને મસળી લેવો .. આ લોટમાંથી એક નાનું લુવું લો. હથેળી માં દબાવી નાની પુરી તૈયાર કરો. એમાં બટેટા ના મિશ્રણ નો ગોળો મૂકી ,  સરસ રીતે લોટથી સીલ કરી લો. 

હળવા હાથે ધીરે ધીરે ધીરે દબાવતા જાઓ અને લંબગોળ આકાર ની કુલચા તૈયાર કરો.. તેના પર કાળા તલ અને બારીક સમારેલી કોથમીર ઉમેરો . તલ અને કોથમીર ઉમેરી બાદ ફરીથી થોડું દબાવી દો જેથી તલ અને કોથમીર છુટા ના પડે.. 
હવે તલ અને કોથમીર લગાવ્યા છે એની બીજી બાજુ થોડું પાણી લગાવો અને પાણી લગાવેલો ભાગ ગરમ તવા પર મૂકો જેથી એ બરાબર ચીપકી જશે. 

મધ્યમ આંચ પર થોડીવાર થવા દો ત્યારબાદ  તવાને ગેસની આંચ પર ઊંધો કરી દો..  ફોટો માં બતાવ્યા પ્રમાણે કરશો.. ગેસની આંચ મધ્યમ જ રાખવી.  તવા પર ની કુલચા અને ગેસની આંચ વચ્ચે થોડું અંતર રાખો .. ધીરે-ધીરે આપ જોશો તો રોટલી ની જેમ કુલચા પણ ફૂલી જશે.. 

તાવેથા ની મદદથી કુલચા અને એક પ્લેટ પર લઈ લો સ્વાદ અનુસાર ઉમેરો અને ગરમા ગરમ પીરસો .  સામાન્ય રીતે આ અમૃતસરી કુલચા છોલે ચણા જોડે પીરસાય છે જોકે આ કુલચા દહી ,રાયતુ કે અથાણા જોડે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ..

આશા છે આપ સૌને પણ Amritsar Kulcha ની ખૂબ જ સરળ રેસીપી ગમી હશે . Thank you