કોરોનાએ હવે AMC ના અધિકારીઓને લીધા ભરડામાં, DyMC સહિત 4 અધિકારીઓ બીજીવાર થયા સંક્રમિત

અમદાવાદમાં કોરોના વાયરસે એપ્રિલ-મે કરતાં કેસ સામે આવી રહ્યા છે. રોજેરોજ કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં મોટો વધારો થતો જાય છે. હોસ્પિટલોમાં બેડ ખાલી હોવાના દાવાઓ વચ્ચે દર્દીઓને ગાંધીનગર, કરમસદ, ખેડા મોકલવામાં આવી રહ્યાં છે. સાચી પરિસ્થિતિનું ચિત્ર પારદર્શક રીતે લોકો સમક્ષ મુકવામાં આવતું નથી. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારી યાદી મુજબ 319 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. તો બીજી તરફ કોરોનાની ઝપેટમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ડીવાયએમસી સહિત 4 અધિકારીને 5થી 6 મહિનાના ગાળામાં ફરીથી કોરોના થયો છે. છેલ્લા પાંચ દિવસમાં મ્યુનિ. ભાજપના નેતા અમિત શાહ સહિત કેટલાક કોર્પોરેટર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા કોરોનાની ઝપેટમાં

image source

તો બીજી તરફ મ્યુનિ.માં એક ડીવાયએમસી, એસ્ટેટ વિભાગના એક અધિકારી, વિજિલન્સ વિભાગના એક અધિકારી સહિત 4થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ ફરીથી કોરોના સંક્રમિત થાય છે. મોટા ભાગના અધિકારી – કર્મચારીઓ હોમ આઇસોલેસનમાં છે. આ ઉપરાંત હેલ્થ વિભાગના પણ કેટલાક અધિકારીઓ કોરોના ઝપેટમાં આવી ગયા છે. દિવાળી પછી કોરોનાનો વ્યાપ વધતાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ સહિત લગભગ 60ને કોરોનાનો ચેપ લાગ્યો છે.

ડીવાયએમસી થયા હતા પહેલા સંક્રમિત

image source

મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના અધિકારી અગાઉ જુલાઇ મહિનામાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમને ટેસ્ટ સમયે પણ કોઇ લક્ષણો ન હતાં. જોકે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવતાં તેઓ સમરસ હોસ્ટેલમાં દાખલ થયા હતા. એ બાદ આ વખતે પણ તેમનો ટેસ્ટ કરવામાં આવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોઇ લક્ષણો નથી. તેમને હાલ હોમ ક્વોરન્ટીન થવા સૂચના આપવામાં આવી છે. ડીવાયએમસી અગાઉ જૂન મહિનામાં જ તેઓ કોરોના સંક્રમિત થયા હતા. એ સમયે તેમને કોરોનાનાં લક્ષણો જણાયાં ન હતાં, પરંતુ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓ બંને સમયે હોમ ક્વોરન્ટીન થયા હતા.

પી.કે. વાસુદેવન નાયરનું કોરોનાથી મૃત્યુ

image source

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેરિટેજ વિભાગના ડે. જનરલ મેનેજર પી.કે. વાસુદેવન નાયરનું ગઇકાલે રાતના કોરોનાથી મૃત્યુ થયું છે. તેઓ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. અમદાવાદ શહેરને હેરિટેજનો દરજ્જો મળે તે માટે તેમણે સારી એવી મહેનત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિ.ની તમામ ઓફિસોન, તમામ ખાતાઓમાં પાંચ-પાંચ કે સાત-સાત કોરોનાના દર્દીઓ છે. કેટલાક તો કાર્યાલયો જ બંધ કરી દેવા પડયા છે. દાણાપીઠના મુખ્ય કાર્યાલયમાં સંક્રમણ ફેલાતા ફરી 50 ટકા સ્ટાફને જ હાજર રાખવાના આદેશો કરવા પડયા છે.

અમદાવાદમા 162 જેટલા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન

image source

અમદાવાદમાં કોરોના કેસોમાં વિસ્ફોટ સર્જાતા મ્યુનિ. તંત્રએ અચાનક જ માઇક્રો કન્ટેન્મેન્ટની સંખ્યામાં વધારો કરી દીધો છે. હાલ 127 માઇક્રો કન્ટેન્મેન્ટ હતા, તેમાંથી સાબરમતી, નારણપુરા, પાલડી, બોડકદેવના 4 કન્ટેન્મેન્ટ હટાવી દીધા છે. જયારે અન્ય વિસ્તારોમાં નવા 39 કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે કુલ કન્ટેન્મેન્ટ એરિયા 162 જેટલા થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ઠેર ઠેર કોરોનાના કેસો વધી રહ્યાં છે. જે વિસ્તારમાં મોટી સંખ્યામાં કેસો નીકળે છે, ત્યાં માઇક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવે છે. આજે જાહેર કરેલા 39માં સરેરાશ 20 કેસ હોય તો પણ કેસોની સંખ્યા 780 ની થઈ જાય તેમ છે. વિનસપાર્કલેન્ડ વેજલપુરના 172 ફલેટના જુદા જુદા બ્લોક, સફલ પરિસર બોપલના 4 બ્લોકનો સમાવેશ થાય છે. આ બંને જગ્યાએ મોટી સંખ્યામાં કેસો મળી આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ