ફિલ્મ કેરિયરથી અચાકનક કેમ દુર જવા લાગી અમિષા ? જાણી ને થશે આશ્ચર્ય…

અમીષા પટેલ એ બહુ લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહી છે. ઘણા સમયથી તે કોઇપણ ફિલ્મ કે પછી ટીવી-એડમાં નજર નથી આવી. હમણાં થોડા સમય પહેલા જ તેને પોતાના પ્રોડક્શન હાઉસની ટીમ સાથે જોવા મળી હતી, તેણે તે ફોટો સોશિયલ મીડિયામાં પણ શેર કર્યા હતા.

આ ફોટોમાં તમે અમીષાને વાઈટ ટીશર્ટ અને સાથે જીન્સના શોર્ટ્સમાં જોઈ શકો છો. આની સાથે તેણે louis Vuitton કંપનીનું એક સ્લિંગ પર્સ પણ લીધું છે, આ પર્સ અત્યારે ચારે તરફ ચર્ચામાં છે. તમને જાણીને નવાઈ લાગશે પણ અમીષા ભલે કોઈપણ મુવીમાં કે કોઈ કામ નથી કરતી પણ તેના શોખ તો બહુ જ અમીર લોકો જેવા છે જો તમને આ એક પર્સની કિમત જણાવીશું તો તેના શોખ વિષે તમને ખ્યાલ આવી જશે.

અમીષાના હાથમાં રહેલ આ પર્સની કિમત €2080 એટલે કે ૧ લાખ ૬૯ હજાર રૂપિયા છે. હા તમે સાચું વાંચી રહ્યા છો. અમીષા પાસે ભલે કશું કામ નથી પણ તેના કપડાથી લઈને પર્સ બહુ કિમતી હોય છે. અમીષા છેલ્લે વર્ષ ૨૦૧૩માં આવેલ મુવી “શોર્ટકટ રોમિયો” માં જોવા મળી હતી.

અમીષાના હાથમાં રહેલ આ પર્સની વાતો તો બધે જ થાય છે પણ તેની પહેલા સેમ આ પર્સ જાહ્નવી કપૂર પાસે પણ જોવા મળી હતી. થોડા દિવસ પહેલા જયારે જાહ્નવી કપૂર એ પોતાના જીમની બહાર બ્લ્યુ રંગના ઓફ સોલ્ડર ટોપ અને બ્લ્યુ શોર્ટ્સમાં જોવા મળી હતી. આ સમયે તે પર્સ તેની પાસે હતું. એટલે સુધી કે બંનેના કપડા પણ સરખા જેવા જ હતા. જાહ્નવી કપૂરે પણ ટોપ અને શોર્ટ્સ પહેર્યું હતું અને અમીષાએ પણ એવા જ કપડા પહેર્યા હતા.

વર્ષ ૨૦૦૦માં આવેલ મુવી “કહોના પ્યાર હૈ” થી અમિષાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અત્યારે તો અમીષા એ મોટી મોટી પાર્ટીઓમાં જોવા મળે છે. તમને વિશ્વાસ નહિ થાય પણ અમિષાએ એકવાર તો વગર આમંત્રણે કપૂર પરિવારની પાર્ટીમાં પણ ચાલી ગઈ હતી.

અત્યારે તો અમીષા એ રણબીર કપૂરને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરતી દેખાઈ રહી છે. પહેલી જ મુવીથી લોકોને પોતાના દીવાના કરી દેવાવાળી અમીષા પાસે અત્યારે કોઈપણ ફિલ્મ નથી. અમીષા અત્યારે તો પોતાના જીવનને લીધે ચર્ચામાં રહેતી હોય છે.

તમને જણાવી દઈએ કે અમીષાનું નામ એ ફિલ્મ મેકર વિક્રમ ભટ્ટ સાથે પણ જોડવામાં આવ્યું હતું. બંનેની મુલાકાત એ ૨૦૦૨માં ફિલ્મ આપ મુજે અચ્છે લગને લગે દરમિયાન થઇ હતી. આ બંને ટૂંક સમયમાં લગ્ન કરશે એવી પણ ચર્ચાઓ થતી હતી પણ ૫ વર્ષ પછી તે બંનેના સંબંધ તૂટી ગયા હતા.

લેખન – સંકલન : અશ્વિની ઠક્કર