અમિતાભ બચ્ચનની તબિયત બગડી, કંઇક આવી ઇમોશનલ ટ્વિટ કરીને લોકોને આપ્યા આ બેડ ન્યૂઝ

દિલ્લીમાં ૨૩ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સંપન્ન થવા જઈ રહેલ રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં અમિતાભ બચ્ચન સામેલ થઈ શક્યા નહી. અમિતાભ બચ્ચન બીમાર હોવાના કારણે ડોકટરે ખાસ સૂચના આપીને કહ્યું કે તેમણે મુસાફરી કરવી નહીં.

ડોકટરની સૂચનાના કારણે તેમજ  અમિતાભ બચ્ચન બીમાર હોવાના કારણે પણ તેઓની ઈચ્છા હોવાછતાં પણ તેઓ સિનેમા જગતના આ પ્રતિષ્ઠિત એવા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં ભાગ લઈ શક્યા નથી.

અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટર એકાઉન્ટના માધ્યમથી ૨૨ ડિસેમ્બરની સાંજે પોતે બીમાર હોવાની જાણકારી શેર કરી હતી. અમિતાભ બચ્ચનના આ ટ્વીટમાં ચોખ્ખું દેખાય રહ્યું હતું કે તેમને દિલ્લી ના જવાનો ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે.

image source

ટ્વીટ કરતા અમિતાભ બચ્ચને લખ્યું છે કે’ બુખાર હો ગયા હૈ…! યાત્રા કરને કી અનુમતિ નહીં હૈ…. દિલ્લીમે કલ રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમેં સામીલ નહિ હો પાઉગ… કાફી દુર્ભાગ્યપૂર્ણ….મુજે પછતાવા હૈ.’

ધ્યાનમાં લેવા જેવી વાત છે કે ૬૬મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં અમિતાભ બચ્ચનને ‘દાદા સાહેબ ફાળકે પુરસ્કાર’થી સમ્માનિત કરવાના છે. આ ભારતીય સીનેમાનું સૌથી મોટુ સમ્માન છે.

અમિતાભ બચ્ચનનું સિનેમા જગતમાં તેમનું અભૂતપૂર્વ યોગદાન અને ઉત્કૃષ્ટ અભિનય માટે તેઓને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સમ્માનિત કરાવાના છે.

સોમવારે દેશના ઉપરાષ્ટ્રપતિ વૈન્કેયા નાયડુ દ્વારા આ પુરસ્કારો અપાવાના છે. ઉલ્લેખનીય છે કે સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર ગુજરાતી ફિલ્મ ‘હેલારો’ને આપવામાં આવશે.

image source

આયુષમાન ખુરાનાને ‘અંધાધૂંધ’ અને વિક્કી કૌશલને ‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’ માટે સંયુક્તરૂપથી સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવશે. ત્યાં જ પ્રસિદ્ધ સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે.

ધ્યાનમાં લેવા જેવી વાત છે કે કેટલાક દિવસો પહેલા અમિતાભ બચ્ચન પોતાની પૌત્રી આરાધ્યા બચ્ચનની પર્ફોમન્સ જોવા માટે તેના વાર્ષિક સમારોહમાં પહોંચ્યા હતા.

image source

આરાધ્યા બચ્ચને એ અવસર પર એવી દમદાર સ્પીચ આપી હતી કે જેને જોઈને અમિતાભ બચ્ચન અને ત્યાં ઉપસ્થિત બધા મહેમાનો દંગ રહી ગયા.

પૌત્રી આરાધ્યાનો આ પર્ફોમન્સ વિડિઓ શેર કરતા બિગ બી લખે છે કે ‘સબસે ગર્વિત પલ ઔર આવાજ લડકીયો કી… આરાધ્યા કી… મેરી ઔર અપની…’

ત્યાં જ આ ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ છે. આ પુરસ્કારનું નામ ધૂંડરાજ ગોવિંદ ફાળકેના નામ પરથી રાખવામાં આવ્યું છે જેમને ભારતીય સિનેમાના પિતા કહેવામાં આવે છે.

image source

આ પુરસ્કાર ૧૯૬૯માં શરૂ કરાયો હતો. આ પુરસ્કાર મેળવનારને એક સોનાનું કમળ, એક શોલ અને રૂ.૧૦૦૦૦૦૦ નું ઇનામ પ્રદાન કરવામાં આવે છે.

આ પુરસ્કાર દિવંગત અભિનેતા વિનોદ ખન્નાને વર્ષ ૨૦૧૭માં આપવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ વૈન્કેયા નાયડુ સોમવારના આ પુરસ્કાર પ્રદાન કરશે.

પરંપરાગત રીતે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. એક જાણકારી મુજબ રાષ્ટ્રપતિ કોવિંદ પુરસ્કાર વિજેતાઓ માટે પછી એક ચા પાર્ટીનું આયોજન કરશે.

image source

અમિતાભ બચ્ચનને  તેમના ઉત્કૃષ્ટ અભિનય અને હિન્દી સિનેમામાં તેમના યોગદાન માટે આ સમ્માનથી સમ્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રીય પુરસ્કારોમાં સૌથી મહત્વનો આ પુરસ્કાર ભારતીય સિનેમાના વિકાસ અને ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે.

ઓગસ્ટમાં રાહુલ રવૈલ અધ્યક્ષ ફીચર ફિલ્મ શ્રેણીમાં પુરસ્કારોની ઘોષણા કરી હતી. એમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ગુજરાતી ફિલ્મ ‘હેલારો’ને આપવામાં આવશે.

પર્યાવરણ સંરક્ષણની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મરાઠી ફિલ્મ ‘પાની’ને આપવામાં આવશે. તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે કન્નડ ફિલ્મ ‘ઓન્ડલા’ને પણ સમ્માનિત કરવામાં આવશે.

image source

રાષ્ટ્રીય એકતા માટે મળનાર નરગીસ દત્ત પુરસ્કાર ‘એરાડલ્લા’ને આપવામાં આવશે. ઉત્તરાખંડને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે.

રાષ્ટ્રીય પુરસ્કારોની પસંદગી સ્વતંત્ર અને નિષ્પક્ષ જ્યૂરીમાં એ.એસ.કનલ, ઉતપલ બોરપૂજારી જેવા ફિલ્મ નિર્માતા અને હસ્તીઓ સામેલ છે.

સર્વશ્રેષ્ઠ મનોરંજન માટે  હિંદી ફિલ્મ ‘પેડમેન’, સામાજિક મુદ્દા પર બનેલી ફિલ્મ ‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’ માટે શ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર આપવામાં આવશે.

image source

આયુષમાન ખુરાનાને ‘અંધાધુધ’ અને વિક્કી કૌશલને ‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’ માટે સંયુક્તરૂપથી સર્વશ્રેષ્ઠ કલાકારનો રાષ્ટ્રીય પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવશે.

આ જ રીતે કીર્તિ સુરેશને તેલુગુ ફિલ્મ ‘મહાનતી’માં પોતાનાં પ્રદર્શન માટે સમ્માનિત કરવામાં આવશે.

 રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓની યાદી

image source

-બેસ્ટ એકટર: વિક્કી કૌશલ, આયુષ્યમાન ખુરાના.

-બેસ્ટ સપોર્ટિંગ એકટર: સ્વાનંદ કિરકીરે, ચુંબક.

-બેસ્ટ એક્ટ્રેસ: કીર્તિ સુરેશ(તેલુગુ).

image source

-બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: સુરેખા સિકરી, બધાઈ હો.

-બેસ્ટ ડાયરેકટર: આદિત્ય ધર, ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક.

-બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ: પીવી રોહિત, સમીત સિંહ, તાલા અર્ચલરેશુ, શ્રીનિવાસ પોકલે.

image source

-બેસ્ટ ચિલ્દ્રન ફિલ્મ: સરકારી હીરીયા પ્રાથમિક શાલે કસરગોદુ(કન્નડ).

-બેસ્ટ લિરિકસ: મંજુથા(નાથીચરમી).

-બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ: રંજીત.

-બેસ્ટ સ્પોર્ટ્સ ફિલ્મ: સ્વિમિંગ થ્રુ ડાર્કનેસ.

image source

-બેસ્ટ ફિલ્મ ઓન ફેમિલી વેલ્યુઝ: ચલો જીતે હૈ.

-બેસ્ટ શોર્ટ ફિલ્મ: કસાબ.

-બેસ્ટ ઇન્વેસ્ટિગેશન ફિલ્મ: અમોલી.

-બેસ્ટ એજ્યુકેશન ફિલ્મ: સલર્ભ વિરલા.

image source

-બેસ્ટ સોશિયલ ઇસ્યુ ફિલ્મ:તાલા તે કુંજી.

-બેસ્ટ એનવાયરમેન્ટલ ફિલ્મ: ધ વર્લ્ડ મોસ્ટ ફેમસ ટાઇગર.

-સ્પેશિયલ મેન્સન એવોર્ડ:મહાન હુતાત્મા ડાયરેકટર સાગર પુરાણીક.

-બેસ્ટ મ્યુઝિક: જ્યોતિ, કેદાર દિવેકર.

image source

-બેસ્ટ એડિટિંગ: સનરાઈઝ, હેમંતી સરકાર.

 -બેસ્ટ ઓડિયોગ્રાફી: ચિલ્ડ્રન ઓફ સોઈલ, બીશ્વ દીપ ચેટરજી.

-સર્વશ્રેષ્ઠ ફિલ્મ સમીક્ષક: બ્લેસ જોની અને અનંત વિજય.

-બેસ્ટ રાજસ્થાની ફિલ્મ: ટર્ટલ.

image source

-બેસ્ટ પંચાંગ ફિલ્મ: ઇન ધ લેન્ડ ઓફ પોઇજન્સ વિમન.

-બેસ્ટ ગારો ફિલ્મ: અન્ના.

-બેસ્ટ મરાઠી ફિલ્મ: ભોંગા.

-બેસ્ટ તમિલ ફિલ્મ: બરમ.

-બેસ્ટ ઉર્દુ ફિલ્મ: હામિદ.

image source

-બેસ્ટ બંગાળી ફિલ્મ: ઉક જે છીલો રાજા.

-બેસ્ટ મ્યુઝીક ડાયરેકટર: સંજય લીલા ભણસાલી(પદ્માવત).

બેસ્ટ બેકગ્રાઉન્ડ એવોર્ડ: ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક.

image source

-મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ: ઉત્તરાખંડ.

-બેસ્ટ એક્શન ફિલ્મ: કેજીએફ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ