અમૃત જેવું ગુણકારી હળદરનું પાણી, હળદર એન્ટિ ઓક્સિડન્ટ્સથી ભરપૂર છે, તેમાં શરીરને આજીવન તંદુરસ્ત રાખવાના અદ્ભુત ગુણ સમાયેલા હોય છે

સ્વસ્થ વ્યક્તિ જો રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં અરધું લીંબુ, એક ચમચી મધ અને અરધી ચમચી હળદર ભેળવી પીશે તો તેના માટે તે અમૃત-પીણું બની જશે.

હળદર એક શક્તિશાળી એન્ટિ-ઓક્સીડેન્ટ છે, એન્ટી-કેન્સરના ગુણોથી ભરપુર છે. તેમાં કરક્યૂમિન હોવાના કારણે કેન્સર ઉત્પન્ન કરતી કોશિકાઓ સાથે પણ લડે છે.

બીમાર વ્યક્તિ પોતાની દવાઓ સાથે જરા પણ વિચાર કર્યા વગર સવારે ઉઠીને અને રાત્રે સુતા પહેલાં હળદર વાળુ પાણી અથવા હળદરવાળું દૂધ પી શકે છે. આ પાણી પીવાથી શરદીથી લઈને કેન્સર સુધીના રોગોમાં ફાયદો થાય છે, આજે તે ફાયદાઓ વિષે અમે તમને જણાવીશું.

હળદરવાળુ પાણી બનાવવામાં જો 5-5 પત્તા તુલસી અને ફુદીનાને પણ ઉમેરવામાં આવે તો શરીરના ડી ટોક્સિફિકેશન માટે સરસમજાનું ડ્રીંક તૈયાર થઈ જશે.

નોંધઃ જો કોઈ વ્યક્તિને લિંબુથી એલર્જી હોય તો તે લીંબુ વગર પણ આ ડ્રીંક પી શકે છે, તેમ છતાં તેનો ફાયદો તો થવાનો જ.

હળદરવાળા પાણીના લાભ

ઉધરસમાં રાહત

હળદર તમને ઉધરસમાં રાહત આપે છે. હળદર વાળુ પાણી નિયમિત પીવાથી તમને ઉધરસ થવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે.

શરદીમાં રાહત

જો શરદીના કારણે તમારું નાક બંધ થઈ જતું હોય તો હળદર વાળા પાણીમાં મધની સાથે થોડા મરી ભેળવી પીવાથી શરદીમાં રાહત મળે છે.

મોઢાંની ચાંદીઓ દૂર કરે છે

હળદરના ઉપયોગથી મોઢાની ચાંદીમાં રાહત મળે છે. હળદરના પાવડરને ગરમ પાણીમાં ભેળવી લો અને તે પાણીને મોઢામાં નાખી કોગળા કરો. તમને ચાંદીથી રાહત મળશે.

વધતી ઉંમર રોકે છે

હળદર વધથી ઉંમર રોકવાની ક્ષમતા ધરાવે છે. તે તમારી વધતી ઉંમરને તમારા શરીરમાં દેખાવા નહીં દે. જે લોકો નિયમિત હળદરવાળુ પાણી પીવે છે તેમના ચહેરા તેમજ શીર પર રેડિકલ્સ ઓછા થાય છે તેનાથી તમારા શરીર પર ઉંમરની અસર ઓછી વર્તાય છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે

હળદર સંપૂર્ણપણે એક એન્ટિબાયોટિક હોય છે. માટે તેના સેવનથી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધી જાય છે અને બીમારી થવાની સંભાવના ઓછી થઈ જાય છે. હળદર શરીરમાં ઉર્જા આપવાની સાથે સાથે શરીરમાં લોહીને સાફ કરે છે.

ડાયાબિટીસના દર્દીને થતાં ઘાને ભરે છે

ડાયાબિટીઝ ના દર્દીઓએ હળદરનું સેવન કોઈને કોઈ રીતે કરવું જોઈએ. હળદર ડાયાબિટીસથી થતાં ઘા ને જલદી ભરી દે છે.

વજન ઘટાડે છે

હળદરના ઉપયોગથી શરીરના વજનને નિયંત્રણમાં રાખી શકાય છે. હળદર શરીરમાં ભેગી થયેલી ફેટને ઓછી કરે છે અને સાથે સાથે તેનામાં રહેલાં કેટલાક ગુણ વજનને ઘટાડવામાં પણ મદદ કરે છે.

શ્વાસ સંબંધીત રોગોમાં લાભ

હળદરવાળા પાણીનું નિયમિત સેવન કરવાથી તમને શ્વાસ સંબંધીત રોગો જેમ કે સાઈનસ, દમ, બ્રોંરેકાઇટિસ અને જામેલા કફની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. હળદર આ રોગને મૂળમાંથી કાઢી નાખે છે.

હાડકાં મજબુત બનાવે છે.

હળદરવાળુ પાણી પીવાથી તમારા હાડકાં મજબુત થાય છે અને સાથે સાથે હળદરમાં હાજર એન્ટિઓક્સિડન્ટ તમને હાડકામાં થનારી તકલીફોથી પણ બચાવે છે.

દરેક પીડામાં હળધર રાહત આપે છે

હળધરમાં હાજર ગુણ તમને દરેક પ્રકારની પીડામાં રાહત આપે છે. પછી તે પીડા કાનની હોય કે સંધિવાની કે પછી માથાનો દુઃખાવો, હળદર શરીરમાં લોહીનો સંચાર બરાબર કરે છે અને પીડાને ઘટાડે છે.

આર્થરાઇટિસમાં રાહત આપે છે

આર્થરાઇટિસ થાય ત્યારે હળદરવાળુ પાણી – તેમાં કરક્યૂમિન હોવાના કારણે સાંધાના દુઃખાવા અને સોજાને દૂર કરી તમને ઘણી હદે રાહત પહોંચાડે છે. ખાલી પેટે હળદરનું સેવન શરીરને અંદરથી સાફ રાખે છે. કેન્સરને અટકાવવા માટે હળધરની ગોળીઓમાં લીંમડાને મીક્સ કરી તેનું સેવન કરવાથી શરીરમાંથી કેન્સરના કોષો નાશ પામી બહાર નીકળવા લાગે છે.

હૃદયના રોગોમાં

હળદરવાળુ પાણી પીવાથી તમને હૃદય સંબંધીત બીમારીઓથી પણ રાહત મળે છે સાથે સાથે તમારુ હૃદય પણ સ્વસ્થ રહે છે. જે લોકોને લોહીની નસોમાં બ્લોકેજની ફરિયાદ હોય તેમણે ખાસ હળદરવાળુ પાણી પીવું જેઈએ કારણ કે હળદર લોહીને જામવા નથી દેતી, આદુ પણ લોહીને પાતળુ રાખે છે અને બ્લોકેજથી બચાવે છે.

વાત, પિત્ત કફ શાતં કરે છે

હળદરનું સેવન રોજ કરવાથી ત્રિદોષ એટલે કે વાત પિત્ત અને કફ ત્રણે શાંત થાય છે, રોજ 5 ગ્રામ જેટલી હળદરનુ સેવન ખાસ કરવું જોઈ.

સોજો ઘટાડવા માટે મદદરૂપ

શરીરમાં ગમે તેટલા સોજા કેમ ન હોય હળદર સોજાને ઘટાડવામાં મદદરૂપ થાય છે, તેમાં કરક્યૂમિન નામનું એક રસાયણ હોય છે જે દવા તરીકે કામ કરે છે માટે તમે જોયું હશે કે કોઈને પણ વાગ્યું હોય તો આપણા વડીલો દૂધમાં હળદર નાખીને પીવડાવવાની સલાહ આપે છે.

મગજ માટે લાભપ્રદ

હળદર મગજ માટે પણ ફાયદાકારક હોય છે. જેમને ભૂલવાની બિમારી હોય તે હળદરનું સેવન કરી પોતાની આ બીમારીને ઘણી હદે ઘટાડી શકે છે.

લીવર માટે લાભપ્રદ

તમારા લીવરના નક્કામાં થઈ ગયેલા સેલ્સને ઠીક કરવામાં હળદર તમારી ખુબ મદદ કરી શકે છે તેમજ પિત્તાશયની પ્રક્રિયાને પણ નિયમિત અને તંદુરસ્ત રાખે છે.

ઇજા પર

જો કોઈ કારણે શરીરના બહાર કે અંદરના ભાગમાં ઇજા થઈ હોય તો હળદરવાળુ દૂધ તેને જલદી ઠીક કરવામાં મદદ કરે છે કારણ કે તેમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ સેપ્ટિક ગુણો હોવાના કારણે બેક્ટેરિયા ઉત્પન્ન નથી થતાં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ