આમળામાંથી આ રીતે બનાવો ચૂર્ણ, દૂર થઇ જશે ડાયાબિટીસ…

બજારમાં આવી ગયા છે લારીઓ ભરીને આંબળા, જાણીલો, ડાયાબીટીસમાં થશે અઢળક ફાયદો

આંબળા એ એક કુદરતી ઔષધી છે આયુર્વેદમાં તેના સ્વાસ્થ્યવર્ધક અઢળક ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે. તે શરીરને આંતરિક તેમજ બાહ્ય રીતે પુષ્કળ લાભો પહોંચાડે છે. તે તમારી ત્વચા સુંદર બનાવે છે તો વાળ પણ કાળા અને ઘેરા બનાવે છે.

image source

આમ તો આંબળાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે પણ ડાયાબીટીસ માટે તે એક ઉત્તમ ઔષધી છે. તો ચાલો જાણીએ કે આંબળા ડાયાબીટીસમાં કેવી રીતે ફાયદાકારક છે.

 • – આયુર્વેદ પ્રમાણે આંબળામાં વિટામીન સી ભરપુર પ્રમાણમાં હોય છે અને સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ બંધાય તેવા પોષકતત્ત્વો પણ હોય છે. આંબળાનું સેવન લોહીની ઉચ્ચર શર્કરાના સ્તરને નિયંત્રિત કરે છે. તે શરીરમાંના ઝેરી તત્ત્વોને દૂર કરે છે અને સેલ્યુલર મેટાબોલિઝમને હીલ કરે છે અને તેના આ ગુણથી ડાયાબીટક પેશન્ટને મદદ મળે છે.

  image source
 • – આ ઉપરાંત આંબળામાં એન્ટિઓક્સિડન્ટ્સ જેવા કે એસ્કોર્બીક એસિડ, ટેનિન્સ અને પોલિફેનોલ્સ સારા પ્રમાણમાં હોય છે, જે લિવરમાંથી લિપિડ્સ અને ટ્રાગ્લીસરાઇડ્સ ઘટાડે છે અને તમારા મેટાબોલીઝમને સુધારે છે. શરૂઆતમાં રક્ત શર્કરાનું સ્તરનું પ્રમાણ નોંધનીય નહીં ઘટે પણ ડાયાબીટીસના કારણે જે જટીલતાઓ થાય છે તે ઓછી થશે.
 • – એક સંશોધન પ્રમાણે આંબળાનો અર્ક લોહીની શર્કરાના સ્તરને નીચું લાવે છે અને ડાયાબીટીક રેડ ઘટાડે છે. આ જ સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે આંબળામાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવાની શક્તિ રહેલી હોય છે જે ડાયાબીટીક રેટ્સમાંના ગ્લુકોઝ મેટાબોલીઝમને સુધારે છે.

  image source
 • – આંબળામાં ક્રોમિયમ હોય છે જેની અસર સ્વાદુપિન્ડ પર હકારાત્મક થાય છે. સ્વાદુપિન્ડમાં ઇન્સુલીન ઉત્પન્ન થાય છે. અને તે બ્લડ શુગર લેવલને નિયમિત બનાવે છે. આંબળામાં રહેલું ક્રોમિયમ કાર્બોહાઇડ્રેટ મેટાબોલીઝમને રેગ્યુલેટ કરે છે અને તેનાથી શરીર ઇન્સ્યુલીનને વધારે સિસ્પોન્ડ કરે છે અને માટે બ્લડ ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત રહે છે.
 • – આ સિવાય આંબળામાં કેલરીનુ પ્રમાણ ઓછું હોય છે તે તમારા વજનને પણ અંકુશમાં રાખે છે. વધારે પડતી કેલરી લેવાથી શરીરનું વજન વધે છે અને તેના કારણે ઇન્સ્યુલિન પ્રતિકાર કરે અને આમ ડાયાબીટીસને અંકુશમાં રાખવામાં મુશ્કેલી પડે છે. માટે ડાયાબીટીસના દર્દી માટે એક હદ કરતાં વજન વધારે ન થવું જોઈએ.
 • – આ ઉપરાંત આંબળા ઇન્સુલીનને શરીરમાં વ્યવસ્થિત રીતે શોષાવામાં મદદ કરે છે. અને તેના કારણે શરીરના લોહીની શર્કરાનું સ્તર નીચુ આવે છે.
 • – આંબળામાં પોલીફેનોલ્સ હોય છે જે શરીરમાં હાઇલ બ્લડ શુગરના કારણે થતાં ઓક્સિડેટીવ સ્ટ્રેસથી રક્ષણ આપે છે.

ડાયાબિટિસને કુદરતી રીતે અંકુશમાં લાવવા આંબળાનો ઉપયોગ કેવી રીતે કરવો

image source

આંબળાની એક ખાસીયત છે કે તેને તમે કોઈ પણ સ્વરૂપે લઈ શકો છો. તેને તમે તાજા જ ખાઈ શકો છો, તેને મીઠાના પાણીમાં પલાળીને ખાઈ શકો છો તેનો મુરબ્બો બનાવી શકો છો તેને સુકવીને તેનું ચુરણ બનાવી શકો છો. અને તેમ છતાં તેના ગુણોમાં કોઈ જ ફરક નહીં પડે. માટે તમે તેને કોઈ પણ રીતે લઈ શકો છો. જો કે ડાયાબીટીસ પેશન્ટે ખાંડવાળી આંબળા કેન્ડી ન ખાવી જોઈએ.

આંબળાની સિઝન હોય કે ન હોય તે તમને પાઉડર સ્વરૂપે કોઈપણ કરિયાણાની દુકાન અથવા આયુર્વેદની દુકાને મળી રહે છે. બાકી તમે શિયાળામાં ફ્રેશ આંબળાનું સેવન પણ કરી શકો છો. આંબળાનું સંપુર્ણ સત્વ જો તમારે મેળવવું હોય તો તમારે આંબળાનો તાજો જ્યુસ રોજ સવારે પીવો જોઈએ. આ સિવાય તમે તમારા રોજિંદા ખોરાક પર આંબળાનો પાઉડર પણ છાંટી શકો છો. તેનાથી તમને આંબળાની ફ્લેવર પણ મળશે અને તેના ગુણો પણ મળશે.

image source

રોજ આંબળાના ચૂરણનું સેવન શરીરમાં રહેલા ગ્લુકોઝના સ્તરને નીચુ લાવે છે તેનાથી માત્ર ડાયાબીટીસ રોકી જ નથી શકાતો પણ તેના નિયમિત સેવનથી ડાયાબીટીસને કંટ્રોલમાં પણ લાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ