2019માં તમારા ફેવરિટ એક્ટર અને એક્ટર્સે ટોપ પર છે કે નહિં તે જાણવા કરો ક્લિક

2019ના વર્ષમાં સોનાક્ષી અને અમિતાભ બચ્ચને દીપિકા-પ્રિયંકાને ટ્વિટરમાં પાડી દીધા પાછળ

image source

આ અભિનેતા-અભિનેત્રીએ દીપિકા-પ્રિયંકાને ટ્વિટર પર આ મામલે ધૂળ ચટાડી !

બોલીવૂડની રંગીન દૂનિયામાં આજે જો કોઈ સૌથી વધારે લાઇમલાઇટમાં રહેતું હોય તો તે છે દીપિકા અને પ્રિયંકા તેઓ સોશિયલ મિડિયા પર આખું વર્ષ ધૂમ મચાવે છે

દર એક નહીંને બીજા દિવસે તેમના કોઈને કોઈ સમાચાર કોઈને કોઈ વિડિયો કે પછી કોઈને કોઈ તસ્વીર વાયરલ થાય છે અને તેને કરોડો વ્યૂઝ મળે છે તેમના પર અઠવાડિયામાં બેથી ત્રણવાર સોશિયલ મિડિયા, મેગેઝિન કે પછી ન્યુઝ પેપરમાં લેખો લખવામાં આવે છે.

image source

પણ તમને એ જણીને આશ્ચર્ય થશે કે આ બન્ને ટોપ મોસ્ટ એક્ટ્રેસિસને બોલીવૂડની જ એક અભિનેત્રી અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટર પર પાછળ પાડી દીધા છે.

તાજેતરમાં ટ્વિટર ઇન્ડિયા દ્વારા ટ્વિટર મનોરંજન શ્રેણીના સૌથી વધારે ટ્વિટ કરવામાં આવેલા અકાઉન્ટની એક યાદી બનાવી છે તેમાં અમિતાભ બચ્ચન અને સોનાક્ષી સિન્હાએ પ્રિયંકા-દીપિકાને પાછળ પાડી દીધા છે.

ટ્વિટર ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચન અને સોનાક્ષી સિન્હાના ટ્વિટર અકાઉન્ટ પર 2019માં સૌથી વધારે ટ્વીટ કરવામા આવ્યું હતું અને તે સાથે જ તેઓ દેશના એન્ટરટેનમેન્ટ અકાઉન્ટની યાદીમાં સૌથી ઉપર છે.

તમને જણાવી દઈએ કે દર વર્ષે ટ્વિટર આ પ્રકારની જુદી જુદી શ્રેણીઓના વિવિધ આંકડાઓ રજુ કરે છે.

આ વર્ષે પણ ટ્વિટર ઇન્ડિયાએ એન્ટરટેનમેન્ટ, રમત જગત, રાજકારણ વિગેરેની શ્રેણી તૈયાર કરી છે અને તેમાં સૌથી વધારે ટ્વીટ કરવામા આવેલા અકાઉન્ટની યાદી તૈયાર કરી છે અને તેની માહિતી તેમણે લોકો સમક્ષ રજૂ કરી છે.

image source

જેમાં મનોરંજન શ્રેણીમાં પુરુષ વર્ગમાં અમિતાભ બચ્ચને બાજી મારી છે અને ત્યાર બાદ અક્ષય કુમાર અને સલમાન ખાનનો નંબર આવે છે.

જ્યારે સ્ત્રી વર્ગની શ્રેણીમાં સોનાક્ષી સિન્હાએ બાજી મારી છે ત્યાર બાદ અનુષ્કા, અને ત્યાર બાદ લતા મંગેશકરનો ક્રમ છે જ્યારે પ્રિયંકા પાંચમા ક્રમે છે, આલિયા ભટ્ટ છઠ્ઠા ક્રમે છે, કાજરલ અગ્રવાલ સાતમાં ક્રમે છે

image source

માધુરી દીક્ષીત નેને નવમાં ક્રમે છે તો વળી સન્ની લિયોને માધુરીથી એક કદમ આગળ આંઠમા ક્રમે છે પણ અહીં આશ્ચર્યની વાત એ છે કે દીપિકાનું આ યાદીમાં કોઈ જ નામોનિશાન નથી.

જોકે દીપિકાનો પતિ અને એક્ટર રણવીર સિંહનું નામ પુરુષ વર્ગની યાદીમાં સાતમું છે. શાહરુખ ખાન ચોથા ક્રમે છે સાઉથ ઇન્ડિયન એક્ટર વિજય પાંચમાં ક્રમે છે, એ આર રહેમાન છઠ્ઠા ક્રમે છે અને એક્ટર અજય દેવગન આંઠમાં ક્રમે છે.

image source

આ પરથી એટલો તો ખ્યાલ આવી જ શકે છે કે સોનાક્ષી સિન્હા ભલે વધારે ફિલ્મો ન કરતી હોય કે પછી બોલીવૂડની ઇવેન્ટ્સમાં ભાગ ન લેતી હોય તેમ છતાં તેનું ટ્વીટર અકાઉન્ટ અને અભિનેત્રીઓ કરતાં સુપર એક્ટિવ છે તો વળી સદીના મહાનાયક અમિતાભ બચ્ચન તો પહેલેથી જ બધા જ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર અવ્વલ છે જ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ