જલ્સા કરોને જેંતીલાલ

અમિતાભ સંગ જયા લગ્નને થયાં ૪૬ વર્ષ પૂરાં થયાં. પુત્ર અભિષેકે શેર કર્યા ફોટોઝ, કેવી હતી તેમની પ્રેમ કહાની જાણો…

અમિતાભ સંગ જયા લગ્નને થયાં ૪૬ વર્ષ પૂરાં થયાં. પુત્ર અભિષેકે શેર કર્યા ફોટોઝ, કેવી હતી તેમની પ્રેમ કહાની જાણો. માત્ર ૫ જ જાનૈયાઓને અપાયું હતું આમંત્રણ અને સાવ સાદી હતી અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીના લગ્નની કંકોત્રી, જુઓ લગ્ન સમયની ૪૬ વર્ષ પહેલાંની યાદગાર તસ્વીરો…


આજે ૩ જૂન, ૨૦૧૯ના રોજ ભારતીય આદર્શ દંપતીના રૂપમાં માત્ર ફિલ્મી સિતારોઓમાં જ નહીં પણ સૌ કોઈ સામાન્ય વર્ગમાં પણ તેમની જોડીને ખૂબ માનથી જોવાય છે. આ દંપતીએ આજે તેમના લગ્નની ૪૬મી વર્ષગાંઠ પૂર્ણ કરી છે. આ શુભ અવસરે તેમના દીકરા અભિષેક બચ્ચને યાદગાર તસ્વીરો શેર કરીને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે “હેપ્પી એનીવર્સરી પેરેન્ટ્સ, આપ દોનો કો ખૂબ સારા પ્યાર. આજ ૪૬ હો ગયે હૈ ઔર યે સફર અભી ભી જારી હૈ…”


અભિષેક એમના સોશિયલ એકાઉન્ટ પર કાયમ તેમની લાગણી ટૂંકા શબ્દો સાથે શેર કરતા હોય છે. તેમણે મધર્સ ડેના દિવસે પણ માતા જયા બચ્ચન સાથેનો ફોટો શેર કર્યો હતો. જેમાં તેઓ ટીન એજર દેખાતા હતા અને ટાઈ, સૂટ બૂટ પહેર્યા હતા.

આજની પોસ્ટ્માં તેમણે એક જ લીટીમાં ૪૬ લગ્ન જીવનની એક લાંબી સફર તેમણે સફળતાપૂર્વક ખેડી છે એ જણાવી દીધું છે. અભિષેક અને એશ્વર્યાના લગ્ન ૨૦૦૭માં થયાં હતાં જેને પણ ૧૨ વર્ષ થયાં છે. દીકરી આરાધ્યાને ફરાવવા માટે બંને દંપતી મૂવી જોવા કે લંચ / ડિનર કરવા હોટેલમાં સ્પોટ થતાં રહે છે. તેઓ એક આદર્શ દંપતી સાથે કઈરીતે પેરેન્ટિંગ કરવું તે પણ જરૂર શીખ્યાં હશે.


પારિવારિક જીવનઃ

અભિષેક અને શ્વેતા બે બાળકોના ઉછેરમાં પણ તેમણે કોઈ કસર નહીં છોડી હોય. પારિવારિક લાગણીઓ, કૌટુંબીક સંસ્કાર અને પરંપરા સાથે તેઓએ બંને બાળકોની પરવરીશ કરી છે તે જગજાહેર છે. આપણે અનેક ઇન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચનના મોંએથી તેમની માતા તેજી દેવી અને પિતા કવિ શ્રી હરિવંશ રાય બચ્ચન વિશે સાંભળતાં હોઈએ છીએ.


સાથે જયા બચ્ચન બંગાળાના પુત્રી છે, અને તેમના વિશે પણ સાંભળ્યું છે. જે દેખીતું છે કે આ દંપતી પારિવારિક જીવનમાં ખૂબ જ માને છે અને તેમણે સંયુક્ત કુંટુંબમાં લગ્ન જીવન વિતાવ્યું છે.

લગ્ન જીવનમાં વિવાદઃ


આજે અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીના લગ્નને ૪૬ વર્ષ થયાં ત્યારે પાછળ વળીને જોઈએ તો આ દંપતીએ ઘણા ઉતાર ચડાવ જોયા છે તેમના સંબંધોમાં. એક સમય એવો પણ હતો કે એવી અફવાહ હતી કે બંને અલગ અલગ બંગલોમાં રહેવા ચાલ્યાં ગયાં છે. એક ‘જલ્સા’માં રહે છે અને બીજી વ્યક્તિ ‘પ્રતિક્ષા’માં રહે છે. સાસુ – વહુ જયા બચ્ચન અને ઐશ્વર્યાના સંબંધો વિશે પણ ઘણી અફવા રહેતી હતી કે તેમના વચ્ચે પણ વિખવાદ રહેતા હોય છે. થોડા વર્ષો પહેલાં પારિવારિક મિત્ર રાજકારણી અમરસિંહ પોતે આવી બાબતોની પુષ્ટિ કરી રહ્યાનું સમાચારોમાં નિવેદન આવતું હતું.


વર્ષો પહેલાં રેખા અને અમિતાભ વચ્ચેના કુણા સંબંધો વિશે પણ ચર્ચાએ માહોલ ગરમ કર્યો હતો. તેમના લગ્નના ૩ વર્ષ બાદ ૧૯૭૬માં દો અન્જાને ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ અને રેખા કોઈ મિત્રના બંગલા પર અવારનવાર મળતાં અને સાથે લાંબો સમય વિતાવતાં હતાં.


એવું સાંભળવામાં આવ્યું હતું. નીતુ સિંગ અને ઋષિ કપૂરના લગ્નમાં જ્યારે રેખાએ એન્ટ્રી મારી ત્યારે એમણે સિંદૂર પૂર્યું હતું એવું પણ અમુક મિત્રોએ કોઈ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. એ સમયે જયા બચ્ચને તેમના સંબંધો વિશે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી કે આખી દુનિયાને જે કહેવું હોય તે કહે. પરંતુ એ હકીકત છે કે અમિતાભે મારી સાથે લગ્ન કર્યા છે. અને તેને કઈરીતે નિભાવવું એ તેમણે જોવાનું છે.


મીડિયાના અગાઉના પ્રશ્નો હોય કે આજકાલના ઇન્ટરવ્યુ હોય આ દંપતી હંમેશાં હસીને જવાબો આપ્યા છે. જેમાં ફરિયાદના સૂર ક્યારેય સંભળાયા નથી. વર્ષો પહેલાંના તેમના એક ટી.વી. શો ઇન્ટરવ્યુમાં આ દંપતીએ ખુલીને વાતો કરી હતી. જે રોંન્દેવૂદ્ઝ વીધ સીમી ગ્રેવાલ નામનો પોપ્યુલર સેલિબ્રિટી શો હતો. જેમાં તેમણે પોતાની લવ સ્ટોરી કહી હતી. આજે લગ્ન દિવશે પણ અમિતાબ બચ્ચને તેમના ઓફિશિયલ બ્લોગમાં સૂવા પહેલાં રવિવારની રાતે એક ટૂંકો બ્લોગ પોસ્ટ કર્યો હતો. એમાં રસપ્રદ રીતે તેમના લગ્નની વાત શેર કરી હતી. જેમાં ચટ્ટ મંગની ઔર પટ્ટ વ્યાહ કહ્યું હતું.

૪૬ વર્ષ પહેલાંની લવ સ્ટોરી કેવી હતી?
તેઓ એકબીજાને ૧૯૭૦માં પૂનાની એક્ટિંગની એક ઇન્સ્ટીટ્યુટમાં મળ્યાં હતાં. એ સમયે જયા ભાદુરી નામ કરી ચૂક્યાં હતાં અભિનેત્રી તરીકે પરંતુ અમિતાભ હજી નવા હતા અને સ્ટ્રગલ કરતા હતા. અમિતાભે તેમની તસ્વીર એક મેગેઝીનમાં જોઈ ત્યારે તેઓ જયા ભાદુરીથી ઇમ્પ્રેસ થયા હતા.


૧૯૭૧માં તેઓને ગુડ્ડી ફિલ્મ ઓફર થઈ. તેમની ઓળખાણ મિત્રતામાં ફેરવાઈ. તેમની પહેલી હિટ ફિલ્મ ઝંઝીર સ્ન ૧૯૭૩માં હિટ જશે તો તેમના મિત્રો સાથે તેઓ લંડન ફરવા જશે તેવું નક્કી થયું હતું. ફિલ્મને ખૂબ સારો રીસ્પોન્સ થયો અને લંડનનો પ્રોગ્રામ બન્યો. જેમાં બધા મિત્રો સાથે જયા ભાદુરીને પણ જવાનું નક્કી થયું. અમિતાભ જણાવે છે કે બાબુજી, એ લગ્ન કર્યા વિના કોઈ સ્ત્રી સાથે ફરવા જવું અને એ પણ વિદેશ? સાંભળીને ના પાડી દીધી. તેમણે તરત જ જયા ભાદુરીને પ્રપોઝ કર્યું અને તેમણે પણ તરત જ હામી ભરી દીધી.


ખૂબ જ સાદાઈથી એક નજીકના બંગલામાં તેમના લગ્ન થયા. તેમની કંકોત્રી પણ ખૂબ જ સિમ્પલ અને નાની એક પોસ્ટ કાર્ડ જેવડી છે. જે પણ અભિષેકે સોશિયલ મીડિયામાં શેર કરી છે. અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું છે કે આજે જયા વિદેશ છે પરંતુ આપ સૌનો સ્નેહ અને શુભેચ્છાઓ તેના વતી પણ સ્વીકારું છું. તેમણે એક યાદગાર દિવસની ઝડપથી સ્મૃતીઓ વાગોળી જેમાં લખ્યું હતું કે મારા ડ્રાઈવરે કહ્યું કે ઘોડીમાં બેસવાને બદલે ગાડીમાં જ બેસો, હું તમારી ગાડી ચલાવીશ. ભારતીય લગ્નમાં પહેરાય તેવા સામાન્ય કપડાં જ અમે બંને એ પહેર્યાં હતાં અને જયાના કેટલાં સગાંસંબંધીઓ અને ૫ બારાતીઓમાં ગુલઝાર સાહેબ સહીત અમે લગ્ન કરી લીધાં.


એજ દિવસે રાતે તેઓ લંડન જવા નીકળી ગયાં હતાં. જે બંનેની પહેલી વિદેશ યાત્રા હતી.

ફિલ્મી પડદેઃ

ગુડ્ડી અને ઝંઝીર બાદ અભિમાન જેવી અનેક ફિલ્મોમાં તેઓ સાથે દેખાયા. દર્શકોએ આ રીયલ લાઈફ જોડીને રીલ લાઈફમાં પણ ખૂબ પસંદ કર્યા. પારિવારિક જવાબદારીઓ અને બાળકોના ઉછેરને કારણે કે પછી જે હોય તે તેમના અંગત કારણો સરા ૮૦ના દાયકા બાદ જયા બચ્ચને ફિલ્મી પડદે આવવાનું મૂકી દીધું જે છેક ૨૦૦૧માં કભી ખુશી કભી ગમમાં આ આદર્શ જોડી ફરી એક સાથે સિલ્વર સ્ક્રીન પર દેખાઈ. જેને પણ ૩ દાયકા બાદ લોકે ખૂબ પસંદ કર્યા હતા.


આજે આ સિનિયર મીસ્ટર અને મિસિઝ બચ્ચને આપણે પણ ફિલ્મી સ્ટોરી જેવી દરેક સંઘર્ષમય સંજોગોમાંથી પસાર થયેલ લગ્ન જીવનની ૪૬મી વર્ષગાંઠે ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ,

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version