કબજિયાતથી લઈને કેન્સર જેવી બીમારીને દૂર કરે છે આ નાનકડી આંબલી, વધુ વિગતો માટે અહી ક્લિક કરો…

ખાવાનો સ્વાદ વાધારતી આંબલીનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. તેમજ કેટલાં પ્રકારની ચટણીનો સ્વાદ આંબલી વગર અધૂરો રહે છે. આંબળીનું સેવન માત્ર સ્વાદ માટે જ નહીં પણ સૌંદર્ય અને સ્વાસ્થ્ય સંબંધી કેટલાંક ગુણો પણ છે. આંબળીમાં કેટલાંક પોષક તત્ત્તવો જેવા કે વિટામિન સી, ઈ અને બી સિવાય કેલ્શિયમ, આયર્ન, ફોસફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે કેટલીક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આંબલી ફક્ત સ્વાદ માટે નહિ પણ સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક હોય છે.

image source

આંબલીનો દરરોજ સેવન કરવાથી ઘણી બધી બીમારી મૂળથી ખત્મ કરે છે. ત્વચા અને બ્યુટી સમસ્યાને દૂર કરવાની સાથે સાથે તે સ્વાસ્થ્યની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. આજે અમે તમને જણાવીશું કે આંબલીના પ્રયોગથી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે.

પાચનશક્તિમાં સુધારો –

image source

પેટમાં દુખાવો, કબજિયાત હોય તો આંબળી પેટ સંબંધી બધી સમસ્યાને દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે. આંબળીમાં ટોર્ટરિક એસિડ, મૈલિક એસિડ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે પાચનશક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

ઉપયોગ કરવાની રીત –
11/2 કપ આંબળીના પલ્પમાં મધ, લીંબુનો રસ અને ગરમ પાણીમાં નાંખીને આખી રાત રહેવા દેવું. હવે આ પેસ્ટને નિચોડીને રસ નીકાળી લેવો. પછી તેને ઠંડુ કરવું અને રાતે ઉંઘતા પહેલાં આ રસને 1 ગ્લાસ પીવું.
ડાયાબિટિસમાં રાહત આપે છે –

image source

આંબલીને પાણીમાં પલાળીને તેનું 1 ગ્લાસ પાણીને દરરોજ સેવન કરવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ સંગ્રહ થવા દેતું નથી. જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ લાભકારક છે. જેનાથી નવા રેડ બ્લડ સેલ્સ બને છે અને તે શુગરને પણ કંટ્રોલમાં રાખે છે. તેમજ તેમાં રહેલાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓને રાહત આપવાનું કામ કરે છે.
વજન ઘટાડવા માટે –

image source

જો તમે તમારા વજનથી પરેશાન હોવ તો આંબલી તમારી મદદ કરી શકે છે. આંબલીમાં હાઈડ્રોઓક્સાઈટ્રિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓછી કરવા માટે ઈન્ઝાઈમને વધારે છે. તેમજ દરરોજ આંબલીનું સેવન કરવાથી ઝડપથી વજન ઘટે છે.
અલસરની સમસ્યાથી રાહત –

અલ્સરનાં ઘાવ બહુ દર્દનાક હોય છે જે પેટ અને આંતરડામાં જોવા મળે છે. એવું કહેવામાં આવે થે આંબલીવા બીજ અલ્સરની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે, કેમ કે, તેના બીજમાં અલ્સરને નીકાળવાનાં ગુણો રહેલા છે.

કેન્સરની સામે લડવામાં મદદ –

આંબલીનો જ્યૂસ પીવાથી કેન્સરની સામે લડવાની તાકાત મળે છે. આંબલીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂરમાત્રામાં હોય છે. તેમજ આંબલીના બીજ કિડનીમાં ફેલાય રહેલાં કેન્સરને દૂર કરવામાં મદદ કરે છે. તેમજ એન્ટીઓક્સીડેન્ટ અને ટારટરિક એસિડથી ભરપૂર આંબલી શરીરમાં કેન્સર ના સેલ્સને વધતા રાકે છે. આબલીથી આપણે કેન્સર જેવી ભંયકર રોગથી દૂર રાખે છે. ભૂખ્યા પેટે આંબલીને પાણીમાં પલાળીને જે પાણી હોય તે પીવું જોઈએ.

ઘાવ મટાડવા માટે મદદ કરે છે –

આંબલીનો જ્યૂસ ઘાવને મટાડવા માટે બહુ ફાયદાકારક છે. દુનિયાના કેટલાંક દેશમાં ઘાવના ઉપચાર માટે આંબલીના પાન અને તેની છાલનો ઉપયોગ કરે છે. તેમા રહેલાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે. તેમજ માત્ર 10 દિવસમાં ઘાવને મટાડવા માટે આંબલીના બીજ બહુ ફાયદાકારક છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે –

આંબલીને હાર્ટ ફ્રેન્ડલી પણ માનવામાં આવે છે. આંબલીમાં રહેલાં ફ્લેવોનોઈડસ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે કોલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં મદદ કરે છે. તે લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડ્સને બનતા અટકાવે છે. તેમાં રહેલું પોટેશિયમ રક્તપિતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
ગળુ છોલાવવાની સમસ્યા –
આંબલીના પાંદડા દ્વારા છોલાયેલું ગળુ કે ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે રામબાણ ઉપાય છે. ઉધરસ તેમજ ગળુ છોલાય ગયું હોય ત્યારે આ સમસ્યામાંથી મિનિટોમાં રાહત મેળવવા આંબલીના પાંદડાને પીસીને પીવાથી રાહત મળે છે. આને દિવસમાં બે વાર સેવન કરવાનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ