જલ્સા કરોને જેંતીલાલ

અંબાણીની ભાવિ વહુ દેખાઈ ટ્રેડિશનલમાં ! તો મોટી વહુ સાસુ નીતા અંબાણી સાથે શોર્ટ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી !

અંબાણીની ભાવિ વહુ દેખાઈ ટ્રેડિશનલમાં ! તો મોટી વહુ સાસુ નીતા અંબાણી સાથે શોર્ટ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી !

હજુ ગયા અઠવાડિયે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં આખાએ પરિવારે હાજરી આપી હતી અને મુકેશ અંબાણીએ કંપનીને લઈને કેટલીક મોટી જાહેરાતો કરતાં તેમની કંપનીના શેરના ભાવ રાતોરાત વધી ગયા હતા અને તેમની સંપત્તિમાં રૂપિયા 29000 કરોડનો વધારો થઈ ગયો હતો.

અંબાણી ફેમિલિ અવારનવાર અનેક ફંક્શનમાં જોવા મળતો હોય છે. ખાસ કરીને કુટુંબની ગર્લ ગેન્ગ એટલે કે નીતા અંબાણી, વહુ શ્લોકા અંબાણી, દીકરી ઇશા અંબાણી અને ભાવિ વહુ રાધીકા મર્ચન્ટ. અને હંમેશા તેમની વચ્ચેના અસાધારણ બોન્ડીંગથી તેઓ લોકોના દીલ જીતી લે છે.

તાજેતરમાં એક પાર્ટીમાં અંબાણીની આ સાસુ-વહુની જોડીએ હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં અંબાણી પરિવારની મોટી વહુ શોર્ટ વસ્ત્રોમાં સાસુ નીતા અંબાણી સાથે જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે સાસુ નીતા અંબાણીએ પણ ની લેન્થ સુધીનું ફ્રીલવાળુ ઓફ વ્હાઇટ ફ્રોક પહેર્યું હતું. જ્યારે શ્લોકા અંબાણીએ પણ ફ્રીલવાળુ વ્હાઇટ ટોપ અને ગ્રે ગોલ્ડન શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું.

દર વખતની જેમ પણ જાણે આ બન્ને સાસુ-વહુ નહીં પણ મા-દીકરી હોય તેવા પોઝ કેમેરાને આપ્યા હતા. તેઓ જ્યારે ક્યારેય પણ જાહેરમાં એક સાથે જોવા મળે છે ત્યારે જાણે બહેનપણીઓ હોય તેવું લાગે છે.

તો વળી બીજી બાજુ નીતા અંબાણીની ભાવી વહુ રાધીકા મર્ચન્ટ સંપૂર્ણ ટ્રેડીશનલ વસ્ત્રોમાં વૂડબી હસબન્ટ અનંત અંબાણી સાથે તેણીના કુટુંબના કોઈ લગ્નમાં જોવા મળી હતી. સાથે સાથે અનંત અંબાણીએ પણ ટ્રેડીશન વસ્ત્રો પહેરી તેણીનો સાથ આપ્યો હતો.

રાધીકાને અવારનવાર અંબાણી ફેમિલી સાથે ફરતી કે પછી કોઈ ફંક્શન એટેન્ડ કરતી જોવા મળતાં આપણે બધા એ સારી રીતે જાણી ગયા છે કે તેણી અંબાણી પરિવારની પ્રિય બની ગઈ છે. એવા પાક્કા અહેવાલ પણ છે કે અનંત અને રાધીકા એક બીજાને ડેટ પણ કરી રહ્યા છે.

જો તમને એવું લાગતું હોય કે રાધીકાને જ અંબાણીનો બધો પ્રેમ મળતો હશે તો તેવું નથી. તેની સામે મર્ચન્ટ ફેમિલિ પણ પોતાના ભાવિ જમાઈ અનંત અબાણીને ખુબ જ પ્રેમ કરે છે. તેની સીબિતી છે આ સોશિયેલ મિડિયા પર વાયરલ થયેલી તસ્વીર જે રાધીકાના ફેન પેજ પર અપલોડ કરવામા આવી હતી. જેમાં રાધીકા પોતાની નાની બહેન અંજલી મર્ચન્ટ અને બોયફ્રેન્ડ અનંત અંબાણી સાથે જોઈ શકાય છે.

આ એક લગ્ન સંમારંભ હતો જેમાં રાધીકાએ નારંગી રંગના ચણીયા ચોળી પહેર્યા હતા. જ્યારે અનંત અંબાણીએ પણ ડાર્ક બ્લૂ રંગની શેરવાની પહેરી હતી. આ એક ફેમિલિ પિક્ચર હતું. જેમાં રાધીકાનો આખો પરિવાર જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે 12 ઓગસ્ટના રોજ રિલાયન્સની 42મી વાર્ષિકે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં અંબાણી કુટુંબના વડીલ એવા કોકીલાબેન અંબાણી, મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા અંબાણી, દીકરી ઇશા અંબાણી તેમજ રાધીકા મર્ચન્ટે પણ હાજરી આપી હતી. આ પ્રસંગને અનુરૂપ પુરુષોએ સૂટ પહેરવાનું પસંદ કર્યું હતું તો કુટુંબની મહિલાઓએ પરંપરાગત ભારતીય પંજાબી સૂટ ધારણ કર્યા હતા જેમાં આખોએ પરિવાર ખુબ જ સોબર લાગી રહ્યો હતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version