જલ્સા કરોને જેંતીલાલ

આ અમદાવાદી યુવકે ખતરનાક જંગલમાં રિસર્ચ કરવા માટે એક અઠવાડિયું ભૂખ્યા તરસ્યા રહીને વિતાવ્યું…

અમદાવાદના સાહસિક યુવાનને વિદેશના જ્યાં ઝેરીલા સાપ અને ખૂખાર પ્રાણીઓ વસે છે એવા ખતરનાક જંગલમાં રિસર્ચ કરવા માટે એક અઠવાડિયું ભૂખ્યા તરસ્યા રહીને વિતાવ્યું. એવું જંગલ જ્યાં ભાગ્યે જ વ્યક્તિ બચી શકે ત્યાં આ સાહસિક વિદ્યાર્થીએ ઊંડે સુધી ઊતરીને કર્યું વાઇલ્ડ લાઈફ ઉપર રિસર્ચ, જેના પરથી બનશે ડોક્યુમેન્ટરી…

આપણાં દેશમાં જ રહીને અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ એટલું સારું અને સાહસિક કામ કરતા હોય છે કે તેમના વિશે જાણીએ તો આપણને જરૂર ગર્વ થાય. જેઓ પોતાની મહેનત અને ધગશથી પ્રયત્નો કરીને વિદેશોમાં પણ નામ કમાતા થયા છે. તેવા યુવાનો કોઈ સ્પોર્ટ્સ પર્સન કે હીરોથી ઓછા નથી હોતા. ખરેખર તો તેઓ જ રીયલ લાઈફ હીરો હોય છે જે પોતાનો જીવ જોખમમાં મૂકીને કંઈક નવું કરવા માટે આગળ વધતા હોય છે. આજે તમારા માટે એક એવા સાહસિક યુવકની વાત લઈને આવ્યા છીએ જેણે પોતાનો જીવ એવા ખૂંખાર જંગલમાં મૂક્યો હતો કે જ્યાંથી જીવંત પાછા આવવું એજ મોટી વાત છે.

આજે ટ્રેકિંગ અને કેમ્પિંગ કરવા જંગલોમાં અને પહાડો ઉપર જતા હોય છે. અમે તમને જે યુવાનની વાત કરી રહ્યાં છીએ એ જંગલ એટલું જ ખતરાથી ભરેલું છે કે ત્યાં ઉકળતી નદી, ઝેરીલા જીવજીતુઓ અને ત્યાંના આદીવાસી જંગલી પ્રજાતિઓ પણ મારી નાખીને ખાઈ જઈ શકે છે. જાણો છો? એ કયું જંગલ છે? અને શું કર્યું છે આ યુવકે સાહસનું કામ જાણીએ…

શું કરે છે આ યુવક અને કોણ છે તે…

મૂળ અમદાવાદનો આ યુવક જેનું નામ છે રોહન હુડિયા. તે પ્રખ્યાત જંગલ એમેઝોન રેઈનીફોરેસ્ટમાં જીવ જોખમમાં મૂકીને આઠ રાતો પસાર કરી છે. સ્કોટલેન્ડમાં અભ્યાસ કરતો આ ૨૦ જ વર્ષનો છોકરો, ખાસ પ્રકારના સ્પાઈડર મંકિ ઉપર રિસર્ચ કરી રહ્યો છે. તે સ્કોટલેંડમાં રહીને કોંપ્યુટર સાઇન્સ એન્ડ ન્યૂરો રિસર્ચનો અભ્યાસ કરી રહ્યો છે. સાથે નાસા સાથે રહીને સ્ટાર્ટઅપમાં રિસર્ચરનું કામ કરે છે. તેની ટીમે ભયંકર જંગલમાં ઉતરીને આઠ રાતો સુધી જંગલના રહસ્યોને શોધવાના પ્રયત્નો કર્યા. અગાઉ તેણે હાવર્ડ યુનિવર્સીટી સાથે પન રિસર્ચરનું કામ કરેલું છે.

કેવું છે આ એમેઝોન રેનીફોરેસ્ટ?

આ ભંયકર ઘટાદાર જંગલનાં બે સ્વરૂપ જોવા મળે છે. પહેલી દ્રષ્ટિએ આ જંગલ તેની સુંદરતાથી લોકોનું મન મોહી લઈ શકે તેવું છે, તો બીજી તરફ તે જીવલેણ પણ છે. જંગલનું કુદરતી સૌંદર્ય જોઈને અહીં પ્રવાસીઓ અનોખી લાલચ સાથે આવી ચડે છે. પરંતુ અહીં ટકવું ખૂબ જ મુશ્કેલ છે. આ જંગલનું નામ એમેઝોન રેઈન્ફોરેસ્ટ છે અને તે દક્ષિણ અમેરિકાથી બ્રાઝિલ સુધીના વિસ્તારમાં ફેલાયેલું છે. એમેઝોન જંગલ કુલ મળીને નવ દેશો સુધી ફેલાયેલ છે.

કોલંબિયા, વેનેઝુએલા, ઈક્વાડોર, બોલિવિયા, ગુયાના, સુરીનામ અને ફ્રેન્ચ ગુયાના. એવું મનાય છે કે, એમેઝોન જંગલ જો કોઈ સ્થાપિત દેશ હોત તો તેને આપણી દુનિયાનો નવમો સૌથી મોટો દેશ ગણી શકાત. આપને જણાવીએ કે વિશ્વમાં દસ જેટલા એવા દેશો છે જ્યાં કોઈજ પ્રકારે જગંલનો વિસ્તાર જ નથી, તો તેની સરખામણીએ એવા પણ ઘણા દેશ છે જ્યાં જે વિશ્વના સૌથી મોટા વિસ્તરેલા જગંલો આવેલા છે અને જેનો વન વિસ્તાર ૬૦ ટકા જેટલો વ્યાપેલો છે. દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલ આ એમેઝોન નદીના કિનારે ફેલાયેલ એમેઝોનનાં જંગલો ૭૦ લાખ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે. તે વિશ્વનું એકમાત્ર સૌથી મોટું જગંલ છે. આપને જણાવીએ કે પૃથ્વીના નકશામાં સૌથી મોટા જંગલો રશિયાની ઉત્તરે આવેલ સાઈબિરિયાનાં જંગલો છે. આ સાઈબિરિયાનું જંગલ ૮૫ લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે.

એમેઝોન રેઈનફોરેસ્ટને દુનિયાનું સૌથી મોટું વર્ષાવન પણ કહેવામાં આવ્યું છે. અહીં જંગી સંખ્યામાં મોટા અને લાંબા વૃક્ષો વિસ્તર્યા છે કે અહીં આકાશ પણ સ્પસ્ટ નથી જોઈ શકાતું અને તડકો પણ વ્યવસ્થિત રીતે નથી પહોંચી શકતો. તેને પૃથ્વીના ફેફસાંના નામથી પણ ઓળખાય છે. અહીં એવો દાવો કરાય છે કે આ વિસ્તારમાં દુનિયાનો ૨૦ ટકા ઓક્સિજન બને છે. અહીં વૃક્ષો, જીવજંતુઓ, કીડા-મકોડા, પ્રાણીઓ વગેરેની અઢળક અને અલભ્ય પ્રજાતિઓ છે. તમને જાણીને નવાઈ લાગશે કે એશિયા ખંડ અને દક્ષિણ અમેરિકાના વિસ્તારોમાં આવેલ આ જંગલોમાં ઉડતા સાપ, ઉડતા દેડકા અને ઉડતી ખિસકોલી જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. જે ઝેરીલા પણ હોય છે.

શું હતું આ સાહસ કાર્ય, જાણીને તમને પરસેવો છૂટી જશે…

એમેઝોન જંગલમાં એક ૧૧ જણાની રિસર્ચ ટીમ હેલિકોપ્ટર દ્વારા દોરડાંથી સવારે સાડા પાંચ વાગ્યે આ જંગલોમાં ઉતરી હતી. જેમાં બે આર્મીના જવાનો, બે સર્વાઈવર ઓફિસર્સ અને બાકી બધા રિસર્ચર્સ હતા. રોહન હુડિયા નામનો અમદાવાદનો સાવ નાની ઉમરનો છોકરો બહુ રેર કહેવાય એવા સ્પાઈડર મંકિ વિશે રિસર્ચ કરવા ઉતર્યો હતો. તેમણે સતત આઠ દિવસ સુધી આ જંગલોમાં રહીને કામ કર્યું હતું. ત્યાં સાંજ પણ ખૂબ જ વહેલી પડી જતી. સાડા ચાર વાગ્યામાં અંધારું થવા લાગતું કારણ કે તે જંગલ ખૂબ જ ઘટાદાર છે અને આકાશ પણ માંડ દેખા દે છે.

રાતવાસો આ સાહસિકોએ લાંબા અને ઊંચા ઝાડો ઉપર ચડીને દોરડાંથી જાતને બાંધીને વિતાવવી પડતી હતી. કારણ કે જમીન પરના જંતુઓ અને હિંસક પ્રાણીઓનો ભરોસો ન કરી શકાય. તેમનો ખાણીપીણીનો સામાન પણ ધીરેધીરે ખૂટવા લાગ્યો હતો. તેમના સાથીઓએ સાપનો સૂપ બનાવીને કે અમુક જીવાતો ખાઈને પેટ ભરતા હતા જ્યારે રોહને તો ફળફળાદિ ખાઈને અને ક્યારે તો ભૂખ્યા રહીને રાત વીતાવવી પડતી હતી.

આ ભૂલભૂલામણી જેવા જંગલમાં માંડ મળતા સ્પાઈડર મંકિ મળી જતાં તેનો પીછો કર્યો અને તેના વિશે તેણે રિસર્ચ પણ કર્યું. આ કઈરીતે પોતાનો ખોરાક અને શિકાર શોધે છે, ક્યા વિસ્તારોમાં તે રહે છે અને પોતાનો જીવ તે કઈરીતે દુશ્મનોથી બચાવે છે, વગેરે જેવી વાતો નોંધીને તેનું પેપરવર્ક કર્યું અને વીડિયોઝ બનાવ્યા. આ વીડિયોઝ અને તેની ઉપરનું રિસર્ચવર્ક નેશનલ જીઓગ્રાફી ચેનલ ઉપર ભવિષ્યમાં બતાવવામાં આવશે. આ સાહસિક યુવાનો ખરેખર અદભૂત કાર્યો કરી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version