‘ગુલાબો સિતાબો’નુ ટ્રેલર લોન્ચ, અમિતાભનો બદલાયો લુક, જો તમે આ ટ્રેલર ના જોયુ હોય તો જોઇ લો જલદી

અમિતાભ-આયુષ્યમાનની જોડી ગુલાબો સીતાબોની ઝલક માટે તૈયાર રહો, ટ્રેલર થયું લોન્ચ જુઓ વિડિઓ અંતમાં.

નવી દિલ્લી : અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાના જેવા મોટા કદના સ્ટારની નવી ફિલ્મ ‘ગુલાબો સીતાબો’નું ટ્રેલર આજે સાંજે ૪ વાગે એમેજોન પરિમ વિડીયો પર રિલીજ થવા જઈ રહ્યું છે.

image source

ઇન્સ્ટા પર પોસ્ટર શેર કરતા અમિતાભે કહ્યું

આ વાતની જાણકારી બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતે જ એમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે. બીગ-બીએ ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે ‘આ ગયા… આ ગયા…’. જો કે ફેન્સ પણ આ સમયે બેસબ્રી પૂર્વક ફિલ્મના ટ્રેલરની જ રાહ જોઈ રહ્યા છે. આપને એ પણ જણાવી દઈએ કે આ ફિલ્મ ૧૨ જુનથી એમેજોન પ્રાઈમ પર ચલાવવામાં આવશે.

image source

લોકડાઉનના કારણે ફિલ્મ ઓટીટી પર રિલીજ કરવામાં આવી રહી છે.

જો તમે આ જાણીને આશ્ચર્ય પામી રહ્યા છો તો જી હા, આ ફિલ્મ કોઈ જ સિનેમા ઘરમાં રિલીજ થવાની નથી. આ કદાચ પ્રથમ વખત બની રહ્યું હશે કે ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ સિનેમાના સ્થાને એમેજોન પ્રાઈમ પર રિલીજ કરવામાં આવી રહી છે.

image source

આપણે બધા જ જાણીએ છીએ કે કોરોના સંક્રમણના કારણે દેશમાં લોકડાઉન લગાડી દેવામાં આવ્યું છે. એવામાં દેશના બધા જ સિનેમા ઘરો બંધ છે. ઘણી ફિલ્મોની શુટિંગ આ લોકડાઉનના કારણે રોકાયેલી છે, તો ઘણી ફિલ્મોની રિલીજ ડેટ આગળથી આગળ વધી રહી છે. એવામાં ઘણી ફિલ્મો હવે ઓટીટી પર રિલીજ થઇ શકે એવી સંભાવના દેખાઈ રહી છે. અમિતાભ અને આયુષ્યમાનની આ ફિલ્મ સુજીત સરકારે ડાયરેક્ટ કરી છે.

ઈન્સ્ટાગ્રામ પર વિડીયો દ્વારા આપી જાણકારી

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ટ્રેલર લોન્ચ માટે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો કોન્ફરન્સ વિડીયો પણ ડરતો થયો છે. આ ટ્રેલર લોન્ચના વિડીયો કોન્ફરન્સમાં અમિતાભ, આયુષ્યમાન અને શુજીત સરકાર એક સાથે લાઈવ જોવા મળ્યા હતા. જેમાં જાણવા મળ્યું છે કે આ ફિલ્મનું શૂટ લખનૌમાં કરવામાં આવ્યું છે.

image source

તેમ જ આ સમયે થતી અમિતાભ અને આયુષ્યમાનની મીઠી નોક્જોંકના દ્રશ્યો કદાચ ફિલ્મના પાત્રોને દર્શાવવ માટે જ હતા. ફિલ્મના લોન્ચિંગ માટે વિડીયોમાં આ લોકો એક બીજાને પહેલ કરવા જણાવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર આજે લોન્ચ કરવામાં આવ્યું. એમેજોન પ્રાઈમ અને એમેજોન પ્રાઈમના યુટ્યુબ ચેનલ પર પણ…

વધુમાં આપને જણાવી દઈએ કે આ ફિલ્મની સ્ટોરી લાંબા સમય સુધી સરકારના સહયોગી રહેલી જુહી ચતુર્વેદીએ લખી છે. જુહી અને શુજીત ‘વીકી ડોનર’. ‘પીકું’ અને ‘અક્ટૂબર’ જેવી ફિલ્મોમાં એક સાથે કામ કરી ચુક્યા છે.

શુજીતના નિર્દેશનમાં આયુષ્યમાન ખુરાનાએ આ પહેલા 2012માં વિક્કી ડોનરમાં કામ કર્યું હતું. તો બીજી તરફ શુજીતે અમિતાભ બચ્ચન સાથે આ પહેલા પીકું ફિલ્મમાં કામ કર્યું હતું. જ્યારે આ ફિલ્મમાં ત્રણેય એકસાથે જોવા મળશે. ગુલાબો સીતાબો ફિલ્મના નિર્માતા રોની લાહિરી અને શીલ કુમાર છે.

Source: Navoday Times

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ