“આમળાના લાડુ” – શિયાળામાં આમળા જરૂર ખાવા જોઈએ… તો બનાવો અને પરિવારમાં દરેકને ખવડાવો…

“આમળાના લાડુ”

સામગ્રી:

૨૫૦ ગ્રામ આમળા,
૨૫૦ ગ્રામ ખાંડ ,
૫૦ ગ્રામ બદામ ,
૨૫ ગ્રામ કાજુ ,
૧/૨ tsp એલચી પાઉડર ,
૧/૨ tsp જાયફળ પાઉડર,

રીત:

આમળાને કુકરમાં લઇ એક સીટી કરી લેવી ઠંડા થાય એટલે બીયા કાઢી તેને પીસી લેવા. એક વાસણમાં પીસેલા આમળા લેવા અને તેમાં ખાંડ નાખી સતત હલાવતા રેવું. મિશ્રણ બરાબર ઘાટું થાય ત્યારે ૨ ચમચી ઘી નાખી મિક્ષ કરી ૨-૩ મિનીટ પકાવું.

મિશ્રણ બરાબર બની ગયું છે તે જાણવા રકાબીમાં થોડા ટીપા પાડી ચાસણી જોયે તેમ ચેક કરવું જો ચિપકે તો સમજવું કે બની ગયું. હવે મિશ્રણ બરાબર ઠંડુ થય જાય એટલે તેમાં બદામ કાજુના ટુકડા, એલચી જાયફળનો પાઉડર મિક્ષ કરી લેવો. તો તૈયાર છે લાડુ બનવાનું મિશ્રણ. હવે હથેળી પર ઘી લગાવી તેના નાના નાના લાડુ વાળી લો. તો તૈયાર છે આમળાના લાડુ.

રસોઈની રાણી: હિરલ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી