જલ્સા કરોને જેંતીલાલ

અમદાવાદના રસ્તાઓ ઉપર દોડવા લાગી છે ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રોનિક બસ, જાણો કેવીરીતે ક્યાંથી બેસી શકશો..

લેસ્ટેસ્ટ મોડેલની આધુનિક સુવિધાઓથી સજ્જ ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રોનિક બસ અમદાવાદના વિશાળ માર્ગો પર સફર કરવા લાગી છે. જાણો, તેના રૂટ અને ફેસિલિટઝ વિશે… અમદાવાદના રસ્તાઓ ઉપર દોડવા લાગી છે ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રોનિક બસ. પહેલા તબક્કામાં એક સાથે ૩૨ જગ્યાઓ ઉપર ૫૦ જેટલી બસ કરશે પરિવહન…

ગુજરાતે વિકાસના માર્ગે વધુ એક પગલું ઉપાડ્યું છે. જેમાં અમદાવાદના નગરજનો માટે હવે સિટી રાઈડ એકદમ શાંતિપૂર્ણ, સરળ અને આરામદાય થઈ રહી છે. દોડતા અને ભાગતા આ શહેર માટે હવે એક આનંદના સમાચાર એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) નિયમિત ધોરણે શહેરના અમુક રૂટ પર ઇલેક્ટ્રિક બસનું સંચાલન શરૂ કરવા જઈ રહી છે.

મહાનગરપાલિકા દ્વારા આયોજિત બે મોટી યોજનાઓને ખુલ્લી મૂકવા માટે કેન્દ્ર સરકાર તરફથી ગૃહમંત્રી અમીત શાહ એક નહીં બલ્કે બે મોટા પ્રોજેક્ટસનું ઉદગાટન કરવા ગત અઠવાડિયે અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ જનમાર્ગ લિ.દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન યોજનાને વેગ આપવાના પ્રયાસરૂપે તારીખ ૨૯મી ઓગસ્ટના રોજ ગુરુવારે શહેરના સોલા વિસ્તારમાં પહોંચીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ એક સાથે આઠ ઈલેક્ટ્રિક બસનું લોકોર્પણ કર્યું છે.

કુલ ૫૦ બસો અને ૩૨ જેટલા સ્થાનોએ ફરશે આ બસ..

બુધવારે ૨૮મી ઓગસ્ટે આ વિશે મેયર બિજલ પટેલે પત્રકારો અને મીડિયાના સંવાદદાતાઓને સવિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે આ નવી પ્રકારની બસને કારણે શહેરને સ્વચ્છ અને લીલુંછમ બનાવવાની સફરની શરૂઆત હશે. પ્રથમ તબક્કામાં હાલમાં કુલ તો બસો શરૂ કરવામાં આવશે, જેમાંથી ૩૨ રેગ્યુલર ઇલેક્ટ્રિક બસ હશે, જ્યારે બાકીની ૧૮ બસ સ્વેપ ટેકનોલોજીવાળી બસ હશે, જેમાં રેગ્યુલર ચાર્જિંગને બદલે બેટરીઓ અદલાબદલ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આ નવા આયોજન ઉપર વધુ પ્રકાશ પાડીને કહ્યું કે આનાથી જાહેર પરિવહનનું ભારણ ઓછું થશે અને તેને કારણૅ વધુ મુસાફરોને લઈ જવામાં સરળતા થશે.

આ ઇલેક્ટ્રોનિક બસ વિશે વધારે જાણો…

અમદાવાદમાં દોડનારી ઇલેક્ટ્રોનિક બસની ખાસિયત વિશે વધારે જણાવતાં તેઓ કહે છે કે આ બસની દરેક બેટરી આશરે ૬૦૦ કિલોગ્રામની હોય છે. જો આવી વધુ બેટરીની જરૂર પડે તો વધારાનું વજન મુસાફરોની સંખ્યામાં ઘટાડો કરવો પડે. રાણીપ ખાતે ફાસ્ટ ચાર્જિંગ અને સ્વેપ સ્ટેશનની સમર્પિત સુવિધા છે, જ્યાં આ બેટરી અદલાબદલ કરવામાં આવશે. તેને બદલવામાં લગભગ ચાર મિનિટ જેટલો સમય લે છે. બસની બેટરીને બદલવાની આ સમગ્ર પ્રક્રિયા રોબોટિક અને સ્વચાલિત છે. આ નવી સુવિધા મુજબ તે એક સાથે ૧૨ બેટરી ચાર્જ કરી શકે છે.

સામાન્ય ઇલેક્ટ્રિક બસો ચાર્જ દીઠ ૨૦૦ કિ.મી. સુધી દોડી શકે છે, જ્યારે સ્વેપ સુવિધાવાળી બસો ફક્ત ૪૦ કિ.મી. સુધી દોડી શકે છે. રેગ્યુલર ઇલેક્ટ્રોનિક બસને ઓવર નાઈટ ચાર્જિંગમાં મૂકવાની રહે છે જેથી તે લાંબી સફર કરી શકે. આ બસીસનું મોડેલ ગ્રોસ કોસ્ટ કાઢીને અશોક લેલેન્ડ પાસેથી લેવામાં આવી છે, જેમાં અશોક લેલેન્ડ બસોની માલિકી ધરાવે છે, સંચાલન કરશે અને તેની સારસંભાળ પણ તેઓ જ કરશે, જ્યારે એએમસી કંપનીને પ્રતિ કિલોમીટર દર ચૂકવશે. તેથી, તે ફક્ત ઓપરેશનલ ખર્ચ છે જે એએમસીએ નિભાવવું પડશે. આ આયોજન મૂડી રોકાણ અને તેની જાળવણી ખર્ચ કરતાં સરળ રહેશે.

છ મહિના પહેલાં લેવાઈ હતી ટ્રાયલ

મીડિયાને મળેલ માહિતી મુજબ આ આયોજનની શરૂઆત લગભગ છ મહિના પહેલાં ટ્રાયલ રન લેવામાં આવી રહ્યા હતા અને સેવાઓને હવે નિયમિત ધોરણે શરૂ કરવામાં આવી રહી છે. વળી, કેન્દ્ર સરકાર તરફથી એએમસીને મળેલી આ બસની પહેલી બેચ જ છે, અને બીજી બેચ આશરે બે મહિના બાદ આવે તેવી સંભાવના છે. અધિકારીના જણાવ્યા મુજબ હવે, લગભગ બે મહિના પછી અમદાવાદ શહેરને બીજા તબક્કામાં અન્ય ૩૨ ઇલેક્ટ્રિક બસ મળશે.

શું છે આ બસની ખાસિયત…

ફાસ્ટ એડેપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ (હાઇબ્રિડ) અને ઇલેક્ટ્રિક વ્હિકલ્સ (એફએમએએમ) યોજના હેઠળ, અમદાવાદને આગામી આયોજબ મુજબ ૩૦૦ જેટલી ઇલેક્ટ્રિક બસો મળશે, જે હાલમાં, ફક્ત મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા શહેરોમાં ચાલી રહી છે જે ગુજરાતના આ ઔદ્યોગિક શહેરમાં દોડશે. આ યોજના હેઠળ ગુજરાતને ૫૫૦ ઇલેક્ટ્રિક બસો મળશે તેનું આયોજન કરાઈ રહ્યું છે. આ યોજના અંતર્ગત જેનું લક્ષ્ય દેશભરના મુખ્ય ૬૪ શહેરોને કુલ ૫,૫૯૫ ઇલેક્ટ્રિક બસો આપવાનું છે. આ હિસાબે આપણે ગર્વ કરી શકીએ કે દેશના પ્રગતિશીલ અને ગતિશીલ મુખ્ય શહેરોમાં આપણાં અમદાવાદને પણ તેનો લાભ મળ્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version