અમિતાભે પુત્ર અભિષેક સાથે કર્યુ કપડાનું મેચિંગ, તસવીરો જોઇને તમે બોલી ઉઠશો WOW!

પુત્ર અભિષેક જેવા આઉટફિટમાં જોવા મળ્યા અમિતાભ, કહ્યું બડે મિયા તો બડે મિયા…

અમિતાભ અને અભિષેક બન્ને રિલેહનશીપ ગોલ્સ આપે છે. બન્ને એકબીજા પર જાન આપી દે છે. બન્નેએ ફિલ્મમાં બાપ બેટાનો પણ રોલ કર્યો છે.

image source

અમિતાભ અને અભિષેક બન્ને વચ્ચે બોન્ડીગ પણ ખૂબ સરસ છે. અમીતાભ અવાર નવાર સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરતાજ રહે છે. અમિતાભ બચ્ચન ઘણી વાર અભિષેકના વખાણ કરતી પોસ્ટ પણ કરતા હોય છે. શુક્રવારે પણ અમિતાભે એક પોસ્ટ શેર કરી છે. એ પોસ્ટ હાલ વાયરલ થઈ રહી છે.

અમિતાભ બચ્ચને શેર કરી છે અભિષેક સાથેની તસ્વીર.

image source

અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચન સાથે એક ફોટો શેર કર્યો છે. ફોટામાં બંને એક સરખા કપડા પહેરેલા જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરતી વખતે અમિતાભે લખ્યું – બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં સુભન અલ્લાહ. જ્યારે તમારા પુત્ર તમારા જૂતા અને કપડાં પહેરવાનું શરૂ કરે છે, ત્યારે તે તમારો મિત્ર બને છે. how ya doin’ Buddy .. joi Bangla, joi ‘Bob Biswas’.

image source

સોશિયલ મીડિયા પર તેના ફેન્સ પણ જબબર પ્રતિસાદ આપી રહ્યા છે. એક ફેન્સે તો એમ કહ્યું કે અમે તો બડે મિયા કે ફેન્સ હે જ્યારે બીજા એક ફેન્સે કહ્યું કે ગ્રેટ સુપરસ્ટાર ઓફ બૉલીવુડ.

image source

આ ઉપરાંત એક ફેને કહ્યું કે અભિષેકને પણ બડે મિયા જેવો જ બનાવ્યો હોત સર. તમને જણાવી દઈએ કે અમિતાભ અને અભિષેક બચ્ચને સાથે પણ ઘણી બધી ફિલ્મ કરી છે. બંટી ઓર બબલી સિવાય બન્ને પા ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું. પા ફિલ્મમાં તો અભિષેક બચ્ચન અમિતાભના પિતાના રોલમાં જોવા મળ્યો હતો.

અમિતાભ અને અભિષેક રિલેશનશિપ ગોલ્સ આપે છે. બંનેએ એકબીજા પર પોતાનું જાન આપે છે. બંનેએ ફિલ્મોમાં પિતા-પુત્રની ભૂમિકા પણ ભજવી છે. પાર્ટી હોય કે વેકેશન, આખું બચ્ચન પરિવાર હંમેશા સાથે રહે છે.

image source

તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન ફિલ્મ બોવ બિસ્વાસમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ ની સ્ક્રીપ્ટ સુજોય ઘોષે લખી છે અને અન્નપૂર્ણા ઘોષ દિગ્દર્શન કરી રહ્યા છે.

અભિષેક બોબ બિસ્વાસ સિવાય ફિલ્મ ધ બિગ બુલમાં પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન કુકી ગુલાતી કરી રહ્યા છે. તેમણે આ ફિલ્મનો પહેલો લુક પણ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

image source

આ સાથે જ અમિતાભ બચ્ચન ફિલ્મ ચહેરા, જુન્ડ, ગુલાબો સીતાબોમાં જોવા મળશે. તે ગુલાબો સીતાબોમાં આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં પણ જોવા મળશે. બ્રહ્માસ્ત્ર ફિલ્મ આ વર્ષના અંતમા રિલીઝ થવાની છે. અમિતાભના ફેન આ ફિલ્મનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ