જલ્સા કરોને જેંતીલાલ

અમિતાભ અને રેખાની પ્રેમકહાની પર જ્યારે જયા બચ્ચને તોડી હતી ચુપકી

બોલીવુડમાં અમિતાભ બચ્ચન અને રેખાની પ્રેમ કહાની આજપણ ચર્ચાનો વિષય બની રહે છે.કોઈપણ ફંકશન કે સેલિબ્રીટી શોમાં જો અમિતાભ કે રેખા આમને સામને આવી જાય તો બધાની નજરો એ બન્ને પર જ ટકી રહે છે.બધા એ જ જાણવા માંગે છે કે આટલા વર્ષો બાદ પણ આ બન્ને આ જે ક્યારેક પ્રેમી પંખિડા હતા એક-બીજાને જોઈને કેવી રીતે રિએ ક્ટ કરે છે.આ વાત પણ સાચી છે કે જેટલા ઓછા સમયમાં રેખા અને બીગ બીનો પ્યાર પરવાન ચડ્યો હતો,એટલો જ જલ્દી આ બન્નેની પ્રેમ કહાનીનો અંત પણ થઈ ગયો.

જણાવી દઇએ કે ૭૦ નાં દશકમાં ફિલ્મ દો અંજાનેથી શરૂ થયેલી અમિતાભ અને રેખાની પ્રેમ કહાનીમાં પહેલાથી જ ઘણી મુશ્કેલીઓ હતી.કારણ હતું મહાનાયકનું પરણિત હોવું.અમિતાભ અને જયા ભાદુરી ફિલ્મ જંજીરનાં સેટ પર મળ્યા હતા અને બન્નેની વચ્ચે પ્રેમ ઉછેરવા લાગ્યો.ધીરે-ધીરે આ સબંધ આગળ વધ્યો અને પછી ફિલ્મ ખતમ થતા-થતા બન્ને લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા.પરંતુ જ્યારે અમિતાભ અને રેખાનાં કિસ્સા બોલીવુડની ગલીઓ માં પ્રખ્યાત થવા લાગ્યા તો મિડિયા એ જયા બચ્ચન તરફ રૂખ કર્યો.જયા બચ્ચને એ દરમિયાન મિડિયા સાથે વાતચીત કરતા અમિતાભ અને રેખા સાથે હોવા પર જવાબ આપ્યો હતો.

જયા એ પોતાના એક જુના ઈન્ટરવ્યુમાં રેખા અને અમિતાભ બચ્ચનનાં અફેર પર વાત કરતા પોતાનું રિએ ક્શ આપ્યું હતુ.એ મને અમિતાભનો સપોર્ટ કરતા જણાવ્યું હતું કે,”એ મને એક સારા માણસ સાથે લગ્ન કર્યા છે.હું એક એવા પરિવાર સાથે જોડાઈ છું જે સંબંધ નિભાવવામાં ભરોસો રાખે છે.તમારે કોઇપણ વાતને લઈને વધારે પઝેસીવ ન થવું જોઈએ .ખાસ કરીને આ પ્રોફેશનમાં જ્યાં તમને ખબર છે કે અહીં કાંઈપણ સરળ નથી હોતું.જો તે સાચે મને છોડીને ચાલ્યા ગયા તો એ ક્યારેય મારા હતા જ નહિં”.

જ્યારે જયાને આ સવાલ કરવામાં આવ્યો કે જ્યારે તેમને અમિતાભ અને રેખાનાં અફેરનાં સમાચાર સાંભળ્યા તો તેમનાં મનમાં શું ચાલતું હતું આ વાતને જાણીને એ મને રિએ ક્શ આપ્યું હતું?

તેના પર જયા કહે છે,”આપણે માણસ છીએ અને રિએક્ટ તો કરીએ જ છીએ .જો આપણે નકારાત્મક વાત બોલી શકીએ છીએ તો સકારાત્મક પણ બોલી શકીએ છીએ .આપણે એકવાર ફરીથી બધી વસ્તુ જાણી લેવી જરૂરી છે.સમય દરેક ઘાવ ભરી દે છે.જો આપણે દુખી છીએ તો દુખી છીએ અને ખુશ છીએ તો ખુશ છીએ “.

જ્યારે જયાને રેખા અને અમિતાભનાં અફેરની સચ્ચાઈ વિશે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે,” એ બન્ને જો બીજીવાર સાથે કામ કરે છે તો તેમાં મને કાંઈ તકલીફ નથી.પરંતુ અસ ફક્ત સનસની ફેલાવવા માટે હશે.તેમાં કામની કોઈ જગ્યા નહિ હોય.”

Exit mobile version