જલ્સા કરોને જેંતીલાલ

કોલેજની ફી ભરવા શરૂ કર્યા કોચિંગ ક્લાસ, મોબાઈલ રિપેરિંગ પણ શીખ્યા આજે પોતાની છે સ્ટીલ કંપની

કોઈ પણ વ્યક્તિનો સમય બદલાતા વાર નથી લાગતી એક સમયે કરોડોમાં રમતા લોકો ક્યારેય બે ટાઈમના ભોજન માટે તરસી જાય છે અને ક્યાંરેય ઘરમાં ફૂટી કોડી ન હોય તે મહેનતા જોરે કરોડોની કંપની સ્થાપિત કરી દે છે. આવી એક કહાની છે દિલ્હીના ડો. અમિત મહેશ્વરીની કે જેમની પાસે એક સમયે ફી ભરવાના પૈસા ન હોતા લોકો કામ પણ આપતા ન હતા તેઓ આજે કરોડપતિ બની ગયા છે. દિલ્હીના ડો. અમિત માહેશ્વરીની. તેઓ કહે છે, મારે કોલેજની ફી ભરવાની હતી અને હું વિચારવા લાગ્યો કે શું કરવું, જેનાથી પૈસા આવે. હું એકાઉન્ટમાં સારો હતો. મેં વિચાર્યુ કે એકાઉન્ટ ભણાવું. તેનાથી જે પૈસા આવશે, તે કોલેજમાં જમા કરાવી દઈશ. અનેક કોચિંગ ઈન્સ્ટીટ્યુટમાં ગયો પણ કોઈએ કામ ન આપ્યું. તેઓ કહેતા કે તું ખુદ જ હાલ ધો. 12 પાસ થયો છો ત્યારે હું તને ટીચરની નોકરી કેવી રીતે આપી શકું. છતા પણ તેમણે હિંમત ન હારી.

હું 1200ની જગ્યાએ 1500 ફી લેવા લાગ્યો

image source

થોડા દિવસ આમ જ પસાર થયા ત્યાર બાદ મેં શહેરંમાં દિવાલો પર હોમ ટ્યુટરના પોસ્ટર લાગેલા જોયા. એ જોઈને મેં પણ મારા નામના પોસ્ટર અને નંબર આમતેમ ચિપકાવી દીધા.તેઓ કહે છે કે પોસ્ટર ચિપકાવવાના થોડા દિવસ પછી કોલ આવવાનું શરૂ થયું. એક પેરેન્ટે મને બોલાવ્યો. તેમને મારી ભણાવવાની રીત ગમી અને તેમણે 1200 રૂપિયા ફીમાં પોતાના સંતાનને ભણાવવાની જવાબદારી આપી. અને ત્યાર બાદ મારી કિસ્મત ચમકવા લાગી. ધીમે ધીમે કોલ આવવા લાગ્યા. હું અનેક ઘરોમાં જઈને બાળકોને ભણાવવા લાગ્યો. 1200ની જગ્યાએ 1500 ફી લેવા લાગ્યો. જ્યારે કામ વધ્યું તો કોચિંગવાળાઓને લાગ્યું કે આ છોકરો કોમ્પિટિશન આપી રહ્યો છે તો તેમણે તેમની કોચિંગમાં મને ટિચિંગ માટે ઓફર આપી પણ પછી હું એ ઈન્સ્ટીટ્યુટ્સમાં ન ગયો કે જેમણે મને રિજેક્ટ કર્યો હતો.

પોતાનું ઈન્સ્ટીટ્યૂટ ખોલવાનો વિચાર કર્યો

image source

તેના પછી મને આઈડિયા આવ્યો કે શા માટે ખુદનું જ કોચિંગ ઈન્સ્ટીટ્યુટ ન ખોલવું. અને પછી મે મારૂ પોતાનું ઈન્સ્ટીટ્યૂટ ખોલવાનો વિચાર કર્યો. અમિત કહે છે, પછી ઘરના ફર્સ્ટ ફ્લોર પર એક રૂમ હતો, તેમાં કોચિંગ શરૂ કર્યુ. કામ સારૂં ચાલ્યું. મહિનાના 15થી 20 હજાર કમાઈ લેતો હતો. બે વર્ષ પછી બહેને પણ ધો. 12 પાસ કર્યુ તો એ ઈંગ્લિશ ભણાવવા લાગી. જે બાળકો મારી પાસે એકાઉન્ટ અને ઈંગ્લીશ ભણવા આવતા હતા, તેઓ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ માટે અન્ય સ્થળે જતા હતા. તો મેં મારા મિત્રો સાથે વાત કરી. તેમને મારે ત્યાં ભણાવવા માટે કહ્યું. કેટલાક તૈયાર થઈ ગયા અને અમે બધા સબ્જેક્ટ પોતાના ઈન્સ્ટીટ્યુટમાં જ ભણાવવા લાગ્યા. તેના પછી બે વર્ષ બાદ સૌથી નાની બહેન પણ અમારી સાથે આવી અને અમારો સ્ટાફ વધતો ગયો લોકોને અમારૂ કામ પસંદ આવવા લાગ્યું.

350થી 400 સ્ટુડન્ટ્સ થઈ ગયા

image source

આ અંગે વાત કરતા તેઓ કહે છે કે મારી પરીક્ષા હતી મેં અન્ય ટીચર્સને ઈન્સ્ટીટ્યુટ સંભાળવા માટે કહ્યું. તેમણે કહ્યું કે સારું કામ કર્યુ તો લાગ્યું કે જ્યારે આ લોકો સંભાળી જ શકે છે તો શા માટે કોચિંગની વધુ બ્રાન્ચ શરૂ કરવામાં ન આવે. મેં એક વધુ બ્રાન્ચ ખોલી. ફાઈનલ યરમાં આવતા સુધીમાં ઈન્સ્ટીટ્યુટની આઠ બ્રાંચ થઈ ગઈ હતી. 350થી 400 સ્ટુડન્ટ્સ આવી રહ્યા હતા. મંથલી અર્નિંગ લગભગ 4 લાખ રૂપિયા થઈ ગઈ હતી. અને અમારો આત્મવિશ્વાસ વધી ગયો. ત્યાર બાદ ઈન્સ્ટીટ્યુટને મેનેજ કરવા માટે મેં નોકિયાનો એક સેકન્ડ હેન્ડ ફોન ખરીદ્યો. તેમાં કેટલીક મુશ્કેલી થઈ તો રિપેર કરાવવા લઈ ગયો. ટેકનીશિયને 10 મિનિટમાં ફોન રિપેર કરી દીધો અને 2000 રૂપિયા લીધા. મને લાગ્યું કે હું મહિનો આખો એક બાળકને ભણાવીને 2000 કમાઈ શકું છું અને તેણે 10 મિનિટમાં 2000 કમાઈ લીધા. આ વાત મારા મગજમાં બેસી ગઈ અને હુ વિચારવા લાગ્યો કે આ લાઈનમાં આગળ વધવુ જોઈએ,

મોબાઈલ રિપેરિંગ કોર્સનો સિલેબસ તૈયાર કર્યો

image source

આમ જોવા જઈએ તો સમયે મોબાઈલ માર્કેટમાં તેજી પણ હતી. મેં એ ટેકનીશિયનને પૂછ્યું કે તું મહિને કેટલું કમાઈ લે છે તો તેણે કહ્યું કે 25-30 હજાર થઈ જાય છે. મેં કહ્યું કે હું 30 હજાર આપીશ, તું મને મોબાઈલ રિપેર કરતા શીખવી દે. તેમણે કહ્યું કે ટેકનીશિયને અનેક ચીજો શીખવી. એ પછી મેં તેના ટેકનીકલ પાર્ટનો ઓનલાઈન અભ્યાસ કર્યો. બધું સમજ્યા પછી મોબાઈલ રિપેરિંગ કોર્સનો સિલેબસ તૈયાર કર્યો અને પોતાના કોચિંગમાં લોન્ચ કર્યો. પ્રથમ બેન્ચમાં જ ઘણા સારો રિસ્પોન્સ મળ્યો. 40 બાળકોની બેચ હતી અને એક પાસેથી અમે 15 હજાર રૂપિયા ફી લઈ રહ્યા હતા. અમારો પ્રોફિટ પાંચ ગણો વધી ગયો. થોડા જ મહિનામાં મેં મારી તમામ બ્રાન્ચ પર આ કોર્સ શરૂ કરાવી દીધો. અમિતે કહ્યું, કામ સારૂં મળવા લાગ્યું તો અમે ફ્રેન્ચાઈઝી આપવાનો પ્લાન કર્યો. જેથી અમે અમારો બિઝનેસ વધારી શકીએ અનો વધુ લોકો સુધી પહોંચી શકીએ.

એક ન્યૂઝ ચેનલમાં 22 હજાર રૂપિયાનો સ્લોટ બુક કર્યો

આ અંગે એક ન્યૂઝ ચેનલમાં 22 હજાર રૂપિયાનો સ્લોટ બુક કર્યો અને ફ્રેન્ચાઈઝીની જાહેરાત આપી. તેનાથી સમગ્ર દિલ્હીમાંથી મારી પાસે ઈન્કવાયરી આવી અને અનેક ફ્રેન્ચાઈઝી શરૂ થઈ. તેનાથી મને 8 લાખ રૂપિયા મળ્યા. જેનાથી મેં મારી કંપનીમાં કોર્પોરેટ સિસ્ટમ શરૂ કરી. ઓફિસનું રિનોવેશન કર્યુ. અનેક નવી ચીજો શરૂ કરી. આ દરમિયાન મારો અભ્યાસ પણ ચાલી રહ્યો હતો. એમ.કોમ., એમ. ફિલ., પીએચડી કર્યુ અને પછી એમબીએ પણ કર્યુ. આ બધું થતા 2012 આવી ગયું. આ એ સમય હતો જ્યારે ફોનની ટેકનોલોજીનું માર્કેટ ડાઉન થવા લાગ્યું હતું તો અમે લેપટોપ, ટેબલેટ, ડિજિટલ કેમેરા રિપેરિંગમાં દાખલ થયા. તેની ફી 50 હજાર રૂપિયા હતી એટલે કે મોબાઈલ રિપેરિંગ કોર્સથી પણ વધારે. તેમણે કહ્યું કે આ બધામાં મારા મનમાં હંમેશા એ ચાલતું રહેતું કે અમે વધુ શું કરી શકીએ. કઈ રીતે આગળ વધી શકીએ.

મને ફ્રેન્ચાઈઝીનો અનુભવ હતો

તેઓ આગળ વાત કરતા કહે છે કે ભારતમાં સ્ટીલનો ઉપયોગ ઘણી ઝડપથી વધી રહ્યો છે. સ્ટીલ માર્કેટનો અભ્યાસ કર્યો તો ખબર પડી કે સ્ટીલ કિંગ તો જર્મની છે. ત્યાંથી બધે ફેલાયું છે. હું જર્મની ગયો અને જોયું કે ત્યાં કામ કઈ રીતે થાય છે. આખી પ્રોસેસ સમજી. ત્યાં જ મેં નક્કી કરી લીધું હતું કે આ ફિલ્ડમાં કામ કરવું છે. પરત આવીને સ્ટીલ મેન્યુફેક્ચરીંગનું કામ શરૂ કરી દીધું. 2014માં મારી કંપની મેટાસ ઓવરસીઝ લિમિટેડ બની ગઈ હતી. અમે સ્ટેનલેસ સ્ટીલ મોડ્યુલર કિચન, વોર્ડરોબ, બાથરૂમ વેનિટી અને સ્ટીલ ઈન્ટિરિયરનું કામ શરૂ કર્યુ. મને ફ્રેન્ચાઈઝીનો અનુભવ હતો. પ્રોડક્ટ ભલે અલગ હોય પણ એ ખબર હતી કે વેચવાની કઈ રીતે છે. તેના પછી મેં ફ્રેન્ચાઈઝી મોડેલ પર કામ શરૂ કર્યુ અને 25 લાખ રૂપિયાની જાહેરાતો દ્વારા અનેક જગ્યાએ ફ્રેન્ચાઈઝી આપી. 2014માં અમારી કંપનીના 22 શોરૂમ્સ થઈ ગયા હતા. અમારો બિઝનેસ ઝડપથી વધી રહ્યો હતો. અમે લોકોની આશાઓ પર ખરા ઉતરી રહ્યા હતા.

દરેક કામની ઓપનિંગ નહીં પણ ક્લોઝિંગ ડેટ નક્કી કરો

ધંધો એટલો વિકસિત થયો કે 2020 આવતા સુધીમાં 33 એક્સ્લુઝિવ શોરૂમ, 150 ડિલરશીપ શોરૂમ, 16 હજારથી વધુ બિઝનેસ એસોસીએટ પાર્ટનર અને 126 કર્મચારીઓ થઈ ગયા હતા. ગત ફાઈનાન્શિયલ યરમાં કંપનીનું ટર્નઓવર 220 કરોડ રૂપિયા હતું. હવે મારૂં વિઝન 2025 સુધીમાં કંપનીનો આઈપીઓ લોન્ચ કરવાનું છે. અમિત કહે છે કે લોકો ઘણીવાર પૂછે છે કે ફ્રેન્ચાઈઝી કઈ રીતે અપાય, તો મેં તેનો પણ એક કોર્સ શરૂ કરી દીધો અને કન્સલ્ટિંગ કરવા લાગ્યો. જીવનમાં મેં આ જ શીખ્યું છે કે દરેક કામની ઓપનિંગ નહીં પણ ક્લોઝિંગ ડેટ નક્કી કરો. ક્યારે કયું કામ પૂરું કરવાનું છે, એ તમને ખબર હોવી જોઈએ. જે પણ કામમાં તમે તમારા 100 ટકા આપશો તેમાં તમને સફળ થતા કોઈ રોકી નહીં શકે. કોઈ પણ કામ હાથમાં લો તેને ત્યાં સુધી ન છોડો જ્યાં સુધી તમને સફળતા ન મળે. હિંમત હાર્યા વગર કામ કરશો તો સફળતા અવશ્ય મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version