અમિત શાહ ગુજરાતની મુલાકાતે, કચ્છમાં પાકિસ્તાન બોર્ડરની લેશે મુલાકાત, જાણો પૂરા કાર્યક્રમ વિશે

હોમ મિનિસ્ટર અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે રાજનૈતિક વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે, ગુજરાતના પ્રદેશ માળખામાં ધરમૂળ ફેરફાર આવવના એંધાણ છે. છેલ્લા કેટલાક વખતથી ગુજરાતના મંત્રીઓ પણ તેમના નિવેદનમાં વારંવાર અમુક પ્રકારના સંકેતો આપતા હોવાની ચર્ચાઓનું બજાર પણ ગરમ છે. ત્યારે અમિત શાહની ગુજરાત મુલાકાત એ અમદાવાદના ભાજપ માળખાના આવનારા ફેરફારનું કારણ હોવાની અટકળો લગાવાઈ રહી છે.

image source

ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામમાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાંખ્યા. ત્યારે પેટાચૂંટણીના પરિણામ બાદ આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ દિલ્હીથી સીધા કચ્છ પહોંચશે. જ્યાં આવતીકાલે કચ્છ રણોત્સવનો પ્રારંભ કરાવ્યાં બાદ દિવાળીની ઉજવણી અમદાવાદમાં પરિવાર સાથે ઉજવશે. પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ પહેલી ગુજરાત મુલાકાત છે.

image source

તેઓ દિલ્હીથી સીધા કચ્છ પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી કચ્છમાં આવેલી પાકિસ્તાન સાથેની બોર્ડર વિસ્તારની મુલાકાત લેશે. આવતી કાલે કચ્છ રણોતસ્વનો પ્રારંભ કરાવશે.  અમિત શાહ  બે દિવસ કચ્છમાં રોકાશે. સરહદ વિસ્તારના સરપંચો સહિત બોર્ડર વિસ્તારના વિકાસ અંગે ચર્ચા કરશે. આવતી કાલે ઘોરડો ખાતે સીમા સુરક્ષાદળના અધિકારીઓ સાથે બેઠક કરશે.  અમિત શાહ  કચ્છ બાદ સીધા અમદાવાદ આવશે. દિવાળીનો તહેવાર કેન્દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે ઉજવશે.  12 નવેમ્બરે ધોરડો ખાતે યોજનારા કાર્યક્રમ અંતર્ગત હવે ગૃહમંત્રી કચ્છ (kutch) માં રોકાણ કરશે. આ માટે તેઓ આગામી દિવસે જ આવીને રાત્રિ રોકાણ પણ કરશે. દેશના ગૃહમંત્રી અમિત શાહ તા. 11 નવેમ્બરના રોજ રાત્રે
ધોરડો આવશે. ખાસ હેલિકોપ્ટર મારફતે તેઓ કચ્છમાં આવશે અને ધોરડોની તંબુ નગરીમાં રાતવાસો કરે તેની તૈયારીઓ હાલ કચ્છમાં શરૂ કરી દેવાઈ છે. બીજા દિવસે 12મીના સવારથી તેઓ સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજનાના સ્ટોલ મુલાકાત લેશે, જ્યાં કેટલીક યોજનાઓને ખુલ્લી પણ મૂકી શકે છે.

image source

સવારે 11થી 2 દરમ્યાન કચ્છના 105 મળીને બનાસકાંઠા, પાટણ એમ ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો તેમજ અધિકારીઓ સાથે બેઠક કરશે. સાથે જ તેઓ સંબોધન પણ કરશે.   સરહદી ગામોના વિકાસ માટે મળતાં નાણાં કઇ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે તેના અભિપ્રાય સરપંચો પાસેથી લેશે. પોતાના સંબોધનમાં BADP ની યોજના ભવિષ્યમાં કેવી રીતે વિસ્તારી શકાય અને સાચા અર્થમાં

image source

નાણાંનો ઉપયોગ થાય એ બાબતે સમજ આપશે. બાદમાં સીમા સુરક્ષાદળના અધિકારીઓ સાથે બેઠક કરશે. બપોરે ધોરડોમાં જ ભોજન લઇને પરત જાય તેવી શક્યતા છે. આમ, નવરાત્રિ બાદ ટૂંકા ગાળામાં જ અમિત શાહની આ બીજી ગુજરાતની મુલાકાત બની રહેશે.

છેલ્લે નવરાત્રીમાં અમિત શાહ અમદાવાદ આવ્યાં હતાં

image source

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લે નવરાત્રીમાં અમદાવાદ આવ્યાં હતાં. તેમણે પોતાના વતન માણસા ખાતે નવરાત્રીમાં બહુચર માતાની પૂજા આરતી કરી હતી. તેઓ કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિમાં લૉકડાઉનના 7 મહિના બાદ પોતાના વતન આવ્યાં હતાં.