અંબાણી વહુ શ્લોકા મેહતાની રેલ્વે સ્ટેશન પરની તસ્વીરો થઈ વાયરલ, તમે ફોટો જોયા કે નહિ…

અંબાણી વહુ શ્લોકા મેહતાની રેલ્વે સ્ટેશન પરની તસ્વીરો થઈ વાયરલ, રેલ્વે સ્ટેશનની દીવાલો રંગી રહી છે અંબાણી વહુ.

image source

શ્લોકા મેહતાં જાણે કોઈ બોલીવૂડ સેલિબ્રિટી હોય તેમ હંમેશા લાઇમલાઇટમાં રહે છે. પછી તે પોતાની સાસુ સાથે કોઈ ફંક્સનમાં જોવા મળી હોય કે પછી રિયાલયન્સ કંપનીની જનરલ મિટિંગમાં જોવા મળી હોય કે પછી પોતાના પતિ સાથે કોઈ પાર્ટીમાં જોવા મળી હોય. પાપારાઝી હંમેશા તેને કચકડે કેદ કરવા તત્ત્પર હોય છે.

image source

પણ આજની તસ્વીર થોડા વર્ષો જુની છે. અવારનવાર સોશિયલ મિડિયા પર શ્લોકો મેહતાની જુની તસ્વીરો વાયરલ થતી રહે છે. થોડા સમય પહેલાં પણ તેણીની નાનપણની કેટલીક સુંદર, ક્યુટ તસ્વીરો વાયરલ થઈ હતી અને તેણીના ફેન્સે તે ખુબ પસંદ કરી હતી.

image source

પણ આજની આ તસ્વીર કોઈ જુની તસ્વીરોના ખજાનામાંથી શોધી કાઢવામાં આવી હોય તેવી છે. આ તસ્વિરમાં શ્લોકા પોતાના મિત્રો સાથે મુંબઈ રેલ્વે સ્ટેશનની દીવાલો રંગતી જોવા મળી છે. આ તસ્વિરને શ્લોકા આકાશ અંબાણી ફેન ક્લબના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવી હતી અને શેર કરતાં જ તે વાયરલ થઈ ગઈ હતી.

image source

આ તસ્વીરો 2016ના ઓક્ટોબર મહિનાની છે. આ મહિનામાં તેમણે દાન ઉત્સવ અઠવાડિયાની ઉજવણી કરી હતી. અને તેમાં શ્લોકા સાથે તેના મિત્રો તેમજ તેના કુટુંબના કેટલાક સગાઓએ પણ ભાગ લીધો હતો. દાન ઉત્સવની ઉજવણી નીમીતે શ્લોકાના ગૃપે મુંબઈના સેન્ડહર્ટ્સ રોડ રેલ્વેસ્ટેશનને પેઇન્ટ કર્યું હતું.

image source

આ સિવાય આ જ પ્રસંગે બીજી તસ્વીરમાં તેણીએ પોતાના આખા ગૃપ સાથે એક ગૃપ ફોટો પણ પડાવ્યો છે. તો વળી બીજી તસ્વીરમાં તેણી ઉભા ઉભા હાથમાં બ્રશ લઈને દીવાલોને લાલ પેઇન્ટ કરતી પણ જોવા મળી છે.

image source

આ તસ્વિરમાં શ્લોકા તદ્દ્ન કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેણે તેમાં સફેદ ટી-શર્ટ અને બ્લેક ટ્રેક પેન્ટ પહેર્યું હતું. અને મેકઅપનો એક છાંટો પણ ચહેરા પર નહોતો. આ તસ્વિર શ્લોકાએ પોતાના મિત્રો સાથે ખુબ જ ઉત્સાહથી પડાવી હતી. આ ફોટો તેના આકાશ અંબાણી સાથેના લગ્ન પહેલાંનો છે અને તેના નિર્દોશ સ્મિતમાં અત્યાર સુધી કોઈ જ ફરક જોવા નથી મળ્યો.

તમને જણાવી દઈએ કે આ દિવાળીમાં અમિતાભ બચ્ચ્નની સાથે સાથે મુકેશ-નીતા અંબાણીએ પણ ભવ્ય દીવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જો કે આ પાર્ટી નીતા અંબાણીએ પોતાની આઈપીએલ ટીમ અને તેના પરિવાર માટે યોજી હતી. જેમાં મુકેશ અંબાણીનાં આખા કુટુંબે ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.

image source

આ પાર્ટીમાં પણ શ્વેતાના લૂકે તેના ફેન્સનું દીલ જીતી લીધું હતું. તેણે દીવાળી પાર્ટીમાં ગુલાબી રંગના ચણિયા ચોળી પહેર્યા હતા અને તેની સાથે ડાયમન્ડનો નેકલેસ પણ તેણીના ગળામાં શોભી રહ્યો હતો. જ્યારે તેના પતિ આકાશ અંબાણીએ ટ્રેડીશનલ બ્લુ રંગનો કુર્તો પહેર્યો હતો. તે બન્ને એકબીજા સાથે ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે શ્લોકા-આકાશના ધામધૂમથી મુંબઈ ખાતે લગ્ન કરવામાં આવ્યા હતા. જેની તસ્વીરો આજે પણ સોશિયલ મિડિયા પર તેમના ફેન્સ દ્વારા વારંવાર જોવામાં આવી રહી છે. અને લગ્નના આયોજન માટે તેમાંથી ઇન્સ્પિરેશન પણ લેવામાં આવી રહ્યા છે.

image source

તેણી પણ પોતાનો શાળાકાળનો અભ્યાસ અંબાણી કુટુંબના બાળકો સાથે જ ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કુલમાં કર્યો છે. ત્યાર બાદ તેણીએ આગળનો અભ્યાસ લંડન ખાતે કર્યો હતો. જેમા તેણીએ ઇકોનોમિક્સ તેમજ પોલિટિકલ સાઇન્સમાં લૉમાં માસ્ટર્સની ડીગ્રી મેળવી હતી. ત્યાર બાદ ભારત પાછા ફરીને તેણીએ 2014માં રોઝી બ્લુ ફાઉન્ડેશનનું ડાયરેક્ટર પદ સંભાળ્યું હતું. આ ઉપરાંત શ્લોકા કનેક્ટફોર નામની સમાજકલ્યાણ કરતી સંસ્થામાં સહ સંસ્થાપકનું પદ પણ નિભાવી રહી છે.

image source

શ્લોકા નાનપણથી જ અંબાણી ફેમિલિ સાથે હળી ગયેલી છે. આજે પણ શ્લોકા-આકાશ-ઇશા-અનંતે બાળપણમાં એક સાથે વિતાવેલી ક્ષણોની તસ્વીરો સોશિયલ મિડિયા પર ઘણીબધી વાર વાયરલ થાય છે અને તેમના ફેન્સ દ્વારા તેને ખુબ પસંદ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ