અમિતાભના માતાએ રાજીવ-સોનિયા ગાંધીના લગ્ન તો કરાયા, પણ પછી આ બાબતે બગડી ગયા ગાંધી-બચ્ચન પરિવારના સંબંધો

અમિતાભના માતા તેજી બચ્ચન સોનિયા-રાજીવ ગાંધીના લગ્નમાં રહ્યા હતા મધ્યસ્થ, જાણો આ બન્ને પરિવાર વચ્ચેની સંબંધ ચડતી-પડતી

રાજીવ ગાંધી અને સોનિયાના લગ્ન અમિતાભ બચ્ચનના માતાના કારણે થયા હતા, જાણો શા માટે બગડ્યા ગાંધી-બચ્ચન પરિવારના સંબંધો

અમિતાભ બચ્ચન પર તેમના માતાપિતાનો અત્યંત પ્રભાવ છે. કોઈ પણ સંતાન પર પોતાના માતાપિતાનો બહોળો પ્રભાવ હોય છે તેમાં પણ જો માતાપિતા પોતે જ આટલા તેજસ્વી અને જ્ઞાની હોય તો સંતાન પર તેની અસર થવાની જ હતી.

image source

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનના માતા એક સોશિયલ એક્ટિવિસ્ટ હતા અને તેઓ ઇંદીરા ગાંધીની નજીકની વ્યક્તિઓમાંના એક હતા. અને માટે જ રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચન વચે પણ સારી મિત્રતા રહેલી.

જો કે આ બન્ને કુટુંબ વચ્ચેના સંબંધમાં ઘણી બધી ચડ ઉતર જોવા મળી છે. અને છેવટે આ બન્ને કુટુંબ વચ્ચેનો સંબંધ પડી ભાંગ્યો.

જાણો તેજી બચ્ચનનો સોનિયા-રાજીવના લગ્ન પાછળ શું ફાળો હતો અને કેવી રીતે આ બન્ને કુટુંબ વચ્ચેના સંબંધો વણસ્યા હતા.

image source

અમિતાભ બચ્ચના પિતા ભારતના વિદેશ મંત્રાલયમાં હિંદી અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. ઇંદીરા ગાંધીના પિતા અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ હરિવંશરાયજીના સિદ્ધાંતોને ખુબ માન આપતા હતા.

આ બન્ને કુટુંબ જ્યારે ઇલાહાબાદમાં રહેતા હતા ત્યારે એકબીજાની અત્યંત નજીક આવી ગયા હતા.

અમિતાભ બચ્ચનના માતા તેજી બચ્ચન અને નેહરુજીના દીકરી ઇંદીરા ગાંધી એકબીજાની સારી બહેનપણી હતી.

image source

પાછળથી જ્યારે અમિતાભનું કુટુંબ શિફ્ટ થઈને દીલ્હી આવી ગયું ત્યારે તેજી બચ્ચનને એક પ્રખર સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે ઓળખવામાં આવ્યા અને તેમ તેમ તેમની ઇન્દીરા ગાંધી સાથેની મિત્રતા પણ ઉંડી થતી ગઈ.

અને તેની સાથે સાથે જ તેમના દીકરા અમિતાભ બચ્ચનની રાજીવ ગાંધી સાથેની મિત્રતા પણ ગાઢ થતી ગઈ. સોનિયા ગાંધી જ્યારે ભારત આવ્યા ત્યારે અમિતાભ બચ્ચન પોતે જ 1968ના જાન્યુઆરી મહીનાની 13મી તારીખે તેણીને એરપોર્ટ પર રિસિવ કરવા ગયા હતા.

તે દિવસે સોનિયા રાજીવ ગંધીની ફિયોન્સે તરીકે ભારત આવ્યા હતા. સોનિયાને બચ્ચન કુટુંબને ત્યાં રાખવામાં આવ્યા હતા અને તેજી બચ્ચને જ તેમને ભારતીયચ સંસ્કૃતિ વિષેની સમજણ આપી હતી.

image source

રાજીવ ગાંધી જ્યારે સોનિયા સાથે લગ્ન કરવાની તૈયાર કરી રહ્યા હતા ત્યારે તેજી બચ્ચને જ મધ્સ્થની ભૂમિકા ભજવી હતી. ઇંદીરા ગાંધી એક ઇટાલિયન સાથે પોતાના દીકરાના લગ્ન કરાવવા માટે ઇચ્છુક નહોતા.

ઇંદીરા ગાંધીને લગ્ન માટે રાજી કરનાર તેજી બચ્ચન જ હતા. 1969માં જ્યારે સોનિયા અને રાજીવ ગાંધીના લગ્ન નક્કી થયા ત્યારે સોનિયા તેના કુટુંબ સાથે કેટલાક દિવસ માટે વિલિંગ્ડન ક્રીસેન્ટ ખાતે આવેલા બચ્ચન પરિવારના ઘરમાં રોકાયા હતા.

આ રીતે આ બન્ને કુટુંબનો સંબંધ ઓર વધારે ગાઢ થતો ગયો. 1984માં અમિતાભ અને રાજીવ ગાંધીનો સંબંધ ઓર વધારે મજબૂત ત્યારે થયો જ્યારે રાજીવ ગાંધીએ પોતાના મિત્ર અમિતાભને કોંગ્રેસની ટીકીટ પર ઇલાહાબાદમાં ચૂટંણી લડવા માટે તૈયાર કર્યા.

image source

તેમણે ચૂંટણી લડી અને તેમણે તોમની હરીફ હેમવતી નંદન બહુગુણાને મોટા અંતરથી હરાવ્યા પણ ખરા. બન્ને કુટુંબ માટે આ એક ઉત્સવના સમાચાર હતા.

ત્યાર બાદ અમિતાભ બચ્ચન કોંગ્રેસની યૂથ બ્રિગેટનો એક ભાગ બન્યા. જેમાં સતીશ શર્મા, અરુણ નેહરુ, અરુણ સિંહ અને કમલનાથ જેવા રાજકારણીઓ પણ શામેલ હતા.

આ સમયે ગાંધી-બચ્ચન કુટુંબ વચ્ચે સંબંધોમાં તીરાડ પડવી શરૂ થઈ

image source

છેવટે અમિતાભને રાજકારણ ન ફાવ્યું અને તેમણે માત્ર ત્રણ જ વર્ષમાં રાજકારણની વિદાય લઈ લીધી. વાસ્તવમાં સમાચાર પત્રોમા બોફોર્સ કાંડમાં તેમની સંડોવણીના સમાચાર છપાવા લાગ્યા હતા.

જો કે પાછળથી અમિતાભને સુપ્રિમ કોર્ટે આ મામલે ક્લીન ચીટ આપી દીધી હતી. અને ત્યારથી આ બચ્ચન-ગાંધી પરિવારની મૈત્રી ધીમે ધીમે છૂટવા લાગી.

જો કે તેમણે જાહેરમા ક્યાંય એવું કશું જ દેખાવા ન દીધું. તે દરમિયાન અમિતાભે પ્રિયંકા ગાંધીના લગ્નમાં પણ હાજરી આપી હતી.

image source

રાજકારણની વિદાય લઈ અમિતાભ ફરીવાર બોલીવૂડમાં પ્રવેશ્યા

1988માં અમિતાભ બચ્ચને ફરી એકવાર બોલીવૂડ તરફનું રુખ કર્યું. પણ તેમને પહેલાં જેટલી સફળતા ન મળી તેમની એક પછી એક ફિલ્મો ફ્લોપ જવા લાગી.

ત્યાર બાદ 1991માં આવેલી ‘હમ’ ફીલ્મે તેમને ફરી એકવાર સફળતાનો સ્વાદ ચખાડ્યો. પણ ત્યાર બાદ સતત પાંચ વર્ષ સુધી અમિતાભ ફિલ્મિ પરદા પરથી ગાયબ થઈ ગયા.

રાજીવ ગાંધીની હત્યા બાદ બન્ને કુટુંબના સંબંધ સદંતર બગડવા લાગ્યા

image source

1991માં રાજીવ ગાંધીની હત્યા થઈ અને ત્યાર બાદ બચ્ચન પરિવારના ગાંધી કુટુંબ સાથેના સંબંધ સતત બગડવા લાગ્યા. ગાંધી પરિવારને એવી લાગણી થઈ રહી હતી કે ખરાબ સમયમાં અમિતાભ બચ્ચને તેમનો સાથ છોડી દીધો હતો.

એક સમયમાં જ્યારે બચ્ચન કુટુંબના સભ્યો પ્રધાનમંત્રી આવાસમાં છૂટથી આવજા કરતા હતા ત્યાં હવે તેમની સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવતું હતું.

image source

બીજી બાજુ બચ્ચન કુટુંબનું પણ એવું માનવું હતું કે રાજનીતીમાં લઈ આવ્યા બાદ જ્યારે બચ્ચન કુટુંબ મુશ્કેલીમાં સંપડાયું ત્યારે ગાંધી પરિવારે તેમનો સાથ ન આપ્યો.

બીજી બાજુ અમિતાભે પોતાની ફિલ્મ પ્રોડક્શન કંપની ખોલી હતી તેમાં પણ તેમને સફળતા નહોતી મળી રહી અને તે દરમિયાન પણ અમિતાભને ગાંધી પરિવાર પાસેથી કોઈ જ મદદ નહોતી મળી અને તે વખતે ધીરુભાઈ અંબાણીએ તેમને મદદ કરવા માટે હાથ લંબાવ્યો હતો જેનો ખુબજ નમ્રતાથી અમિતાભે ઇનકાર કર્યો હતો. કદાચ માટે જ હાલ અંબાણી અને બચ્ચન કુટુંબ વચ્ચે સારા સંબંધ છે.

image source

જયા બચ્ચને ગાંધી કુટુંબ પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો

2004ની ચુંટણીમાં જયા બચ્ચને જણાવ્યું કે જે લોકો તેમને રાજકારણમાં લઈ આવ્યા હતા તેમણે જ તેમનો સંકટ સમયમાં સાથ છોડી દીધો હતો અને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેના જવાબમાં રાહુલ ગાંધીએ તેમને ખોટા ઠેરાવ્યા અને તેના કુટુંબે કોઈ જ વિશ્વાસઘાત નથી કર્યો તેવું જણાવ્યું.

અમિતાભ પણ ચૂપ ન રહી શક્યા

image source

જયા બચ્ચના નિવેદન બાદ અમિતાભ પણ પોતાની જાતને ન રોકી શક્યા. તેમણે એક નિવેદન આપતા જણાવ્યું હતું, ‘તેઓ (ગાંધી પરિવાર) રાજા છે અને અમે (બચ્ચન પરિવાર) રંક છીએ. સંબંધનું એકધારાપણું શાસકના મૂડ પર આધાર રાખે છે. હવે તેઓ મારા કુટુંબ પર જુઠ્ઠું બોલવાનો આરોપ મુકી રહ્યા છે.’ અને ત્યાર બાદ જયા બચ્ચનને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભામાં સાંસદ બનાવવામાં આવ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ