જલ્સા કરોને જેંતીલાલ

અમિતાભ બચ્ચન પહોંચ્યા બિહાર, ખેડૂતોની લોન ચૂકવાના સમયે સર્જાયા લાગણીસભર દ્રશ્યો, ખરેખર એક સલામ તો બને જ છે…

અમિતાભ બચ્ચન આટલી ઉંમરે પણ હાલના સૂપરસ્ટારને પોપ્યુલારીટીમાં હંફાવી રહ્યા છે. તેમણે ફરી એકવાર પોતાની દરીયાદીલી બતાવી દીધી છે.

ઉપર આપેલ ઈન્સ્ટાગ્રામ પોસ્ટને ડાબી તરફ સ્વાઇપ કરો અને જુઓ વધુ ફોટો.

આજે તમે સમગ્ર દેશમાં જોશો તો રાજ્યે-રાજ્યે ખેડૂતોની કફોડી હાલત થઈ રહી છે. ખેડૂતો અવારનવાર ગરીબીના કારણે આત્મહત્યાનું પગલું ભરે છે. ઘણા બધા આંદોલનો થઈ રહ્યા છે તેમ છતાં તેમની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો જોવા નથી મળ્યો.

પણ ઘણા બધા લોકો ઇશ્વરે તેમને જે સમૃદ્ધી આપી છે તેનો સદ્ઉપયોગ કરતાં જાણે છે. તમે આ પહેલાં વાંચ્યું હશે કે નાનાપાટેકર અવારનવાર ખેડૂતોને પૂરતી મદદ કરે છે.

પણ આ વખતે અમિતાભે એક નહીં બે નહીં પણ 2100 ખેડૂતોનું ઋણ ચૂકવ્યું છે.

તેમણે પોતાના બ્લોગ પર આ વાતની જાણ કરતાં લખ્યું છે કે “જે વચન પૂરુ કરવામાં આવ્યું છે. બિહારના જેટલા ખેડૂતોની લોન બાકી હતી તેમાંથી 2100 ખેડૂતોની લોન ચૂકવી દેવામાં આવી છે અને વન ટાઈમ સેટલમેન્ટ (ઓટીએસ)ની સાથે તેમની લોનને ચૂકવવામાં આવી છે. તેમાંના કેટલાક ખેડૂતોને ‘જનક’ બંગલો પર બોલાવવામાં આવ્યા હતા અને વ્યક્તિગત રીતે અભિષેકબચ્ચન અને શ્વેતાના હાથે આપવામાં આવ્યા હતા.”

આ અગાઉ પણ અમિતાભ બચ્ચને સોશિયલ મિડિયા પર આ ખેડૂતોનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું, ‘તે ખેડૂતો માટે આ એક ભેટ છે, જે લોન ચૂકવી શકવાને અસમર્થ છે. આ લોકો હવે બિહાર રાજ્યના હશે.’

તમને જણાવી દઈએ કે અમિતાભે આ કંઈ પહેલીવાર ખેડૂતોની મદદ નથી કરી પણ ગયા વર્ષે તેમણે ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતોની લોન ચૂકવી હતી.

તેમણે પોતાના બ્લોગ પર એ પણ લખ્યુ હતું કે બીજા એક વચનને પુરુ કરવામા આવી રહ્યું છે. તેમણે બ્લોગમાં લખ્યું હતું ‘બહાદૂર કાળજા જેમણે દેશ માટે પુલવામાંમાં પોતાનો જીવ હોમી દીધો, તેમના કુટુંબીજનો અને પત્નીઓને આર્થીક મદદ. સાચ્ચા શહીદ.’

આ સાથે તેમણે 44 શહીદોના કુટુંબેને પણ આર્થિક મદદ કરી હતી તેમજ મહારાષ્ટ્રના લગભગ 350 ખેડૂતોનું પણ દેવું ચુકવ્યું હતું.

મનુષ્યના આ આચરણને માનવતાનું આચરણ કહેવાય. ભગવાને તમને જે આપ્યું છે તેનો ખરા અર્થમાં સદ્ઉપયોગ કહેવાય.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version