એક સમય લોકોએ આમિર ખાનને પાકિસ્તાન તગેડી મૂકવાની પણ આપી હતી ધમકી, જાણો આમિર ખાનની કોન્ટ્રોવર્સીઝ વિશે

આમિર ખાન અને કિરણ રાવ લગ્ન થયાના ૧૫ વર્ષ બાદ એકબીજાની સહમતીથી છુટા પડવાની જાહેરાત કરી છે. તેમ છતાં બંને દીકરા આઝાદના કો- પેરેન્ટ્સ તરીકે રહેશે. આમિર ખાને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘કયામત સે કયામત તક’ થી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ આમિર ખાનએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતાના ઘણા શિખરો સર કરી લીધા છે. આમિર ખાન એવોર્ડ શોઝમાં ભાગ નહી લેવા માટે અને એક વર્ષ દરમિયાન અન્ય કલાકારો કરતા ઓછી ગુણવત્તા ધરાવતી ફિલ્મ નહી કરવા માટે પણ જાણવામાં આવે છે. અભિનેતા આમિર ખાનની આવી જ કેટલીક વિશેષ્ટોના લીધે બોલીવુડ ઇન્દસ્ત્રીના દિગ્ગજ અભિનેતા અને મિસ્ટર પરફેકશનિસ્ટ તરીકે જાણવામાં આવે છે. આમિર ખાન આમ તો શાંત સ્વભાવવાળા જોવા મળે છે પરંતુ તેઓ પણ અન્ય કલાકારોની જેમ આમિર ખાન પણ વિવાદોમાં ઘેરાઈ રહે છે. હવે જાણીશું અભિનેતા આમિર ખાનના મુખ્ય ૫ વિવાદો પર એક નજર નાખીએ….

-આમિર ખાન અને શાહરૂખ ખાન વચ્ચે વિવાદ.

image source

અભિનેતા આમિર ખાનએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારી પાસે એક કુતરું છે, એનું નામ શાહરૂખ ખાન છે. આમિર ખાનએ પોતાના એક બ્લોગમાં પણ લખ્યું હતું કે, શાહરૂખ મારા પગ ચાટે છે અને હું શાહરુખને વારંવાર બિસ્કીટ ખવડાવું છું. હવે આપ કોઈ તારણ પર આવો તેની પહેલા આપને જણાવી દઉં કે, શાહરૂખ મારા કુતરાનું નામ છે.

-અનૌરસ સંતાન:

અભિનેતા આમિર ખાન ત્યારે પણ વધારે વિવાદમાં આવ્યા હતા, જયારે તેમનું નામ એક બ્રિટીશ પત્રકાર જેસિકા હાઈન્સની સાથે જોડાયું હતું. તે સમયે બંને વચ્ચે સંબંધ હોવાની ચર્ચાએ ઘણું જોર પકડ્યું હતું. જયારે હવે એ સમયે એવું પણ ચર્ચાઓ થઈ હતી કે, આમિર ખાન અને જેસિકા હાઈન્સને એક સંતાન પણ છે. જો કે, તેનું જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ એવું કહેવાય છે કે, આમિર ખાનની મુલાકાત જેસિકા હાઈન્સની સાથે ફિલ્મ ‘ગુલામ’ના સેટ પર થઈ હતી અને ત્યારથી જ બંને વચ્ચે પ્રેમ શરુ થઈ ગયો હતો.

મીડિયા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે, આમિર ખાન અને જેસિકા હાઈન્સના આ સંબંધ દરમિયાન જેસિકા ગર્ભવતી થઈ ગઈ હતી, જેના લીધે આમિર ખાનએ જેસિકાને ગર્ભપાત કરાવી લેવાની સલાહ આપી હતી. જેસિકાને આમિર ખાનની આ વાત પસંદ નહી આવતા જેસિકાએ લંડનમાં રહીને જ બાળકની જવાબદારી ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આ તમામ ચર્ચાઓ અને અફવાઓ સાચી છે કે ખોટી તે વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

-અસહિષ્ણુતા અંગે ટીપ્પણી કરવી ભારે પડી.

image source

એક સમય એવો પણ આવ્યો હતો જયારે આખા દેશમાં અસહિષ્ણુતા વિષે ચર્ચાએ ખુબ જ જોર પકડ્યું હતું. ત્યારે આમિર ખાન આગમાં પણ કુદી પડ્યા હતા. ભારતમાં અસહિષ્ણુતા વિષે આમિર ખાન દ્વારા કરવામાં આવેલ ટીપ્પણીથી આખા દેશમાં રોષ ફેલાઈ ગયો હતો. અભિનેતા આમિર ખાનની ટીપ્પણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણો હોબાળો મચાવ્યો હતો. દેશમાં સત્તાધીશ પક્ષ અને વિપક્ષ પણ એકબીજાની સામ- સામે આવી ગયા હતા. અભિનેતા આમિર ખાન ત્યારે પણ વિવાદમાં સપડાઈ ગયા હતા. તે સમયે લોકોએ આમિર ખાનને એવું પણ કહી દીધું કે તને જો ભારતમાં અસહિષ્ણુતા હોય એવું લાગી રહ્યું હોય તો તું પાકિસ્તાન શિફ્ટ થઈ જા.

-અનૈતિક સંબંધો:

image source

વર્ષ ૨૦૦૨માં અભિનેતા આમિર ખાનએ જયારે પ્રથમ પત્ની રીના દત્તને છૂટાછેડા આપવાની અરજી કરી હતી, તે સમયે પણ તેમના અનૈતિક સંબંધનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે એવી વાતોનો પણ વંટોળ ચાલ્યો હતો કે, વર્ષ ૨૦૦૧માં કિરણ રાવની સાથે સંપર્કમાં આવ્યા બાદ આમિર ખાન અને રીના દત્તની વચ્ચે મતભેદ શરુ થઈ ગયા હતા. ત્યાર બાદ રીનાએ અભિનેતા આમિર ખાનને છૂટાછેડા આપી દેવાનો નિર્ણય કરી લીધો હતો. કિરણની જેમ જ આમિર ખાનએ, રીના દત્તની સાથે પણ પરસ્પર સહમતીથી જુદા થઈ ગયા હતા.

-‘PK’ ફીલ્મન આમિર ખાનના ન્યુડ પોસ્ટર દ્વારા સર્જાયો વિવાદ.

image source

વર્ષ ૨૦૧૪માં આવેલ અભિનેતા આમિર ખાનની ફિલ્મ ‘PK’ જયારે રીલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મ બે વિવાદોમાં સપડાઈ હતી.

-ધાર્મિક નેતાઓ દ્વારા આ ફિલ્મને ધર્મવિરોધી જાહેર કરી દેવામાં આવી હતી.

-બીજો વિવાદ ત્યારે થયો જયારે આમિર ખાનના ન્યુડ પોસ્ટરને રીલીઝ કરવામાં આવ્યું હતું.

આ પોસ્ટરમાં આમિર ખાન ન્યુડ હતા અને પોતાના પ્રાઈવેટ પાર્ટની સામે ટ્રાન્ઝીસ્ટર પકડીને ઉભા રહ્યા જોવા મળ્યા હતા. આ પોસ્ટરે રીલીઝ થતા જ રાતોરાત સમાચારમાં આવી ગયું હતું. જો કે, આમિર ખાનને અ પોસ્ટરના લીધે કોર્ટના ધક્કા ખાવા પડ્યા હતા, તેમ છતાં કોર્ટ દ્વારા આ કેસમાં હસ્તક્ષેપ કરવાની મનાઈ કરી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong