જલ્સા કરોને જેંતીલાલ

ભારતના પ્રવાસ દરમિયાન ચા વેચવાના આઇડિયાથી પ્રેરિત થયેલી આ મહિલાએ અમેરિકા જઈ ચા વેચી ઉભું કર્યું કરોડોનું સામ્રાજ્ય !

આ અમિરકન સ્ત્રીએ અમેરિકામાં ચા વેચી ઉભી કરી કરોડોની સંપત્તિ !

“ચા” એક એવો શબ્દ છે જેને સાંભળતાં જ કાનમાં જાણે મીઠાશ ભળી જાય છે. ચાની વાત જ અજબ છે. આપણા ચા પ્રધાન દેશમાં ચા રાજનીતીથી માંડીને દરેક પ્રકારના કાર્યક્રમમાં મુખ્ય ભાગ રહી છે. ચા બનતી વખતે આદુ-અને ચાની સુગંધ તમારા દીમાગની બંધ નસોને પણ ખોલી દે છે.


હવે ભારતની ચાની સુગંધ અને સ્વાદ દેશ-વિદેશની ગલીઓ સુધી પોહંચી ગયા છે. તેના સ્વાદના દીવાના હવે તમને અમેરિકામાં પણ જોવા મળશે. ભારતીય ચાના સ્વાદથી પ્રેરીત થઈ અમેરિકામાં “ભક્તિ ચાય” નામની એક ચાની દુકાન આજકાલ ખુબ જ લાઈમલાઇટ ખેંચી રહી છે. એટલું જ નહીં પણ ચાના આ વ્યવસ્યાસમાંથી અત્યાર સુધીમાં 228 કરોડ રૂપિયા પણ કમાઈ લેવામાં આવ્યા છે.


ચા પીવડાવી સફળતાની નવીન વાર્તા લખનારી આ મહિલાનું નામ છે બ્રૂક એડ્ડી.

આમ જોવા જઈએ તો ભારતની 90 ટકા વસ્તી ચા પીવે છે. તે કારણસર અહીં દરેક જગ્યા પર દરેક ગલીના નાકે, દરેક ચોક પર તમને કોઈને કોઈ ચાની દુકાન મળી જ જશે. રસ્તા પર મળનારી ચાની મોટા ભાગની દુકાનો કોઈને કોઈ મજબૂરીના કારણે ખુલતી હોય છે.


બ્રુકની કરોડોની કમાણી આપનારી ચાની દુકાનની વાર્તા કંઈક અલગ પણ ખુબ જ પ્રેરણાદાયક છે. તેમને ભારત પ્રવાસ દરમિયાન ચાનો ચસ્કો લાગી ગયો કે તે તેને અમેરિકા જઈને પણ ન ભૂલી શકી. તે પોતાના શહેરના કેટલાક લોકલ કેફેમાં ચા પીવા ગઈ, પણ તેમને ભારત જેવી ચાનો સ્વાદ ક્યાંય ન મળ્યો.


પછી તો શું હતું ! તેમણે નક્કી કરી લીધું કે તે પોતે જ ચા બનાવશે જેનો સ્વાદ બિલકુલ ભારતમાં બનેલી ચા જેવો હશે. ત્યાર બાદ તેમણે વર્ષ 2007માં અમેરિકામાં ચાનો વ્યવસાય પણ શરૂ કરી દીધો. એક ઇન્ટર્વ્યૂમાં બ્રૂક જણાવે છે કે શરૂઆતમાં તેમણે ચા બનાવવાને લઈને થોડી તકલીફ ચોક્કસ થઈ હતી, પણ ધીમે ધીમે તે ભારતીય ચા બનાવતા શીખી ગઈ.

વર્ષ 2002માં બ્રુકે સામાજિક પરિવર્તન સાથે જોડાયેલા સ્વાધ્યાય આંદોલન પર “એનપીઆરની સ્ટોરી” સાંભળી અહીં પ્રયાણ કર્યું. એક ઇન્ટર્વ્યૂમાં તેમણે કહ્યું, “સ્વાધ્યાય મને ખુબ જ શાંતિપૂર્ણ પ્રવૃત્તિ લાગી. 2 કરોડ લોકો તેમાં ભાગ લઈ રહ્યા હતા પણ કોઈએ તેના વિષે સાંભળ્યું નથી.”


પોતાના રિસર્ચ દરમિયાન એડી પશ્ચિમ ભારતના ગામડે ગામડે ફરી. તે દરમિયાન તેમણે જાણ્યું કે વિચારો અને ધર્મના આધાર પર ભારતના લોકોમાં ભલે મતભેદ હોય, પણ એક કપ ચા આ લોકોને ફરી એક કરી દે છે. તે ધીમે ધેમ અલગ અલગ જગ્યાની ચા અને તેની સુગંધની દીવાની થઈ ગઈ. ચા પ્રત્યે તેમના રસે તેમને ચાની નિષ્ણાત બનાવી દીધી. બે જગ્યાની ચાની સુગંધને તે સેકંડમાં સમજીને અલગ કરી દે છે. પોતાની આ સમજના આધારે તેમણે એ પણ સાબિત કર્યું કે બે અલગ અલગ જગ્યાની ચા પણ અલગ હોય છે.


બોલ્ડર, કોલોરાડો પાછા ફર્યા બાદ તેમણે પોતાની કારની પાછળના ભાગમાં મેસન જાર મુકી વેચાણ શરુ કર્યું. તેમની ચાની ખાસિયત માત્ર સ્થાનીકતા જ નહીં પણ તે તેના બદલામાં માત્ર ચાને બનાવવામાં લાગેલા રૂપિયા જ લેતી. એટલે કે તેનો બિઝનેસ મંત્ર હતો નહી નફા નહીં નુકસાનના ધોરણે બિઝનેસનું વિસ્તરણ કરવું.


ખાસ વાત એ છે કે પોતાની આ આગવી પહેલ માટે તેમણે એન્જલ ઇન્વેસ્ટર્સ અને પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સ પાસેથી બધુ મળીને એક કરોડ ડોલર એટલે કે 65 કરોડ રૂપિયા મેળવ્યા. તેમની ચાનો બધો જ સામાન અમેરિકામાં બહારથી આવે છે. દા.ત. તે 3 લાખ પાઉન્ડ ઓર્ગેનિક આદુ પેરુથી મંગાવે છે.


પોતાના અભિયાનમાં બ્રુકે બિઝનેસ અને ભક્તિમાં સુંદર સંયોગ સ્થાપિત કર્યો છે. ભક્તિ ચા એ વર્ષ 2015માં ગીતા નામથી સામાજિક પરિવર્તનની પહેલ કરી છે. તે હેઠળ બેઘર લોકોને ભોજન આપવાથી લઈને લાખો લોકોને સ્વચ્છપાણી અપાવવા જેવા કામ માટે તેમની સંસ્થા દાન પણ આપે છે.

અત્યારસુધીમા તે 5 લાખ ડોલર એટલે કે 32.5 કરોડ રૂપિયા વહેંચી ચૂકી છે. ભારત પ્રત્યે તેમનું ગાંડપણ તેવુંને તેવું જ છે. ફ્રેશ આઇડિયા માટે તે ભારત આવતી જતી રહે છે.


માત્ર ચા વેચીને બ્રુક એડ્ડીએ અમિરકામાં છેલ્લા 11 વર્ષમાં લગભગ 228 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ‘ભક્તિ ચા’ને અમેરિકામાં ખુબ પસંદ કરવામાં આવે છે. ત્યાંના લોકો ચુસ્કીની સાથે સાથે બ્રૂકની ચાનો આનંદ લે છે. તેનો વ્યવસાય આ વર્ષે લગભગ 45 કરોડ રૂપિયા સુધી પોહોંચી ગયો છે. હાલમાં તેમની સાથે 26 કર્મચારીઓ કામ કરે છે.

આટલા રૂપિયા કમાયા બાદ પણ ભારત માટે બ્રુકનો પ્રેમ જરા પણ બદલાયો નથી. તેમનું કહેવું છે, ‘હું એક વ્હાઇટ ગર્લ છું અને અમિરકાના કોલોરાડોમાં જન્મી છું. મારા મનમાં ભારત માટે કંઈ જ ન હોવું જોઈએ, પણ મારા મનમાં પ્રેમ છે. મને ત્યાંના લોકો ત્યાંની વૈવિધ્યતા ખુબ ગમી. હું જ્યારે પણ ત્યાં જાઉં છું મને કંઈને કંઈ નવું જોવા મળે છે.’


માણસ પોતાની યોગ્ય ઓળખ ત્યારે જ બનાવી શકે છે જ્યારે તે તે જ કામ કરતો હોય જેમાં તેનું મન હોય. નહીંતર બધી જ વસ્તુઓની સાથે તેણે માત્ર સમાધાન જ કરવું પડે છે. કેટલાક લોકો પોતાના જીવનને વધારે સારુ બનાવવા માટે વહેણની વિરુદ્ધ જવાનું પસંદ કરે છે અને તેમાં સફળતા પણ મેળવે છે. બ્રુક એડ્ડીએ પોતાના રસને ઓળખી કામ શરૂ કર્યું અને આજે સફળતાના શીખર પર છે અને એવા લોકો માટે પ્રેરણારૂપ છે જે કોઈ જ કામને નાનુ કે મોટું નથી સમજતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version