અમિતાભ બચ્ચનનું આ આઘાતજનક સત્ય હજી પણ કોઈને નથી ખબર!

તમને કદાચ ખબર હશે કે વર્ષ ૨૦૦૫ માં એક ઘટનાએ દેશમાં એક ડરનો માહોલ ઉભો કરી દીધો હતો. આ મામલો ખાસ બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચન સાથે જોડાયેલો હતો. યાદ આવ્યો કે નહીં મિત્રો? સારું કઈ વાંધો નહીં અમે તમને યાદ અપાવી દઈએ. ખ્યાલ હોય તો ૨૦૦૫માં અમિતાભ બચ્ચન માટે અસંખ્ય લોકો સાથે મળીને  પ્રાથના કરી રહ્યાં હતા. તેમનું કોઈ કારણસર ઑપરેશન ચાલી રહ્યું હતું અને ગંભીરતાને જોતા દેશવાસીઓ અમિતજીનાં લાંબા આયુષ્ય માટે દિવસ-રાત ભગવાનની પૂજા કરી રહ્યા હતા. અમિતજીનાં ઓપરેશનનું કારણ આ જ સુધી કોઈને ખબર નથી, જેનાં વિશે આજે અમે તમને એક ખાસ માહિતી આપી રહ્યાં છીએ. તો વાંચતા રહો આગળ વિગતમાં જાણવા માટે…

આ ઘટના આમ બની હતી, જ્યારે અમિતાભ બચ્ચન તેમનાં સ્વર્ગવાસી પિતા હરિવંશરાય બચ્ચનની જયંતીનાં અવસર પર સહ-પરીવાર સાથે ઉત્તર પ્રદેશ ગયા હતા. તેમણે ત્યાં એક સમારોહમાં ભાગ લીધો હતો, જે દરમિયાન તેમને અચાનક જ પેટમાં અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. ત્યાર બાદ તેમને દિલ્લીનાં ઈસ્કોટર્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ વિશે મીડિયાએ જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચન ગંભીર રુપે બીમાર છે. આ વાત આગની જેમ ફેલાતા અમિતાભ બચ્ચનનાં દરેક ફેન્સ ઘભરાઈ ગયા, અમુક લોકોએ તો અમિતજીને જોવા માટે હોસ્પીટલની બહાર જ ડેરો જમાવીને બેસી ગયા અને ત્યાં જ તેમની દીર્ઘાયુ માટે પ્રાથના કરવા લાગ્યા. ત્યાં જ અન્ય શહેરો જીલ્લા, તાલુકા અને ગામડાઓમાં તેમનાં સારા સ્વાથ્ય માટે ભજન-કિર્તન , પૂજા-પાઠ અને હવન કરીને પ્રાથના કરી રહ્યાં હતાં.

હકીકતમાં અમિતજીને શું થયું હતું? કોઈ ગંભીર રોગ થયો છે કે શું? ઑપરેશન કેમ થયું વગેરે સવાલો લોકોને જાણવા હતા, પણ કોઈ પણ સ્વરુપે લોકો સુધી સાચી વાત પહોંચી જ ન હતી. જે પણ કારણ હતું અમિતજીનાં બીમાર પડવા પાછળ, તેને જેટલું શક્ય હોય તેટલું છુપાવીને રાખવામાં આવ્યું હતું. અંત્તે થયું પણ આવું જ અને કોઈ પણ સંજોગોમાં સત્ય આમે ન હતું આવ્યું. તો આજે તમને અમે આની પાછળનાં સત્ય સાથે માહિતગાર કરાવી રહ્યા છીએ, કે કેમ અચાનક જ અમિતજીને પેટમાં દુઃખાવઓ ઉપડ્યો અને કેમ તેમનું ઑપેરેશન કરવામાં આવ્યું વગેરે વિશે…

ભારતનાં એક જાણીતા સામાજીક કાર્યકરતા રાજીવ દિક્ષિતજીએ એક સભામાં અમિતજીને સંબોતતા કહ્યું હતું કે અમુક વર્ષો પહેલાં તેઓ માંદા પડ્યા હતા અને તેમનું ઑપેરેશન ૯ કલાક ચાલ્યું હતું. તેમને એક પોલઈડીસ ના આંતરડાંને લગતી બીમારી થઈ હતી, જેમાં આંતરડાં સડી જતા હોય છે. અમિતજીનું જે ડૉક્ટર દ્વારા ઑપરેશન કરવામાં આવ્યું હતું તેમને એક દિવસ કોઈ સભામાં રાજીવજી મળ્યાં હતાં, તેમણે ડૉક્ટરને પ્રશ્ન કર્યો કે આખરે આ ઑપરેશન આટલા બધા ક્લાક કેમ આલ્યું હતું?

આ પ્રશ્નનનાં જવાબમાં ડૉક્ટરએ જણાવ્યું કે તેમનું આંતરડું અલગ-અલગ જગ્યાએથી સડી ગયું હતું. તેને કાપીને કાઢવામાં ન આવ્યું હોત તો તેમની મોત થવાની પણ શક્યા હતી, બસ આ જ કારણથી આ ઑપરેશન પૂરા ૯ ક્લાક ચાલ્યું હતું.

રાજીવજી સભામાં આગળ જણાવે છે કે તેમણે ડૉક્ટર સાથે ચર્ચા કરતાં કહ્યું કે સામાન્ય રીતે માણસનું મોટું આંતરડું સડતું નથી. હા, પણ જેઓ ગાયનું માંસ, સુવરનું માંસ, લાલ માંસ, દારુ, સિગરેટ, ગુટકા, પીઝા, મેગી જેવાં ફાસ્ટફૂડ ખાય છે તે લોકોનું આંતરડું સડે છે. પણ અમિતાભ બચ્ચન તો આમાંથી કંઈ જ નથી ખાતા, તે છત્તા પણ તેમનું આંતરડું સડી કેવી રીતે ગયું?

ડૉક્ટર જણાવે છે કે અમિતજી પેપ્સી અને કોકોકોલા જેવા સોફ્ટ ડ્રિંક પીવે છે અને તે પણ છેલ્લા દસ વર્ષથી. સોફ્ટ ડ્રિંક્સ જેવાં ઠંડા પીણાંથી આંતરડાને ગંભીર નુકસાન થાય છે અને આ જ કારણથી અમિતજીનાં પણ આંતરડાં સડી ગયાં હતા. જ્યારે અમિતજીને આ અંગે જાણ થઈ તો તેમણે કોલ્ડ ડ્રિંકની ઍડ કરવાની પણ બંધ કરી દીધી હતી. અત્યારે પણ તેઓ કોઈ પણ પ્રકારનાં ઠંડા પીણાંની જાહેરાતમાં જોવા નથી મળતા.

રાજીવજી વધુમાં જણાવે છે કે જ્યારે મને હકીકતની જાણ થઈ ત્યારે મેં આ બાબત અંગે અમિતજીને ઈ-મેઈલ કર્યો હતો. અમિતજીએ પ્રતિઉત્તર આપતા મેઈલમાં જણાવ્યું હતું કે હા, આ સાચી વાત છે કે મારું આંતરડું પેપ્સી અને કોકોકોલા પીવાથી સડી ગયું હતું અને તેનાં માટે ઑપરેશન કરવામાં આવ્યું છે.

જ્યારે મેં અમિતજીને કહ્યું કે આ બધી વાત તમે મિડિયા કે ટીવી મારફતે તમારા ફેન્સને જણાવી દો અને જેમણે તમારુ ઑપરેશન કર્યું હતું તેમને પણ સાથે બેસાડીને જણાવો કે દસ વર્ષથી કોલ્ડ ડ્રિંક પીવાને કારણે તમારું આંતરડું સડી ગયું હતું તથા આંતરડાને કાપીને બહાર કાઢવામાં આવ્યું હતું. અમિતજી એ આ  વિશે ચોખ્ખી ના કહી દીધી હતી. તો મેં તેમને અન્ય એક વિકલ્પ આપતા કહ્યું કે જો તમે જણાવી નથી શક્તા તો એક ફીચર ફિલ્મ બનાવીને લોકોને મેસેજ આપો કે આ કેવી રીતે ઠંડા પીણાં પીવાને કારણે આંતરડાં સડી જાય છે, તો અમિતજીએ આનાં માટે પણ ના કહી દીધું હતું. તો મેં તેમનાં આ કામ ન કરવા પાછળનાં કારણને જાણવાનો પ્રયાસ કર્યો કે એવું તો શું છે કે તેઓ લોકોને આ વાત નથી કહી રહ્યાં.

અમિતાભ બચ્ચનએ રાજીવજીને જણાવ્યું કે તેમણે આ કોલ્ડ ડ્રિંક્સની ઍડ માટે કંપની પાસેથી કરોડો રુપિયા લીધા છે. તે સમયે એક એગ્રીમેન્ટમાં લખાવી લીધું કે આ કંપનીઓ જ્યાં સુધી ભારતમાં હશે ત્યાં સુધી તેઓ આ કંપનીની વિરુદ્ધમાં કંઈ જ નહીં બોલે. જો તેઓ કંપનીની વિરુદ્ધમાં કંઈ પણ બોલ્યા તો તેમની ઉપર ૫૦૦ કરોડનો દાવો માંડશે અને મારે દંડ ચૂકવવો પડશે. રાજીવજીએ તેમને પૂછ્યું કે તમે કાયદામાં અટવાઈને આ વાત વિશે કશું કહી શક્તા નથી, પરંતુ મારી સાથે તો કંપનીઓ એ કોઈ સમજુતી નથી કરી તો હું આ વિશે લોકોને જણાવું તો કોઈ વાંધો નથી ને? તો અમિતજીએ મને તરત જ કહી દીધુંકે હા તમે લોકોને આ અંગે વાત કરી શકો છો.

ફરી એકવાર રાજીવજીએ અમિતાભ બચ્ચને પૂછ્યું કે હું તમારું નામ લઈને આ વાત જણાવું તો, તે જ સમયે અમિતજીએ કહ્યું કે હા મારું નામ લઈને લોકોમાં જાગૃતતા લાવી શકો છો. જો મારું નામ લઈને લોકોનું ભલું થતું હોય તો કેમ નહીં, જરુરતથી મારું નામ લઈને આ વાત કહો.

સભા દરમિયાન રાજીવજી લોકોને જણાવે છે કે આ ઠંડા પીણાં કે કોલ્ડ ડ્રિંક કે પછી સોફ્ટ ડ્રિંક કહો આ બધા પીણાં આપણા શરી માટે હાનીકારક છે. તમને વિશ્વાસ નહીં થાય કે દર વર્ષે આ ઠંડા પીણાંનાં કારણે લગભગ ૧.૮૦ લાખ જેટલાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. બીજું કહીં નહીં પણ મિત્રો અમિતજીનાં કેસને જાણ્યાં બાદ તો સમજો કે કેમ તેઓ પણ હવે કોલ્ડ ડ્રિંકની જાહેરાતમાં જોવા નથી મળતા. બાળકો હોય કે વયસ્ક કે પછી કોઈ પણ કેમ ન હોય, ઘરે કોઈ મહેમાન આવ્યાં હોય તો પણ આ પીણાં પીવાનું અને પીવડાવવાનું બંધ કરો. આ પીણાં આપણાં શરીરને ક્યારે અંદરથી ખોખલું કરી દે છે તેની ખબર નથી હોતી અને જ્યારે તકલીફ પડે છે ત્યારે સમસ્યાનો ઉકેલ ન મળતા મૃત્યુ પણ થઈ શકે છે.

મિત્રો જો તમને પણ આ વાત સાચી લાગી હોય તો આજથી નહીં પણ અત્યારથી જ કોલ્ડ ડ્રિંક કે ઠંડા પીણાંનું સેવન બંધ કરો. લાઈક અને શેર કરીને તમારા પ્રિયજન સુધી આ વાત પહોંચાડનું ભૂલતા નહીં.

એક સત્ય જે અમિતાભ બચ્ચને કાયમ દેશવાસીઓથી છુપાવ્યું અને ક્યારેય એ પોતે નહિ જણાવે