જલ્સા કરોને જેંતીલાલ

આમળા અને આદુંના શરબતને કેવી રીતે બનાવીને સ્ટોર કરવું તેના માટેની પરફેક્ટ રીત…

સુપર ફુલ એપિસોડ 4: આમળા અને આદુના શરબત ને કેવી રીતે બનાવીને સ્ટોર કરવું તેના માટે ની પરફેક્ટ ટિપ્સ જોઈશું. આમળા પણ સુપર ફુડ છે. કારણ કે તેમાંથી ભરપૂર માત્રામાં વિટામિન સી મળે છે. ઇમ્યુનિટી માં પણ ખૂબ સારા એવા પ્રમાણમાં વધારો કરે છે. આપણી સ્કિનને બહુ સરસ કરે છે.અને આપણા વાળ ને પણ સરસ કરે છે. તેનો ભરપુર માત્રામાં ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવાનું છે.

સામગ્રી :


આમળાનો પલ્પ કાઢીને અને જ્યૂસ બનાવી ને પીતા હોઈએ છે. પછી આમળાંને આથીને પણ ખાતા હોય છે. અલગ અલગ રીતે આમળાનો ઉપયોગ કરતા હોય છે. અને સૌથી બેસ્ટ છે આદુ આમળાનો શરબત. આ શરબતને લાંબો ટાઈમ ટકાવી રાખીએ તો કેટલું સારું થાય. તો આજે આપણે તેજ ટિપ્સ જોઈશું.

1- શિયાળામાં શરદી,કફ ના પ્રોબ્લેમ બહુ થતા હોય છે.અને વિટામિન સી જે છે એ બધા જ રોગ સામે લડવાની તાકાત આપે છે. એટલે વિટામિન સી ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. હવે આદુ આમળાનું શરબત કેવી રીતે બનાવવું તે જોઈશું.

2- સૌથી પહેલા ૫૦૦ ગ્રામ આમળા લેતા હોય તો તેની સામે સો ગ્રામ આદુ લઈશું. અને સાડી 700 ગ્રામ ખાંડ લઈશું. કારણકે આમળા ખટાસ પડતા હોય છે. અને બે ચમચી લીંબુનો રસ લઈશું. હવે આમળાને થોડા બાફી લેવાના છે. એટલે કુકરમાં પણ તમે બાફી શકો છો. આમળાને સરસ રીતે ધોઈ લેવાના છે. અને એક સીટી વગાડી ને બાફી લેવાના છે. જો તમે કાચા આમળા લેશો તો તુરાશ પડતો ટેસ્ટ આવશે. આદુ આમળા ને ક્રશ કરી ને તૈયાર કરી લો અને પછી ખાંડની ચાસણી કરી તેમાં આદુ આમળા નો પલ્પ ઉમેરી દેતા હોય છે.પણ તમે આ રીતે બનાવશો તો તુરાશ નહીં આવે.તો આદુ આમળાનું શરબત એકદમ સરસ બનશે.

3- સૌથી પહેલા આમળા ને એક સીટી વગાડી કૂકરમાં બાફી લેવાના છે. આમળાની વચ્ચેથી બે ત્રણ કાપા પાડી દેવાના છે. તેની અંદર આમળા ડૂબે તેટલું પાણી ઉમેર વાનું છે. અને પછી એક સીટી વગાડી લેવાની છે. પછી સીટી વાગે પછી તરત ખોલી કાઢવાનું છે. આંબળાનું જે પાણી છે તે ખાંડની ચાસણી બનાવવા માં નથી લેવાનું. કારણ કે એ પાણીમાં થોડી તૂરાશ આવી ગઈ હશે. એટલે હવે આમળા બહાર કાઢી લેવાના છે. અને તમે જોશો ને તો આમળા સરસ સોફ્ટ થઈ ગયા હશે.

4- આમળાની પેશીઓ છૂટી પડી ગઈ હશે. તો તમે છૂટી પાડી શકો છો. અથવા ચપ્પાથી નાના ટુકડા પણ કરી શકો છો. આ રીતે આમળા તૈયાર કરી લેવાના છે. પછી તેને ક્રશ કરી લેવાના છે. પછી તેનો પલ્પ બનાવી લેવાનો છે. હવે ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી અને ખાંડની ચાસણી તૈયાર કરવાની છે. એક પેનમાં ખાંડ લેવાની છે. તેમાં પાણી ઉમેરી એક તાર ની ચાસણી બનાવી લેવાની છે.

5- હવે ચાસણી તૈયાર થાય એટલે આદુનો પલ્પ અને આમળા નો પલ્પ તેમાં ઉમેરી દઈશું. ઉમેર્યા પછી ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળી લેવાનું છે.આમ કરવાથી ફરી થી આદુ નો પલ્પ જે છે તે પણ સરસ રીતે કુક થઈ જશે.કુક થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું.અને તેની અંદર લીંબુ નો રસ એડ કરીશું.અને એક ચમચી મીઠુ ઉમેરી દઈશું.

6- હવે આ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે. પછી ઠંડુ પડે ત્યારે ગાળી લેવાનું છે. ગાળી ને બોટલ માં ભરી શકો છો.આ આમળાનો શરબત લાંબા સમય સુધી ટકી રહે છે. લગભગ બે થી ત્રણ મહિના સુધી સારો રહેશે. તો તમે આદુ આમળા નો શરબત ચોક્ક્સ થી બનાવજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version