જલ્સા કરોને જેંતીલાલ

અમદાવાદમાં સ્મશાન પાસે આવેલા આ ટી સ્ટોલ પર લોકો શોખથી ચૂડેલ ચા અને વિરાના દૂધ પીવે છે..

અહીં મળે છે કંકાલ બિસ્કિટ, ભૂત કોફી અને વિરાના દૂધ.

સ્મશાન એ આપણા જીવન સાથે જોડાયેલું એક કડવું સત્ય છે. માણસ જીવે છે તેણે વહેલા મોડો દેહ તો છોડવો જ પડે છે અને હીન્દુ શાસ્ત્રે પ્રમાણે હીન્દુના શરીરને મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર આપવો પડે છે.

આપણે જ્યારે સ્મશાન વિષે વિચારીએ એટલે આપણા દૃશ્ય પલટ પર એક સુમસામ જગ્યાઓ અને ડાઘુઓ ખડા થઈ જાય. પણ તમે ક્યારેય સ્મશાનની અડોઅડ ટી-સ્ટોલ ખોલવાનો કે પછી ત્યાં જઈને ચા પીવાની કલ્પના પણ કરી શકો ? થોડું વિચિત્ર લાગે કેમ ?

પણ અમદાવાદના ઇન્દીરા બ્રીજ પાસેના એક સ્મશાન આગળ અનિલ બજરંગ નામના યુવાને ટી-સ્ટોલ ખોલવાનું સાહસ કર્યું છે. અને તેણે આ જગ્યાનો પુરતો ફાયદો ઉઠાવ્યો છે. ટી સ્ટોલનું નામ છે ભયાનક ટી સ્ટોલ અને તે ટી સ્ટોલમાં પીરસવામાં આવતી, ચા, દૂધ બિસ્કિટ વિગેરેના નામ પણ ટી સ્ટોલના નામ જેટલા જ ભાનક છે.

અહીં ચૂડેલ નામની ચા મળે છે તો કંકાલ નામના બિસ્કીટ મળે છે તો અસ્થી નામની ખારી મળે છે. આટલું જ નહીં અહીં મળતા દૂધને વિરાના દૂધ નામ આપવામાં આવ્યું છે.

આ યુવાનની માર્કેટીંગ સ્ટ્રેટેજીની તો દાદ આપવી પડે તેમ છે. આવી જગ્યાનો પણ આ યુવાને પોતાના ધંધા માટે ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે અને તેમાં તેને સફળતા પણ મળી છે.

જો કે અનિલ પોતે આ ટી-સ્ટોલ કેવી રીતે ખોલ્યો તે બાબતે વિગતે જણાવતા કહે છે કે તે અહીં ટી સ્ટોલ ખોલ્યા પહેલાં શાંત વાતાવરણમાં વાંચન માટે આવતો હતો. અને અહીં તે ઘણી બધી આધ્યાત્મિક પુસ્તિકાઓ વાંચતો હતો. અને તેને એકવાર ઝબકારો થયો કે આ જગ્યા એક ટી સ્ટોલ માટે ખરેખર એક ઉત્તમ જગ્યા સાબિત થઈ શકે છે.

શરૂઆતમાં તેમને પોતાને પણ થોડું વિચિત્ર લાગ્યું પણ. જીજ્ઞાશા ખાતર અને ટી સ્ટોલના આવા બિહામણા નામથી આકર્ષિત થઈને ગ્રાહકો આવવા લાગ્યા. ટી સ્ટોલમાં મળથી વિવિધ આઇટમોના નામ વાંચીને ગ્રાહકોને હસવું આવતું.

ઉલટાનું બન્યું એવું કે જે લોકો અહીં અંતિમ સંસ્કાર કરવા આવતા તેઓ પણ બહાર નીકળીને જ્યારે આ ટી સ્ટોલનું નામ અને તેની વેરાઇટી જુએ ત્યારે જરાક અમથું તો હસી જ લેતા.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version