અમિતાભ બચ્ચનના સુપુત્ર અભિષેકના લગ્ન પેહલાના અફેરની વાત તમે જાણતા હતા…

મુંબઇઃ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના દીકરા અને બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચનનો 5 ફેબ્રુઆરીના રોજ બર્થ-ડે છે. અભિષેક બચ્ચન પોતાની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે બર્થ-ડે મનાવવા માટે ઓસ્ટ્રેલિયા રવાના થઇ ગયો છે. અભિષેક અને ઐશ્વર્યાએ 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

ઘણા ઓછા લોકો જાણતા હશે કે અભિષેક બચ્ચનના ઐશ્વર્યા રાય સાથેના લગ્ન અગાઉ અનેક એક્ટ્રેસિસ સાથે તેના લગ્નની વાતો વહેતી થઇ હતી. અભિષેક બચ્ચનનો પ્રથમ પ્રેમ બોલિવૂડની એક્ટ્રેસિ કરિશ્મા કપૂર હતી. બંન્ને એકબીજાને બાળપણથી જાણતા હતા. અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચનના લગ્નમાં બંન્ને એકબીજાની નજીક આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

2002માં આવેલી ફિલ્મ હાં મૈને ભી પ્યાર કિયા દરમિયાન બંન્ને વધુ નજીક આવ્યા હતા. અભિષેકની ફિલ્મ 2000માં આવેલી પ્રથમ ફિલ્મ રિફ્યૂજીમાં પણ અભિષેકની સામે કરિશ્માની બહેન કરીના હતી. રિફ્યૂજીના સેટ પર કરિશ્મા અને અભિષેક મળતા હતા. અહીંથી તેમની લવસ્ટોરી શરૂ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

બંન્ને એકબીજાને ખૂબ પસંદ કરતા હતા. બંન્નેના પરિવારો પણ તેમના સંબંધને કારણે ખુશ હતા અને 2002માં અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર કરિશ્મા અને અભિષેકની સગાઇ કરી દીધી હતી. પરંતુ અચાનક શું થયું કે બંન્નેના સંબંધો ખરાબ થઇ ગયા હતા. એક રિપોર્ટ પ્રમાણે અભિષેક અને કરિશ્મા વચ્ચે લડાઇનું કારણ જયા બચ્ચન હતી.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on


વાસ્તવમાં જયા બચ્ચન ઇચ્છતી નહોતી કે બચ્ચન પરિવારની વહૂ લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરે પરંતુ જયાની આ શરત માનવાનો કરિશ્મા કપૂરે ઇનકાર કર્યો હતો. કરિશ્મા એક્ટિંગ છોડવા માંગતી નહોતી. જેને કારણે બંન્ને પરિવારો વચ્ચે વિવાદ થયો હતો અને સંબંધ તૂટી ગયો હતો.બાદમાં 2003માં કરિશ્માએ સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

એક રિપોર્ટ પ્રમાણે કરિશ્મા સાથે સગાઇ તૂટ્યા બાદ અભિષેક બચ્ચનની લાઇફમાં મોડલ અને એક્ટ્રેસ દીપાનિતા શર્મા પણ આવી હતી. બંન્નેની મુલાકાત સોનાલી બેન્દ્રેએ કરાવી હતી. પરંતુ અભિષેકની લાઇફમાં ઐશ્વર્યા આવતા અભિષેક બચ્ચને દીંપાનિતાને ઇગ્નોર કરવાનું શરૂ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

એવું પણ કહેવામાં આવે છે કે અભિષેક બચ્ચન અને રાણી મુખર્જી એકબીજાને પસંદ કરતા હતા. એટલું જ નહીં બંન્ને લગ્ન પણ કરવાની ચર્ચાઓ ચાલી રહી હતી. અભિષેક બચ્ચન ફિલ્મ યુવા દરમિયાન રાણીની નજીક આવ્યા હતા. બંન્ને એકબીજાને ખૂબ પસંદ કરતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

રાણી મુખર્જીએ અભિષેક બચ્ચન સાથે પ્રથમવાર 2001માં બસ ઇતના સા ખ્વાહમાં કામ કર્યું. 2005માં આવેલી ફિલ્મ બંટી ઔર બબલીથી બંન્ને વચ્ચે અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું. બંન્નેએ બંટી ઔર બબલી, કભી અલવિદા ના કહના, લાગા ચુનરી મેં દાગ સહિતની અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જોકે, બાદમાં કોઇ કારણસર બંન્ને અલગ પડી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on


પરંતુ અભિષેક બચ્ચનના લગ્નમાં રાણી મુખર્જીને આમંત્રણ નહી પાઠવતા રાણીએ કહ્યું હતું કે, અનેક વખત તમને લાગે છે કે તમારો સંબંધ ખત્મ થયા બાદ પણ તમે દોસ્ત છો. અને તે મિત્રતા નિભાવે છે પરંતુ જ્યારે કોઇ પોતાના લગ્નમાં તમને બોલાવે નહીં તો જાણ થાય છે કે તેની લાઇફમાં તમારા માટે કોઇ સ્થાન નથી.

 

View this post on Instagram

 

Then there were three! #SummerHolidays 📸: @amitabhbachchan

A post shared by Abhishek Bachchan (@bachchan) on

રાણી સાથે અલગ થયા બાદ મણીરત્નમની ફિલ્મ ગુરુના સેટ પર ઐશ્વર્યા રાય અને અભિષેક એકબીજાની નજીક આવ્યા હતા. ગુરુની સક્સેસ પાર્ટીમાં અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાયને પ્રપોઝ કર્યું હતું અને 20 એપ્રિલ 2007માં બંન્નેએ લગ્ન કરી લીધા હતા. હાલમાં તેમને એક દીકરી પણ છે.

દરરોજ બોલીવુડની આવી જાણી અજાણી વાતો માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ