જલ્સા કરોને જેંતીલાલ

અમિતાભ બચ્ચને શેર કર્યો પત્ની જયા સાથેનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર, જોઇ લો તમે પણ

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર તેમની પત્ની જયા બચ્ચન નો એક જૂનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ સ્વામી વિવેકાનંદ બનેલા છે.

image source

જ્યાં ટ્વિટર પર અમિતાભ બચ્ચને ફિલ્મ ગુલાબો સીતાબો નવું નામ આપ્યું છે. તે જ સમયે, અમિતાભ બચ્ચને પત્ની જયા બચ્ચનનો એક ખૂબ જ જૂનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટો જયા બચ્ચનની બંગાળી ફિલ્મ ડાગતર બાબુનો છે.

image source

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન એક એવા બોલિવૂડ કલાકારોમાંથી એક છે જે હમેંશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા જોવા મળે છે. અમિતાભ બચ્ચન હંમેશાં તેમના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કંઇક ને કંઇક પોસ્ટ કરતા રહેતા હોય છે.

પછી ભલે તે તેની નવી ફિલ્મોના શુટિંગ સમયનો ફોટો હોય અથવા પછી વીતેલા દિવસોને યાદ કરતા સમયનો, પોતાના પરિવાર સાથેના પણ ઘણા ફોટા શેર કરતા રહે છે. અમિતાભ બચ્ચન તેમની પોસ્ટ દ્વારા ઘણું કહી જતા હોય છે.

image source

કેટલીકવાર અમિતાભ બચ્ચન તેમના બાળકો અભિષેક અને શ્વેતાના બાળપણના ફોટા શેર કરતા હોય છે, અને કેટલીકવાર તેમના પોતાના જૂના દિવસો યાદ એ ફોટાઓ શેર કરતાં હોય છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને તેમની પત્ની જયા બચ્ચનની એક જૂની તસવીર શેર કરી છે. આ તસ્વીરમાં જયા બચ્ચન સ્વામી વિવેકાનંદ બની ઉભા રહેલા છે.

જયા બચ્ચન વિવેકાનંદ બન્યા

image source

ટ્વિટર પર અભિતાભ બચ્ચને પોતાની નવી ફિલ્મ ગુલાબો સીતાબોને નવું નામ આપ્યું , ત્યારે જ ઇન્સ્ટાગ્રામ પર, અમિતાભ બચ્ચને તેમની પત્ની જયા બચ્ચનનો એક ખૂબ જૂનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે. આ ફોટો જયા બચ્ચનની એક બંગાળી ફિલ્મ ડાગતાર બાબુનો છે.

તેમણે ત્યાં કેપ્શનમાં કહ્યું હતું કે આ ફિલ્મ ક્યારેય પૂર્ણ થઈ નથી અને તેથી જ તે ક્યારેય રિલીઝ થઈ શકી નથી. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મ કેમ પૂર્ણ ન થઈ શકી એ ક્યારેય કોઈએ જણાવ્યું નથી. આ ફિલ્મમાં જયા બચ્ચને સ્વામી વિવેકાનંદનું પાત્ર ભજવ્યું હતું.

image source

આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં તમે જયા બચ્ચનને વિવેકાનંદના રૂપમાં જોઈ શકો છો. તેઓ આ ગેટઅપમાં ઘણા સરસ દેખાઈ રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન પણ 70 ના દાયકાની મહાન અભિનેત્રી રહી ચુકી છે. જયાએ ઘણી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે.

image source

અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા પછી જયાએ પોતાની જાતને ફિલ્મ્સથી દૂર કરી લીધી. તમને એ પણ જણાવી દઈએ કે જયા બચ્ચનને છેલ્લે ફિલ્મ દ્રોણમાં જોવામાં આવ્યા હતા. આ સિવાય તેણે 2016 માં આવેલી કરીના કપૂર અને અર્જુન કપૂરની ફિલ્મ કી અને કા માં કેમિયો કર્યો હતો.

image source

અમિતાભ બચ્ચનના પ્રોજેક્ટ્સ વિશે વાત કરવામાં આવે તો તે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ગુલાબો સીતાબોમાં જોવા મળશે. આ સિવાય તે ઝુંડ, ચેહરે અને બ્રહ્માસ્ત્ર નામની ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. આ તમામ 2020 ની સૌથી રાહ જોવાતી ફિલ્મોમાંની એક ફિલ્મ છે. અમિતાભ બચ્ચન તેમની ફિલ્મો સાથે જોડાયેલી માહિતી અને ફોટા સોશ્યલ મીડિયા પર પણ શેર કરતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version