અમિતાભ બચ્ચનનો ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ હાલ ચર્ચામાં, જાણી લો શું છે કારણ…

શિવાજી વિષે પુછવામાં આવેલા પ્રશ્ન પુછતાં ફસાઈ ગયા અમિતાભ બચ્ચન ! યુઝર્સે બોયકોટ કરવાની આપી ધમકી, શોના નિર્માતાઓએ માગવી પડી માફી !

image source

કોન બનેગા કરોડપતિ ભારતીય ટેલિવિઝનનો એક એવો લોકપ્રિય શો છે જેને અબાલ વૃદ્ધ દરેક પસંદ કરે છે. કેબીસીનો સમય થયો નથી કે આખું કુટુંબ ટીવીની સામે બેસી જાય છે. આ શો સામાન્ય માણસને સીધો જ પોતાની સાથે જોડતો હોવાથી તે દેશના ઘરેઘરે લોકપ્રિય છે. આ શોમાં એક સામાન્ય મજૂર પણ ભાગ લઈ શકે છે તો વળી ભણેલો ગણેલો ડોક્ટર પણ ભાગ લઈ શકે છે.

image source

અને શો દરમિયાનની સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પ્રભાવની તો વાત જ શું કરવી ! પણ આ તો લોકશાહી છે જે કોઈને એક ક્ષણે અર્શ પર મુકી દે છે અને જો તેમની માન્યતાઓ દુભાય તો પાછી તે જ વ્યક્તિને બીજી જ ક્ષણે ફર્શ પર પણ લાવી દે છે. તાજેતરમાં કેબીસીમાં પુછવામાં આવેલા એક પ્રશ્ન પર પણ તેવો જ એક હોબાળો મચ્યો છે જેના કારણે યુઝર્સે તેનો બોયકોટ કરવાની પણ ધમકી આપી દીધી છે. કેબીસીની આ અગિયારમી સિઝનમાં છત્રપતિ શિવાજીને લઈને પુછવામાં આવેલા એક પ્રશ્નના મામલામાં હોબાળો મચ્યો છે.

image source

કેબીસીમાં પુછવામા આવેલા આ પ્રશ્નથી સોશિયલ મિડિયા પર યુઝર્સ અત્યંત નારાજ થઈ ગયા છે. લોકોએ કેબીસીનો બોયકોટ કરવાની તો ધમકી આપી જ છે પણ સાથે સાથે સોશયિલ મિડિયા પર શોને બંધ કરવાની માંગ પણ ઉઠી રહી છે. અને વધારે પડતા વિવાદો ન સર્જાય તે હેતુથી કેબીસીના પ્રોડ્યુસર્સે માફી માગતો એક વિડિયો પણ પ્રકાશિત કર્યો છે.

આખા મામલાની હકીકત શું છે ?

વાસ્તમાં છઠ્ઠી નવેમ્બરે કેબીસી 11માં શાયેદા ચંદ્રન નામની સ્પર્ધક ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ જીતીને હોટ સીટ પર બેસી છે. શોમાં તેણી સફળ રીતે એક પછી એક પડાવ પાર કરી રહી છે. આ દરમિયાન કેબીસીના ફોર્મેટ પ્રમાણે અમિતાભે શાયેદા ચંદ્રનને એક પ્રશ્ન પુછ્યો. જેના ઓપ્શનમાં છત્રપતિ શિવાજી મહારાજનું નામ પણ હતું. પણ અહીં મેકર્સ દ્વારા ભુલ એ થઈ કે તેમણે છત્રપતિ શિવાજીનું સંપૂર્ણ નામ નહીં લખીને માત્ર “શિવાજી” જ લખ્યું હતું જેના કારણે લોકોની લાગણી દુઃભાઈ હતી.

પ્રશ્ન કંઈક આમ હતોઃ નીચેનામાંથી કયા શાસક મુગલ સમ્રાટ ઓરંગઝેબના સમકાલીન હતા ?

જેના ઓપ્શન આ પ્રમાણે હતાઃ A: મહારાણા પ્રતાપ B: રાણા સાંગા C: મરાહાજા રણજીત સિંહ D: શિવાજી

અને સોશિયલ મિડિયા પર યુઝર્સ એટલા માટે ગુસ્સે ભરાયા છે કે અમિતાભે પણ અહીં શિવાજીનું પુર્ણ નામ નહીં ઉચ્ચારીને માત્ર “શિવાજી” જ કહ્યું. આ મુદ્દાને લઈને હાલ સોશિયલ મિડિયા પર કેબીસી 11નો અને કેટલાક અંશે અમિતાભ બચ્ચનો પણ વિરોધ થઈ રહ્યો છે. અને તેના કારણે જ સોશિયલ મિડિયા પર શોનો બોયકોટ કરવાની અને શોને બંધ કરવાની ધમકીઓ અપાઈ રહી છે.

image source

વિવાદ વકરતાં કેબીસી 11ના નિર્માતાઓએ તેની પછીના એપિસોડમાં માફી માગતું એક સ્ક્રોલ ચલાવ્યું છે. સાથેસાથે સોની ટીવીના ઓફિશિયલ ટ્વિટર અકાઉટ પરથી પણ માફી માગતો એક વિડિયો પ્રકાશિત કરવામાં આવ્યો છે જેમા લખ્યું છે, ‘બુધવારના કેબીસી એપિસોડમાં અસાવધાનીના કારણે છત્રપતિ શિવાજી મહારાજનો તૃટિજનક સંદર્ભ આપવામા આવ્યો હતો. અમને તેના માટે દુઃખ છે અને લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને અમે અમારો ખેદ વ્યક્ત કરતાં કાલના એપિસોડમાં એક સ્ક્રોલ પણ ચલાવ્યું છે. ’

લોકોએ સોશિયલ મિડિયા પર આ રીતે કર્યો કેબીસી 11 અને અમિતાભ બચ્ચનનો વિરોધઃ

એક યુઝરે લખ્યું છેઃ

આ ખરેખર દુઃખદ અને શરમજનક કહેવાય. આ જ આપણી ખોટ છે, છત્રપતિ શિવાજીએ આપણા માટે આટલું બધું કર્યું છે અને આપણે તેમના કામનું પણ સમ્માન નથી કરી શકતાં,આમાંથી આવનારી પેઢી શું શીખશે ? #Boycott_KBC_SonyTv

બીજા યુઝરે કંઈક આમ કમેન્ટ કરી છેઃ

image source

શું સોની ટીવી ક્યારેય મુઘલ્સને ઘૂસણખોરીયા તરીકે સંબોધવાની હિમ્મત દાખવશે ? આ તો હાથેકરીને ઝેર ઘોળવાનું કામ ચાલી રહ્યું છે. વાસ્તવમાં શિવાજી મહારાજ તો દેશ ઉપરાંત વિશ્વના ઘણા બધા દેશ જેમ કે વિયેતનામ વિગેરેના સૈન્યબળ માટે પ્રેરણાનો સ્રોત છે.

તો વળી એક યુઝરે લખ્યું છેઃ

સોની ટીવી પર આવતી કેબીસી સિરિયલે ઓરંગઝેબને મુઘલ સમ્રાટ તરીકે સંબોધ્યા છે જ્યારે શ્રી છત્રપતિ શિવાજીને માત્ર “શિવાજી” તરીકે સંબોધ્યા છે. મહાન હિન્દુ રાજાના આ અપમાનનો અમે વિરોધ કરીએ છીએ.

તો વળી કેટલાક યુઝર્સે અમિતાભ બચ્ચનને અપિલ કરી છે કે તેમણે પણ માફી માગવી જોઈએ અને સોની ટીવી તેમજ કેબીસી 11 નો બોયકોટ કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ