થવા જઈ રહી છે અમદાવાદની 142મી રથયાત્રા, ભારત ઉપરાંત બીજા 190 દેશોમાં પણ ભગવાન નગર ચર્યા પર નીકળે છે

અમદાવાદની 142મી રથયાત્રા નિમિતે રથયાત્રા વિષે જોડાયેલી કેટલીક જાણીઅજાણી વાતો જાણો.

આ ચોથી જુલાઈ, એટલે કે ગુરુવારે અષાઢી બીજના દીવસે ભગવાન જગન્નાથ નગર દર્શને નીકળશે. અને હા, ચોથી જુલાઈ અમેરિકાનો સ્વતંત્રતા દીવસ પણ છે. પણ આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદની 142મી રથયાત્રા વિષે. હા અમદવાદમાં છેલ્લા 142 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. લગભગ ડોઢ સદી જ ગણી લો.

 

View this post on Instagram

 

A post shared by Jaimin Modi (@jaiminamodi) on


અમદાવાદની આ રથયાત્રા લગભગ 18 કી.મીટરના રુટ પર થાય છે અને આ રથ યાત્રાના દર્શન કરવા લાખો ભક્તો ભેગા થાય છે. અમદાવાદના જમાલપુર ખાતે આવેલા 400 વર્ષ જૂના જગનાથ મંદીરથી આ યાત્રાની શરૂઆત કરવામા આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanatan Dharma-সনাতন ধর্ম (@sanatandharmaonline) on

તો ચાલો જાણીએ જગન્નાથજીની રથ યાત્રા વિષેની જાણી અજાણી વાતો

જગન્નાથ પુરીની રથ યાત્રા બાદ જો કોઈ સૌથી વધારે લોકપ્રિય રથયાત્રા થતી હોય તો તે અમદાવાદના જુના શહેરમાં થાય છે. જો કે આ ઉપરાંત ગુજરાતના ભાવનગર, વડોદરા, ગાંધીનગર, સુરત અને પોરબંદરમાં પણ રથયાત્રાનું આયોજન કરવામા આવે છે.

રથ યાત્રામાં ત્રણ રથની નગરચર્યા કરાવવામાં આવે છે. જેમાં ભગવાન જગન્નતાથ, તેમના મોટા ભાઈ બલરામ અને તેમની બહેન સુભદ્રાજીના રથને ભક્તો પોતાના હાથે ખેંચીને નગરની યાત્રા પર લઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by GURJEET SINGH CHIB (@gurjeet_chib) on

જગન્નાથ પુરીમાં આ યાત્રાનું સ્વરૂપ ખુબ જ ભવ્ય હોય છે. આ યાત્રાનું આયોજન છેલ્લા 500 વર્ષથી કરવામાં આવે છે. અહીં અત્યંત વિશાળ રથ પર ભગવાન જગન્નાથને નગરની યાત્રા કરાવવામાં આવે છે. જો કે આ યાત્રા માત્ર ત્રણ કીલો મીટરની જ હોય છે. જગન્નાથ પુરીની રથયાત્રામાં વપરાતા રથની ઉંચાઈ 45 ફૂટ હોય છે અને તેની પહોળાઈ લગભગ 35 સ્ક્વેર ફૂટ હોય છે. એક વિશાળ ખંડ જ સમજી લો.

 

View this post on Instagram

 

A post shared by lord jagannath (@lordjagannath) on

જગન્નાથ પુરીના રથને દર વર્ષે નવા બનાવવામાં આવે છે. આ રથ બનાવવામાં લગભગ બે મહીના જેટલો સમય લાગે છે. તેના નિર્મણ બાદ તેને સુંદર રીતે પેઇન્ટ કરવામાં આવે છે. રથયાત્રાને શ્રી ગુડીચા યાત્રા તરીકે પણ બોલાવવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Khan Jewellers (@khanjewellers) on


શું તમે રથયાત્રાના રથ વિષે આ બાબત જાણો છો ?

જગન્નાથ પૂરીમાં વપરાતા રથને દર વર્ષે બનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ કહેવામાં આવે છે. જગન્નાથજીના રથના કુલ 16 પૈડા હોય છે. બાલભદ્રના રથને તલધ્વજા કહેવામાં આવે છે. બાલભદ્રજીના રથના કુલ 14 પૈડા હોય છે. જ્યારે બહેન સુભદ્રાજીના રથને દ્વારપદલાના કહેવાય છે. આ રથના 12 પૈડા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Dp 💞 (@parth_desai169) on

જગન્નાથ પુરીની અધુરી મુર્તિઓ પાછળનું રહસ્ય શું છે ?

એવી વાયકા છે કે જ્યારે આ મૂર્તિઓ બનાવવામાં આવી રહી હતી ત્યારે તે સમયના શાસક રાજાને મૂર્તિકારે જ્યાં સુધી મૂર્તિઓ સંપૂર્ણપણે તૈયાર ન થઈ જાય ત્યાં સુધી દરવાજા ખોલવાની ના પાડી હતી. પણ ઉત્સુક રાજાએ તેમની વાત ન માની અને મૂર્તિ જોવાની ઉત્સુકતામાં મૂર્તિકાર જે ખંડમાં મૂર્તિ બનાવતો હતો ત્યાંના દરવાજા ખોલી નાખ્યા. અને આ કારણે મૂર્તિઓ અધુરી રહી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Kaushik Patel (@gujarattouristguide) on


જગ્ગનાથ પુરીની યાત્રામાં રથ પહેલાં સોનાના હાથાવાળી સાવરણીથી રસ્તો સાફ કરવામાં આવે છે. આ સદીયોથી ચાલતી આવતી પરંપરા છે રાજાઓના વંશજ પરંપરાગત રીતે રસ્તો સાફ કરે છે. જોકે હવે ભારતમાં રાજાઓનુ શાસન નથી માટે પુરીમાં એક અધિકારી રાજા બનાવવામાં આવે છે અને આ રાજા યાત્રા શરૂ થતાં પહેલાં મંદીરની બહાર રસ્તાને સોનાના હાથવા વાળા સાવરણાથી સાફ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by HI Tours (@hitours) on

એવું કહેવાય છે કે જગ્ગનાથ પુરીની યાત્રામાં વરસાદ ચોક્કસ થાય છે. વર્ષોથી ચાલી આવતી આ રથયાત્રામાં એવું ક્યારેય નથી બન્યું કે રથયાત્રાના દિવસે વરસાદ ન થો હોય. જો કે આ વાત તો અમદાવાદની રથયાત્રા માટે પણ સાચી જ સાબિત થઈ છે. અમદાવાદની રથયાત્રામાં પણ રથયાત્રા દરમિયાન એકવાર તો અમી છાંટણા થાય જ છે.

ભારત ઉપરાંત બીજા 190 દેશોમાં થાય છે રથયાત્રાનું આયોજન

તમને જાણીને નવાઈ લાગશે પણ માત્ર ભારતમાં જ નહીં પણ બીજા દેશોમાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિશ્વના મોટા શહેરો જેવા કે મોસ્કો, ન્યુયોર્ક, લંડન, રોમ, લોસએન્જેલસ વિગેરેનો પણ સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by ॐ Hindu 卐 (@hindu._) on

આજે વિદેશમાં લાખો હીન્દુઓ વસે છે જેમણે ભલે પોતાના પેટ ખાતર દેશ છોડ્યો હોય પણ તેઓ પોતાના ભગવાનને ક્યારેય ભુલ્યા નથી. વિદેશોમાં વસતા હીન્દુઓ અવારનવાર હીન્દુ તહેવારો પર જાહેર ઉજવણીનું આયોજન વિદેશમાં પણ રાખતા હોય છે. આજે દીવાળીની જાહેર ઉજવણી વિદેશોમાં બેબે દીવસ સુધી કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Juanita Crispin (@iamhartford) on

તેવી જ રીતે ભગવાન જગન્નાથ પુરીના ભક્તો ભલે દુનિયાના કોઈ પણ ખુણે વસેલા હોય તેઓ ત્યાં પણ ભગવાન જગ્ગનાથ પુરીને નગર યાત્રા કરાવવાનું નથી ચુકતા.

અમેરિકાના સાનફ્રાન્સીસ્કોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને ખુબ જ ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રાનુ આયોજન ઇસ્કોન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ યાત્રામાં તમે કોઈ પણ ધર્મના કેમ ન હોવ દરેકને સમાવામાં આવે છે દરેકનું અહીં સમ્માન કરવામા આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Dinesh Kumarnath Mohunram (@dkm108) on

વેનિસમાં પ્રથમ રથયાત્રા ઉત્સવ 1977માં યોજવામાં આવી હતી. અને એવું કહેવાય છે કે ત્યાંના 40 ફૂટ મોટા રથને હાથી દ્વારા ખેંચવામાં આવ્યો હતો. જો કે સમય જતાં લોકોની સેફ્ટી માટે હાથીની જગ્યાએ જાડા દોરડા બાંધીને ભક્તો વડે રથને ખેંચવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Face Angeles (@faceangeles) on

ભક્તો સાથે સાથે “હરે રામા હરે ક્રીષ્નાની” ધૂન સતત ગાતા રહે છે. યાત્રા કરાવીને વેનિસના એક બીચ પર રથને પાર્ક કરવામાં આવે છે અને તે જ જગ્યાએ એક મેળાનું પણ આયોજન કરવામાં આ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ