જલ્સા કરોને જેંતીલાલ

અંબાણીથી લઈને રતન ટાટા સુધી, આ સૌથી પાંચ મોટા ઉદ્યોગપતિઓ રહે છે અબજોના ઘરોમાં રહે છે.

અબજોના બંગલાની કિંમત આંકી શકાય છે આપણાં દેશના આ ૫ મિલિનિયોર બિઝનેસમેનના… જાણો શું છે ખાસિયત તેમના ઘરોની. અંબાણીથી લઈને ટાટા સુધી, આ સૌથી પાંચ મોટા ઉદ્યોગપતિઓ રહે છે અબજોના ઘરોમાં રહે છે. ભારતના મુખ્ય અબજોપતિઓ રહે છે આ ભવ્ય બંગલામાં…

આપણાં દેશમાં આજની તારીકે જોઈએ તો મુકેશ અંબાણી એ સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ ધનિક ઉદ્યોગપતિ તરીકે સર્વમાન્ય છે. મુકેશ અંબાણી જેવા મોટા ઉદ્યોગપતિ માટે તેમના નાના ભાઈ અનિલ અંબાણી માટે ૪૫૦ કરોડનું દેવું ચૂકવવું એ મોટો સોદો નથી. આ બાબત તેમના રોયલ લિવિંગ સ્ટાઇલ જોઈને કહી શકાય કે તેમનું જીવન કેટલું ભવ્ય હશે. તેમના સહિત આપણાં દેશના અન્ય અબજોપતિ ઉદ્યોગપતિઓનું જીવન જોઈએ તો પણ આશ્ચર્યચક્તિ થઈ જવાય તેવું છે. તેમના બંગલાની કિંમત તેમજ તેમના ઘરોમાં વપરાયેલું રાચરચીલું અને લક્ઝરિયસ ફેસિલિટી એટલી તો સુંદર છે કે તેમની એ બધી સજાવટ વિશે જાણીને ચોંકી જવાય તેવું છે.


મુકેશ અંબાણી આશરે રૂ. ૧૨ હજાર કરોડના સુંદર ૨૭ માળના એન્ટિલિયામાં રહે છે. ફેમસ સેલિબ્રિટી મેગેઝિન ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે, આ મકાનની કિંમત 2 બિલિયન ડોલર (લગભગ 12 હજાર કરોડ) છે. જેમાં પર્સનલ જિમ, હોમ થીયેટર અને સ્વીમિંગપુસ સિવાય બીજી અનેક એવી ફેસિલિટી છે જે તેમની આ ભવ્ય ઇમારતને દેશની સૌથી વધુ ચર્ચામાં આવતી ઇમારત તરીકે ઓળખાય છે. આવા કિસ્સામાં, આપને જણાવીએ કે મુકેશ અને અનિલ અંબાણી, રતન ટાટા જેવા અન્ય પાંચ મોટા ઉદ્યોગપતિઓ તેમના સુંદર આશિયાનાનું મૂલ્ય કેટલું છે તે વિશે જણાવીએ.

અનિલ અંબાણી


મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણીના ઘર વિશે સૌપ્રથમ વાત કરીએ તો તેઓ મુંબઈના પાલી હિલમાં રહે છે. આ ઇમારત 66 મીટર ઊંચી છે. અનિલ અંબાણીના ઘરની કિંમત 5 હજાર કરોડ રૂપિયા જેટાલી આંકવામાં આવે છે.

રતન ટાટા


રતન ટાટાનું નામ પ્રખ્યાત ઔદ્યોગિક સૂચિમાં સર્વોચ્ચ છે. રતન ટાટાનો બંગલો મુંબઈ શહેરના કોલાબા વિસ્તારમાં આવેલો છે. આ ભવ્ય ઇમારત ત્રણ માળનું પેલેટીયલ હાઉસ પંદર હજાર ચોરસ ફુટના વિસ્તારમાં ફેલાયેલું છે. તેમના ઘરની કિંમત અંદાજિત ૧૨૫ – ૧૫૦ કરોડ વચ્ચે આંકી શકાય છે.

ગૌતમ સિંઘાનિયા


રેમન્ડ ગૃપના માલિક ગૌતમ સિંઘાનિયા માલબાર હિલ્સમાં ૩૬ માળના જેકે હાઉસના માલિક છે. જો તમે આ ઇમારતમાં વૈભવ વિશે જણાવીએ તો તેમાં સ્વિમિંગ પૂલ, જિમ, સ્પા, મ્યુઝિયમ અને હેલિપૅડ જેવી બધી સુવિધાઓ છે. આ ઘરની કિંમત અંદાજે ૭૧૦૦ કરોડ જેટલી છે તેવું માનવામાં આવે છે.

નવીન જિંદાલ

નવીન જિંદાલનો જન્મ ૯ જાન્યુઆરી, ૧૯૭૦ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. તેમના પિતા ઓમ પ્રકાશ જિંદાલ સ્ટીલના ઉદ્યોગપતિ હતા. તેઓ ફક્ત મોંઘી કારના જ નહીં પણ ઘોડે સવારી કરવાનો ખૂબ શોખીન છે. નવીન જિંદાલનું ભવ્ય મકાન દિલ્હીના લ્યુટીન્સ ઝોનમાં છે, જે ૧૨૫થી ૧૫૦ કરોડ જેટલું હોવાનો અંદાજ છે. ત્રણ માળનું ઘર પંદર હજાર ચોરસ ફૂટનું બનેલું છે. નવી જિંદાલનો આ બંગલો તેમને વારસામાં તેમના પૂર્વજો પાસેથી મળેલ છે. તેની કિંમત ૧૫૦ કરોડથી વધુ છે.

શશી રુઈયા

શશી રુઈયા એસ્સાર ગ્રૂપના ચેરમેન શશી રુઇયા ૩૦ જનપથ માર્ગ પર દિલ્હીમાં આવેલું છે. આ મેન્શન ૨.૨૪ એકર જમીન પર બાંધવામાં આવ્યું છે. તેની કિંમત આશરે ૧૨૦ કરોડ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version