આમિર ખાન અને આલિયા ભટ્ટના પાવડો લઈને ખોદકામ કરતા ફોટો તમે જોયા કે નહિ?

આલિયા ભટ્ટ ફિલ્મ કંલકની શૂટિંગમાંથી સમય નીકાળીને લાતૂરના મરાઠાવાડામાં શ્રમદાન માટે પહોંચી છે. શ્રમદાન સેલેબ્સ દ્વારા શરૂ કરવામાં આવેલ એક સામાજિક પહેલ છે. જે આમિર ખાનના પાણી ફાઉન્ડેશન હેઠળ ચલાવામાં આવી રહી  છે. લાતૂરમાં આલિયા ભટ્ટ આમિર ખાનની સાથે આ અભિયાનનો હિસ્સો બની છે. જેની તસવીરો કેમેરામાં કેદ કરવામાં આવી છે.તસવીરોમાં આલિયા પાવડાથી માટીમાં ખાડો ખોદતી દેખાય રહી છે. 30 એપ્રિલએ આલિયા ભટ્ટએ ટ્વિટર પર મરાઠાવાડાના ગામમાં જઈને શ્રમદાન કરવાની જાણકારી આપી હતી. અભિનેત્રીએ સામાજિક કાર્ય સાથે જોડાવાથી ફેન્સ તેના  વખાન કરતા થાકતા નથી. ફેન્સએ આલિયાને કહ્યું કે, અમને તમારા પર ગર્વ છે. શ્રમદાન કરતા આલિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.તમને જણાવી દઈએ કે, મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાંક મોટા સ્ટાર્સ પણ આ અભિયાનમાં જોડાયા છે. તેમાં સાઈ તમ્હાંકર, જિતેન્દ્ર જોશી, જ્યોતિ સુભાષ, ગિરિષ કુલકર્ણી, અમય વાધ, અમૃતા સુભાષ પણ સામેલ છે.

આમિરના આ અભિયાન પાણી ફાઉન્ડેશન મહારાષ્ટ્ર સિવાય અલગ-અલગ ગામડાઓ માટે પણ છે. જે દેશમાં પાણીનું મહત્વ અને તેનો બચાવ કરવા માટે લોકોને જાગૃત કરે છે. આ અભિયાન હેઠળ આમિર એવા ગામડાઓમાં પાણી પહોંચાડશે  જ્યાં દુષ્કાળની સ્થિતી હોય અને પાણીની પણ ન આવતું હોય. લેબર ડે નાં દિવસે આમિર મહારાષ્ટ્રમાં મહા શ્રમદાનનો કાર્યક્રમ આયોજિત કરી રહ્યો છે. તે કેટલીક વખત આ યોજનાથી લોકોને જોડાવા માટે અપીલ કરે છે.

આમિરના અનુસાર, મહારાષ્ટ્રમા કેટલાંક એવા વિસ્તારો છે જે દુષ્કાળગ્રસ્ત છે. જેના કારણે દર વર્ષે ત્યાં પાણીની સમસ્યા ઉભી થાય છે. તેથી પાણી ફાઉન્ડેશન દ્વારા અમે પ્રયાસ કરીશું કે અમે પાણીબચાવ કરી શકીએ. જેથી આખા વર્ષ  દરમિયાન ગામાડાઓમાં પાણી મળી રહે. તેમણે જણાવ્યું કે, આ ઝુંબેશ માટે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બીજા લોકોને પણ સામેલ કરવા માટે અપીલ કરી છે.

તેમજ દીકરા આઝાદને લઈને આમિરે કહ્યું કે, તેણે આઝાદને પણ પાણી બચાવા માટે તૈયાર કર્યો છે. જ્યારે એ બ્રશ કરે છે ત્યારે પાણીનું એક ટીપાની કિંમત સમજાવતા તેને પણ પાણી બચાવ કરવાનો પ્રયત્ન કરે છે. તેનો આખો પરિવાર  પાણી ઉપયોગ બહુ ધ્યાન રાખીને કરે છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ બોલીવુડની જાણી અજાણી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી