આ 10 દમદાર કેરેક્ટરે અમરીશ પૂરીને બોલિવૂડમાં બનાવી દીધા સૌથી મોટા વિલન, નોકરી છોડીને હીરો બનવા આવ્યા હતા

બોલિવૂડમાં વિલનના શહેંશાહ અમરીશ પૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ છાપ છોડી છે. હકીકતમાં 22 જૂન તેમની 86મી જંયતી છે. જો કે, 12 જાન્યુઆરી 2005માં 73 વર્ષની ઉંમરમાં તેમને બ્રેન હેમરેજ થવાથી તેમનું નિધન થઈ ગયું હતુ. તેમના નિધનથી સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી, તેવામાં તમને બતાવીશું તેમના 10 દમદાર લુક્સ જેને જોઈને તમે પણ ડરી જશો.

-વર્ષ 1984માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ઈન્ડિયાના જોન્સ એન્ડ ધ ટૈંપલ ઓફ દૂમ’ અમરીશ પૂરી જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમને યાદગાર મોલા રામની ભૂમિકા નિભાવી હતી.

Amrish Puri-વર્ષ 1986માં આવેલી સુપરહિટ ફિલ્મ નગીના માં અમરીશ પૂરીએ બાબા ભૈરવનાથનું કેરેક્ટર તો તમને બધાને ખબર જ હશે. આ ફિલ્મમાં અમરીશ પૂરી એક સપેરાનો જોરદાર રોલ કર્યો હતો. ફિલ્મમાં અમરીશ પૂરીએ નાગિન બનેલી શ્રીદેવીની સાથે પોતાની એક્ટિંગને લોંખડ ગણાવી હતી. ફિલ્મમાં અમરીશએ શ્રીદેવીના અંદર રહેલી નાગિનને ડરાવીને નીકાળી હતી.

amrish puri-અમરીશ પૂરીએ પોતાની ફિલ્મી કરિયરમાં 400 કરતા પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આજે પણ તેમને વર્ષ 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાના મોગૈંબો થી જ ઓળખવામાં આવે છે.

Amrish Puri-ધીમે ધીમે અમરીશે દર્શકોનાં દિલમાં જગ્યા બનાવી લીધી અને તેમને દરેક ફિલ્મમાં વિલન બનાવામાં આવતા. વર્ષ 1992માં ફિલ્મ તહલકામાં તેમના જનરલ ડોન્ગ વાળા કેરેક્ટરે તો બધાને ડરાવી દીધા હતા.

Amrish Puri-તો બીજી તરફ રાકેશ રોશનની બ્લોકબસ્ટર ફિલ્મ કરણ-અર્જુનમાં પણ અમરીશ પૂરીએ વિલનનો કિરદાર નિભાવ્યો હતો. ફિલ્મમાં તેમને ઠાકુર દુર્જન સિંહની જબરદસ્ત ભૂમિકા નીભાવી હતી જે બે ભાઈઓની હત્યા કરીને ગામ પર પોતાની હકુમત ચલાવે છે.

amrish puri-અમરીશ પૂરીનો એક ડાયલોગ છે જે આજના જમાનામાં દરેક યુવાનો બોલતા હોય છે. જા સિમરન જા, જી લે અપની જિંદગી. આ ડાયલોગ મેગાબ્લોકબસ્ટર ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગેં નો છે. આ ફિલ્મ વર્ષ 1995માં રિલીઝ થઈ હતી.

amrish puri-વર્ષ 1987માં આવેલી ફિલ્મ લોહા માં અમરીશ પૂરીએ એક્ટર ધર્મેંદ્ર અને શત્રુધ્ન સિન્હાની નાકે દમ લાવી દીધો હતો. ફિલ્મમાં અમરિશનો રોલ શેર શેરા સિંહનો હતો જે જોવામાં બહુ ભયાનક લાગે છે.

amrish puri-કરણ અર્જુનની સફળતા પછી રાકેશ રોશને એક વખત ફરીથી 1997માં અમરીશ પૂરી અને શાહરુખ ખાનને લઈને ફિલ્મ કોયલા ડિરેક્ટ કરી હતી. તમને જણાવી દઈએ કે ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.

amrish puri-એકથી એક હિટ ફિલ્મમાં કામ કરનારા અમરીશ પૂરી વર્ષ 2001માં ફિલ્મ ગદ્દર એક પ્રેમકથામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે તો બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી હતી. અમરીશ પૂરીનું અશરફ અલી વાળું કેરેક્ટર લોકોને બહુ પસંદ આવ્યુ હતું.

amrish puri

વર્ષ 2001માં આવેલી ફિલ્મ નાયકમાં તેમનું બલરાજ ચૌહાન વાળું કેરેક્ટર છેલ્લું સુપરહિટ કેરેક્ટર હતું. ફિલ્મમાં તે એક મુખ્યમંત્રીના રોલમાં હતા.

amrish puriઆ ફિલ્મને પણ લોકોને બહુ પસંદ આવી હતી. સાથે અમરીશ પૂરીની એક્ટિંગના દર્શકો દિવાના થઈ ગયા હતા. તેથી તેમને બોલિવૂડ વિલનના શહેંશાહ કહેવામાં આવે છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી