KBC 12: એક એપિસોડ હોસ્ટ કરવા માટે અમિતાભ બચ્ચન લે છે અધધધ… રૂપિયા

અત્યારે ‘કૌન બનેગા કરોડપતિ’ની બારમી સીઝન ચાલી રહી છે. આ શોને બીગ બી હોસ્ટ કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ શોમાં ઘણા પ્રતિભાશાળી સ્પર્ધકો આવી રહ્યા છે.

image source

આ સાથે જ આ શોના હોસ્ટ અમિતાભ બચ્ચન પણ દર્શકોને ખૂબ જ મનોરંજન આપી રહ્યા છે. દર્શકોને તેમનો અવાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર અમિતાભ બચ્ચન કેબીસી સીઝન 12 માટે 250 કરોડ જેટલી મોટી રકમ લઇ શકે છે.

85 એપિસોડ્સમાં 15 કરોડ રૂપિયાની આવક થઈ

image source

અમિતાભ બચ્ચનના કહેવા મુજબ કૌન બનેગા કરોડપતિનો શો જ્યારે તેમની પાસે પહોંચ્યો જ્યારે તેમને રૂપિયાની સૌથી વધુ જરૂર હતી. તે તેના માટે એક આર્થિક મદદ કરે તેવું છે. આનાથી તેમને ડિફોલ્ટરોને રૂપિયા ચુકવવામાં ઘણી મદદ મળી હતી. કહેવામાં આવે છે કે બિગ બીએ પ્રથમ સીઝનમાં કૌન બનેગા કરોડપતિના 85 એપિસોડ્સ હોસ્ટ કર્યા છે અને આ એપિસોડ્સમાં તેમને 15 કરોડ રૂપિયાની આવક થઈ છે.

image source

અમિતાભ બચ્ચને કેબીસીની યાત્રા વર્ષ 2000માં શરૂ થઈ હતી. પ્રથમ સીઝનમાં સૌથી મોટી જીતની રકમ 1 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. આ રકમ મેળવવા માટે સ્પર્ધકોએ 14 પ્રશ્નોના જવાબો આપવાના રહેતા. હવે કેબીસી 12માં કુલ 16 પ્રશ્નો આપવામાં આવી રહ્યા છે.

image source

આ 16મો પ્રશ્ન 7 કરોડ રૂપિયાનો છે. કેબીસીમાં પ્રથમ સીઝનમાં અનેક સ્પર્ધકોએ એક કરોડ રૂપિયા જીતી લીધા છે. 2011માં કેબીસીએ સૌથી વધુ વિજેતા રકમ 5 કરોડ રૂપિયા બનાવી. જ્યારે આ વર્ષે નાઝિયા નસીમ અને મોહિતા શર્માએ અત્યાર સુધીમાં 1 કરોડની રકમ જીતી લીધી છે. આ વર્ષે સૌથી વધુ વિજેતા રકમ 7 કરોડ રૂપિયા છે.

image source

અમિતાભ બચ્ચને બોલિવૂડમાં ઘણું નામ કમાયું છે. આજે પણ તેઓ દર્શકોના દિલ પર રાજ કરે છે. અમિતાભ બચ્ચન કેબીસીના એક એપિસોડને હોસ્ટ કરવા માટે લગભગ 3થી 5 કરોડ રૂપિયા લે છે. પહેલાંની સીઝનમાં દરેક એપિસોડ માટે અમિતાભ બચ્ચન 2 કરોડ રૂપિયા ફી લેતા હતા.

image source

પણ આ વખતે તે દરેક એપિસોડ માટે 3થી 5 કરોડ રૂપિયા ફી લેશે. જો કેબીસી આ વખતે લગભગ 70 એપિસોડ કરે છે તો આ સિઝનથી અમિતાભ બચ્ચનની કુલ કમાણી 250 કરોડ રૂપિયાની થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ