અમિતાભ બચ્ચનના ઘર એટલે કે જલ્સાની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો, ભાગ્યે જ જોયા હશે આ ફોટોઝ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હાલમાં જ એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. તેની કિંમત જાણીને ફેન્સ હેરાન રહી ગયા છે. રિપોર્ટનું માનીએ તો અમિતાભ બચ્ચનનું આ ડુપ્લેક્સ 34 માળનું નિર્માણાધીન બિલ્ડંગના 27 અને 28મા માળે છે. અમિતાભ બચ્ચનનું આ ડુપ્લેક્સ અંધેરીમાં છે. એક રિપોર્ટ અનુસાર અમિતાભે આ ડુપ્લેક્સ ક્રિસ્ટલ ગ્રૂપના એટલાન્ટિસ પ્રોજેક્ટમાં ખરીદ્યું હતું અને તેનો વિસ્તાર 5184 વર્ગફીટનો છે. તમને જણાવી દઈએ કે આ એપાર્ટમેન્ટ પહેલા અમિતાભ બચ્ચનની પાસે મુંબઈમાં અનેક બંગલા છે. જેનું નામ જલસા, પ્રતિક્ષા, જનક, વત્સ છે.

image source

અમિતાભે જે પહેલું ઘર ખરીદ્યું હતું તેનું નામ પ્રતીક્ષા છે. જે જલસાથી માત્ર 1 કીમી દૂર છે. 70ના દાયકામાં અમિતાભ બચ્ચન પ્રતીક્ષામાં શિફ્ટ થયા અને પછી તેઓએ જલ્સા ખરીદ્યું. મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો જલસાની કિંમત 100થી 120 કરોડની વચ્ચે છે. ઓફિસના કામ માટે અમિતાભ બચ્ચને બાદમાં જનક ખરીદ્યું હતું. આ સિવાય અમિતાભની પાસે એક અન્ય બંગલો પણ છે જેનું નામ વત્સ છે.

image source

આમ તો અમિતાભ બચ્ચનની પાસે અનેક ઘર છે પરંતુ જ્યાં અમિતાભ બચ્ચન પરિવારની સાથે રહે છે તે બંગલો છે જલ્સા. નામથી જ આ બંગલો પ્રખ્યાક છે.આ ઘરની બહાર આવીને અમિતાભ બચ્ચન અનેક વાર પોતાના ફેન્સનું અભિવાદન પણ કરતા જોવા મળે છે.

image source

આ અવસરે તેમની એક ઝલક મેળવવા માટે ફેન્સ મોટી સંખ્યામાં હાજર રહે છે. જે સાબિત કરે છે કે અમિતાભ આજે પણ પહેલાની જેમ પોતાના ફેન્સના દિલ પર રાજ કરે છે. પરંતુ અનેક લોકો ભાગ્યે જાણે છે કે અમિતાભ બચ્ચનના આ ઘરને ડાયરેક્ટર રમેશ સિપ્પી પાસેથી ખરીદવામાં આવ્યું છે. તેની પણ એક અલગ અને મજેદાર કહાની છે.

image source

સદીના મહાનાયકના આ આલિશાન ઘરમાં એક્સક્લૂઝિવ સ્ટેન્ડિંગ વર્કટેબલ, સંગમરમરના પત્થરોથી બનેલા લક્ઝરી બાથરૂમ્સ છે. આ સિવાય જલ્સાને કાચના કબાટો, ફર્શથી છત સુધીની બારીઓ, કાચના ઝૂમર, આલિશાન આસનો, શાહી વિરાસતથી પ્રેરિત શાનદાર પેઈન્ટિંગ અને એક રૂમની દિવાલને બિગ બીએ ફોટોઝની મદદથી સજાવીને રાખી છે.

image source

એટલું નહીં અમિતાભે પોતાના ઘરની સામે એક નાનો બગીચો પણ બનાવ્યો છે. તેમાં અનેક છોડ લાગેલા છે. જે દરેકને દિવસના થાકને ચપટીમાં દૂર કરવામાં મદદ કરે છે. એટલું નહીં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના આ આલિશાન બંગલા જલ્સાની કિંમતનો અંદાજ લગાવવાનું કામ મુશ્કેલ છે. પરંતુ માનવામાં આવે છે કે આ બંગલાની કિંમત 100થી 120 કરોડ રૂપિયાની વચ્ચેની છે.

image source

બોલિવૂડના શહેનશાહ ગણાતા અભિનેતા અમિતાભ બચ્ચને પોતાની કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. આજે 78 વર્ષની વયે પણ અમિતાભ પોતાની દમદાર એક્ટિંગના કારણે ફેન્સને એન્ટરટેઈન કરી રહ્યા છે. અભિનેતાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી કરી હતી. જે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી નહીં. પરંતુ આ પછી બોલિવૂડને દર વર્ષે અનેક હિટ ફિલ્મો આપનારા નામમાં તેમનો સમાવેશ થવા લાગ્યો. અનેક ચર્ચિત નામ અને અભિનયની વાત કરીએ તો મહાનાયકે દેશને શોલે, દિવાર, જંજીર, હમ, સિલસિલા, કુલી, સત્તે પે સત્તા, ચુપકે ચુપકે, કભી કભી, પા, ચીની કમ સહિતની અનેક હિટ ફિલ્મો આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong