અમિતાભ અને જયાની મેરેજ એનીવર્સરી
ફોટો શેર કરતા અભિષેક બચ્ચન લખે છે કે, હેપ્પી એનીવર્સરી માં એન્ડ પાપા. લવ યુ. ત્યાં જ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાએ અમિતાભ બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદાની કેટલીક અનસીન ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા લખે છે કે, હેપ્પી એનીવર્સરી.
અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ૩ જુનના રોજ પોતાના લગ્નની ૪૭મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના બંને બાળકો અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા બંનેએ સોશિયલ મીડિયા પર તેમને વિશ કર્યું છે. અભિષેક બચ્ચન અને શ્વેતા નંદા બંનેએ જ ઇન્સ્ટાગ્રામ પર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની હૂબ જ સુંદર ફોટોઝ શે કરી છે.
અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચનએ મમ્મી- પાપાને વિશ કરી એનીવર્સરી.:
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો શેર કરતા અભિષેક બચ્ચન લખે છે કે, હેપ્પી એનીવર્સરી માં એન્ડ પાપા. લવ યુ. ત્યાં જ શ્વેતા નંદાએ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની અનસીન ફોટો શેર કરતા લખે છે કે, હેપ્પી એનીવર્સરી. અભિષેક બચ્ચન અને શ્વેતા નંદા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ ફોટોઝમાં અમિતાભ બચ્ચન અને જ્યાં બચ્ચનની કેમેસ્ટ્રી જોવા લાયક છે. સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની આ ફોટોઝને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
આપને જણાવીએ કે, અમિતાભ બચ્ચનએ પણ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની ફોટો શેર કરી છે. અમિતાભ બચ્ચનએ પત્ની જયા બચ્ચનને વેડિંગ એનીવર્સરી વિશ કરી છે. અમિતાભ બચ્ચનએ ફોટોઝની સાથે પોતાના લગ્નને લઈને એક રસપ્રદ કિસ્સો પણ શેર કર્યો છે.
અમિતાભ બચ્ચનના વર્ક ફ્રંટની વિષે જાણીએ તો અમિતાભ બચ્ચનની આવનાર ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ જલ્દી જ ઓનલાઈન પ્લેટફોર્મ પર રીલીઝ થવા જઈ રહી છે.
કોરોના વાયરસ સંક્રમણના કારણે દેશવ્યાપી લોકડાઉન ચાલુ હોવાથી થિયેટર્સને હજી ખોલવાની મંજુરી આપવામાં આવી નહી હોવાથી અમિતાભ બચ્ચનની આવનાર ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ ઓનલાઈન પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર જ રીલીઝ કરવામાં આવશે. ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ ૧૨ જુન, ૨૦૨૦ સોમવારના રોજ રીલીઝ થશે. ફિલ્મ ‘ગુલાબો સીતાબો’નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે.
ફિલ્મ ‘ગુલાબો સીતાબો’માં અમિતાભ બચ્ચનની સાથે અભિનેતા આયુષ્યમાન ખુરાના જોવા મળશે. અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાના પહેલી વાર એક ફિલ્મમાં સાથે જોવા મળશે. અમિતાભ બચ્ચનની એમેઝોન પ્રાઈમ પર રીલીઝ થનાર ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ સિવાય આ વર્ષે અન્ય ફિલ્મો ‘ચેહરે’, ‘ઝુંડ’ અને ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મોમાં જોવા મળી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ