અમદાવાદીઓ ખુશ થાઓ ! મુંબઈ-અમદાવાદની બુલેટ ટ્રેન દિવસના 70 ફેરા કરશે ! આવું લક્ઝરિયસ હશે બુલેટ ટ્રેનનું સ્ટેશન

આજે જો તમારે ભારમાં ક્યાંય પણ પહોંચવા માટે રેલ્વેનો ઉપયોગ કરવો હોય તો તેના માટે તમારે ત્રણ મહિના પહેલાં બુકિંગ કરાવવું પડે છે અને તો જ તમે તેમાં બેસીને મુસાફરી કરી શકો છો. અને જો વાત મુંબઈ-અમદાવાદ-મુંબઈની ટ્રેનની કરીએ તો અમદાવાદીઓને મુંબઈ માટેની જેટલી પણ ટ્રેનો ફાળવવામાં આવે તેટલી ઓછી પડે તેમ છે. પહેલાના સમયમાં માત્ર વેકેશનમાં જ અમદાવાદથી મુંબઈ જતી કે પછી મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનોમાં ભીડનો પ્રશ્ન રહેતો પણ હવે આ પ્રશ્ને બારે મહિનાનો થઈ ગયો છે.

પણ હવે અમદાવાદીઓ માટે ખુશ ખબર આવી ગયા છે અને તે એ છે કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન દિવસના 70 ફેરા કરશે. અને મોટા ભાગના અમદાવાદીઓની મુંબઈ પહોંચવાની તકલીફનો અંત આવશે. અહીં વધારે સારી વાત એ છે કે સામાન્ય ટ્રેન કરતાં લગભગ અરધા કરતાં પણ ઓછા સમયમાં અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ પહોંચાડી દેવામા આવશે.

તેના માટે મુસાફરે એક ફેરાના રૂપિયા 3000ની ચુકવણી કરવી પડશે. તમને જણાવી દઈએ કે અમદાવાદથી મુંબઈનું અંતર 508 કીલોમીટર છે. આ 508 કીલો મીટરના સફરમાં કુલ 12 સ્ટેશનો લેવામાં આવશે. હાલ બુલેટ ટ્રેન માટે જગ્યાનું અધિગ્રહરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે આ કોરીડોર પુર્ણ કરવા માટે કુલ 1380 હેક્ટરની જમીનની જરૂર પડશે જેમાંથી 622 હેક્ટર જમીનનું અત્યાર સુધીમાં અધિગ્રહણ કરવામાં આવ્યું છે.

14 સપ્ટેમ્બર 2017ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ડેડલાઈન 2023ની છે અને 2020ના માર્ચ મહિના સુધીમાં તેનું નિર્માણ કાર્ય શરૂં થશે. મળેલા અહેવાલ પ્રમાણે આ આખીએ યોજના પાછળ રૂપિયા 1.08 લાખ કરોડનો ખર્ચો થશે. આ પ્રોજેક્ટ પુર્ણ કર્યા બાદ અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન કુલ 70 ફેરા કરશે જેમાંથી 35 મુંબઈથી અમદાવાદના અને 35 અમદાવાદથી મુંબઈના રહેશે. સવારના છ વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધીમાં કુલ 70 ફેરા પુરા કરવામાં આવશે. આ ટ્રેનની ઝડપ પ્રતિ કલાક 320 કીલોમીટરની હશે તે જોતાં માત્ર અઢી-ત્રણ કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચાડી દેવામાં આવશે.

અમદાવાદમાં બનશે બુલેટ ટ્રેનનું લક્ઝરિયસ સ્ટેશન

બુલેટ ટ્રેન માત્ર વડાપ્રધાન મોદી જ નહીં પણ સમગ્ર દેશનું સ્વપ્ન છે. જેને પુર્ણ થવામાં માત્ર ગણતરીના વર્ષો જ બાકી છે. જેના માટે ઉપર જણાવ્યું તે પ્રમાણે 45 ટકા જમીનનું અધિગ્રહણ તો થઈ ચુક્યું છે. અને કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. પણ અમદાવાદીઓ માટે એક મહત્ત્વના સમાચાર એ છે કે અહીં બુલેટ ટ્રેનનું એક લક્ઝરિયર વિશાળ સ્ટેશન બનાવવામાં આવશે. બુલેટ ટ્રેન માટેનું એક વિશાળ સ્ટેશન તેમજ તેનો ડેપો બનાવવામાં આવશે જે સાબરમતી વિસ્તારમાં બનાવવામાં આવશે અહીં બુલેટ ટ્રેનની સાથે સાથે મેટ્રો સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે અ બન્ને સ્ટેશનો વચ્ચે એક વોકવે પણ બનાવવામાં આવશે જેથી કરીને મુસાફરોને ટ્રાન્સપોર્ટેશનમાં સરળતા રહે.

હાલ સાબરમતીમાં ન્યુ રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ બિલ્ડિંગ સંપુર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે. આ એક અત્યંત આધુનિક તેમજ એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ બિલ્ડિંગ છે. આ વિસ્તારમાં ભવ્ય બુલેટ ટ્રેન ડેપો બનાવવા માટે 1600 ઇલેક્ટ્રિક થાંભલાઓ હટાવવામાં આવશે તેમજ 150 જેટલી હાઇ વોલ્ટેજ લાઈનો પણ હટાવવામાં આવશે. સ્ટેશન માટેનું લગભગ 50 ટકા કામ પુર્ણ થઈ ગયું છે. સાથે સાથે 4000 વૃક્ષોનું બીજી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટેશન કરવામા આવશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ