જાણો એવી તો કઇ ઘટના બની કે, અમિતાભ બચ્ચન રાતોરાત બની ગયા સુપરસ્ટાર

આ દિવસે રાતેરાત બની ગયા અમિતાભ સુપરસ્ટાર – જેને કોઈ નહોતું જાણતું તે બની ગયા રાતોરાત સુપર સ્ટાર.

12 માર્ચ 1971ના રોજ બોલીવૂડની ક્લાસિક ફિલ્મોમાં જેની ગણના કરવામા આવે છે તેવી આનંદ ફિલ્મ રિલિઝ થઈ હતી. ગઈકાલે આ ફિલ્મ રિલિઝ થયાને 48 વર્ષ થઈ ગયા. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે રાજેશ ખન્ના અને અમિતાભે કામ કર્યુ હતું. આ ફિલ્મે પોતાની વાર્તા તેમજ કલાકારોની અભિનય ક્ષમતાથી લોકોના દીલ જીતી લીધા હતા. ઋષિકેશ મુખર્જી દ્વારા દીગ્દર્શીત આ ફિલ્મમાં કામ કરનાર આજના દિગ્ગજ અભિનેતા – અભિનયના શહેરનશાહ એવા અમિતાભે આ ફિલ્મ સાથે જોડાયેલી એક રોચક વાત પોતાના ફેન્સ સાથે શેર કરી છે.

image source

અમિતાભ કેવી રીતે રાતોરાત બની ગયા સુપરસ્ટાર

આનંદ ફિલ્મ અમિતાભની ફિલ્મી કારકીર્દીની શરૂઆતની ફિલ્મોમાંની એક હતી. તે વખતે બોક્ષ ઓફિસ પર અમિતાભને કોઈ જ નહોતું. પણ રાજેશ ખન્ના તે વખતે પોતાની કેરિયરની બુલંદી પર હતા. અને અમિતાભને લોકો માત્ર પાતળો લાંબો છોકરો તરિકે જ ઓળખતા હતા. અને તેમને કોઈ નહીં ઓળખતું હોવાની વાત ખુદ અમિતાભે ટ્વીટર પર પોતાના ફેનની એક ટ્વીટને રીટ્વીટ કરતાં જમાવવી છે.

તેઓ આનંદ ફિલ્મને યાદ કરતાં જણાવે છે કે આ ફિલ્મ રિલિઝ થઈ ત્યાં સુધી કોઈ તેમને નહોતું ઓએળખતું. સવારે તેઓ પોતાની કારમાં પેટ્રોલ પુરાવવા ગયા ત્યારે તેમને કોઈ જ નહોતું ઓળખતું. અને સાંજે જ્યારે ફરી પાછા તેઓ તે જ પેટ્રોલ પંપ પર કારમાં પેટ્રોલ પુરાવવા પહોંચ્યા તો તેમને જોવા માટે ટોળું ભેગું થઈ ગયું.

image source

વાસ્તવમાં આ કિસ્સો અમિતાભના એક ફેન આશીશ પાલોડે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કરી હતી. અને તેને જ અમિતાભે રીટ્વીટ કર્યું હતું. અમિતાભે આ ટ્વીટને રી ટ્વીટ કરતાં ચોક્કસ પેટ્રોલ પંપ પણ જણાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ ઘટના ખરેખર ઘટી હતી અને સ્થળ હતું SV રોડ પર આવેલા ઇરલા પાસેનો પેટ્રોલ પંપ.

image source

હવે તમને એ પણ જણાવી દઈએ કે આનંદ અમિતાભ બચ્ચનની પ્રથમ હીટ ફિલ્મ હતી. જો કે તેમાં મુખ્ય અભિનેતા રાજેશ ખન્ના હતા અને તેમનો અભિનય આ ફિલ્મમાં અદ્ભુત હતો. ત્યાર બાદ તો અમિતાભે એક પછી એક હીટ ફિલ્મો આપી. આ ફિલ્મમાં રાજેશ ખન્ના એક કેન્સરના દર્દીની ભૂમિકામાં હતા જે તેમણે અદ્બુથ રીતે નિભાવી હતી. આ ઉપરાંત ફિલ્મના ફિલોસોફીકલ ગીતો પણ અત્યંત લોકપ્રિય બન્યા હતા.

image source

તે વર્ષે એટલે કે 1972માં આ ફિલ્મને લગભગ દરેક મુખ્ય અવોર્ડ મળ્યા હતા. ફિલ્મ ફેર અવોર્ડની વાત કરીએ તો બેસ્ટ ફિલ્મ – ઋષીકેશ મુખર્જી, એન.સી સીપ્પી, બેસ્ટ સ્ટોરી ઋષીકેશ મુખર્જી, બેસ્ટ એક્ટર – રાજેશ ખન્ના, બેસ્ટ એડીટીંગ ઋષીકેશ મુખર્જી, બેસ્ટ ડાયલોગ – ગુલઝાર, બેસ્ટ સપોર્ટીંગ એક્ટર – અમિતાભ બચ્ચન, તેમજ આ ફિલ્મને 1971નો બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ અવોર્ડ પણ મળ્યો છે.

image source

ફિલ્મ આનંદને 48 વર્ષ થઈ ગયા અને અમિતાભની ફિલ્મી કેરીયરને 50 વર્ષ ઉપર થઈ ગયા છે. ત્યારે તમને જણાવી દઈએ કે આજે 80ની નજીક પહોંચી રહેલા અમિતાભ પાસે પુષ્કળ ફિલ્મોની ઓફરો આવે છે. અને તેઓ સતત કામ પણ કરી રહ્યા છે. પણ તેમની તબિયત પણ અવારનવાર અસ્વસ્થ રહ્યા કરે છે અને તેને લઈને તેમના પરિવારજનો તેમજ તેમના ફેન્સને પણ તેમની સતત ચિંતા રહે છે અને કેટલાક ફેન્સ તો તેમની તબિયત સારી રહે તે માટે તેમને વધારે કામ નહીં કરવાની પણ અરજ કરે છે. હાલ અમિતાભ ફિલ્મ ગુલાબો સિતાબો તેમજ બ્રહ્માસ્ત્રમાં કામ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ