બોલીવૂડ શહેનશાહનું 75 ટકા લીવર નક્કામુ થઈ ગયું છે, એક ઇવેન્ટમાં અમિતાભે પોતાની તબિયતને લઈને કર્યા કેટલાક ખુલાસા

તાજેતરમાં એક ઇવેન્ટમાં અમિતાભ બચ્ચને હાજરી આપી હતી તેમાં તેમણે પોતાના સ્વાસ્થ્યને લગતા કેટલાક ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમનું જીવન તેમના માત્ર 25 ટકા જ સ્વસ્થ રહેલા લિવપર પર ટકેલું છે.

તેમણે રેગ્યુલર હેલ્થ ચેકઅપ પર ભાર દેતા જણાવ્યું હતું કે તેમને આંઠ-આંઠ વર્ષ સુધી નહોતી ખબર કે તેમનું લીવર ખરાબ થઈ ગયું છે. તે સતત 8 વર્ષ સુધી ટીબીથી પિડાતા રહ્યા હતા. અને તેઓ જણાવે છે કે તેમને એ કહેવામાં જરા પણ સંકોચ નથી થતો કે તેઓ એક ટીબી સર્વાઇવર છે.

એનડેટીવી દ્વારા આયોજીત કરવામાં આવેલા સ્વસ્થ ઇન્ડિયા લોન્ચમાં અમિતાભે હાજરી આપી હતી. ડોક્ટર હર્ષવર્ધને અમિતાભને લોકોમાં નિયમિત સ્વાસ્થ્ય તપાસને લઈને જાગૃતિ ફેલાવા માટે અરજ કરી હતી. જેને અમિતાભે ખુશી ખુશી માની લીધી હતી. સ્વાસ્થ્યને નિયમિત તપાસનો ઉદ્દેશ કોઈ પણ ગંભીર રોગને તેની શરૂઆતમાં જ જાણી લેવાનો છે.

અમિતાભે ઇવેન્ટમાં કહ્યું હતું, “હું હંમેશા મારું વ્યક્તિગત ઉદાહરણ આપતા તમારા સ્વાસ્થ્યનું નિયમિત ચેકઅપ કરાવવા ના ખ્યાલને પ્રોત્સાહિત કરું છું. અને મને જાહેરમાં એ વાત માનતા જરા પણ સંકોચ નથી થતો કે હું એક ટીબી પેશન્ટ હતો, મને હેપેટાઈટીસ બી હતો અને હું આ બન્ને ગંભીર બિમારીઓમાંથી બચી નીકળ્યો છું, મારા લીવરનો 75 ટકા હીસ્સો નક્કામો થઈ ગયો છે, કારણ કે 20 વર્ષ બાદ જ્યારે મારું 75 ટકા લીવર નક્કામું થઈ ગયું ત્યાર બાદ પણ હું આ રોગોનું નિદાન કરાવી શક્યો. અને હું આજે માત્ર 25 ટકા લીવર પર જ નભેલો છું.”

તમને જણાવી દઈએ કે એમિતાભ બચ્ચને હંમેશા તંદુરસ્ત સ્વાસ્થ્યને મહત્ત્વ આપ્યું છે. તેમણે અત્યાર સુધીમાં પોલિયો, હેપેટાઇટીસ બી, ટીબી, ડાયાબીટીસ જેવા રોગોને નાબૂદ કરવાના હેલ્થ કેમ્પેઇનમાં સક્રીય રીતે ભાગ લીધો છે. તેમણે અવારનવાર લોકોને પોતાની તપાસ કરાવવા અને રોગોનું નિદાન કરાવવા માટે આગ્રાહ રાખ્યો છે.

તેમણે લોકોને આ ઇવેન્ટના માધ્યમથી અપીલ કરી છે, “હું સતત 8 વર્ષ સુધી ટીબીથી પીડાતો રહ્યો જેની મને જાણ જ નહોતી. હું હંમેશા કહેતો આવ્યો છું કે આ મારી સાથે બની શકે છે તો કોઈની પણ સાથે થઈ શકે છે. માટે જ તમે તમારો ચેકઅપ કરાવવા ન ઇચ્છતા હોવ તો તમને ક્યારેય તમે શરીરને શું તકલીફ છે તેને જાણી નહીં શકો અને તેની સારવાર નહીં કરી શકો.”

આજે 76 વર્ષની ઉંમરે સદીનો મહાનાયક સતત વ્યસ્ત રહે છે. આ સોમવારથી જ તેમની લેટેસ્ટ કેબીસીની સીઝન શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત તેઓ હાલ ‘ગુલાબો સિતાબો’ ફિલ્મના શુટિંગમાં પણ વ્યસ્ત રહે છે. જો કે આ ઉંમરે પણ તેઓ તેમનામાંની તાજગી તેમનામાની સ્ફૂર્તિને ક્યારેય ઓછી નથી થવા દેતા. આપણે પણ તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને હંમેશા આપણા શરીર માટે ખાસ કરીને આંતરિક શરીર માટે સજાગ રહેવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ