ગ્રાન્ડ પાર્ટીમાં ભાભી શ્લોકા પડી સાવ ઝાંખી, ઇશાને જોતા રહ્યા લોકો…

મુકેશ અંબાણીએ – એન્ટિલિયામાં ભાણીના લગ્નની પ્રિ વેડિંગ પાર્ટીનું કર્યું ભવ્ય આયોજન – અંબાણી ગર્લ ગેંગ જોવા મળી આકર્ષક ઇન્ડો-વેસ્ટર્ન વસ્ત્રોમાં.

image source

ફોઈની દીકરીના લગ્નમાં અંબાણી ગર્લ ગેંગ જોવા મળી ઇન્ડો વેસ્ટર્ન લૂકમાં, શ્લોકા – ઇશા અને ભાવી અંબાણી વહુ રાધીકા મર્ચન્ટ જોવા મળ્યા સ્ટનિંગ ટ્રેડીશનલ કમ વેસ્ટર્ન લૂકમાં

image source

ગત રવિવારે સાંજે એશિયાના સૌથી ધનાડ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીના બહેન નીના કોઠારીની દીકરી નયનતારાની પ્રી વેડિંગ પાર્ટી યોજવામાં આવી હતી. જેમાં જાણીતી હસ્તીઓ ઉપરાંત આખુંએ બોલીવૂડ ઉમટી આવ્યું હતું. આ પાર્ટી મુકેશ – નીતા અંબાણીના મુંબઈ ખાતેના ભવ્ય ઘર એન્ટિલિયામાં યોજવામાં આવી હતી.

image source

આ પાર્ટીમાં બોલીવૂડના એક્ટર તેમજ એક્ટ્રેસે પણ સુંદર ટ્રેડીશનલ વસ્ત્રોમાં હાજરી આપી હતી તેમ છતાં બધાનું ધ્યાન માત્રને માત્ર અંબાણી ઘરની મહિલાઓ પર જ જતું હતું. કારણ કે તેઓ પણ બોલીવૂડ સેલેબ્રીટીઝથી કંઈ ઓછા નોહતા લાગી રહ્યા. ખાસ કરીને નીતા અંબાણીની વહુ શ્લોકા, દીકરી ઇશા અને ભાવી વહુ રાધિકા મર્ચન્ટે તો જાણે આખી ઇવેન્ટની લાઇમલાઇટ જ પોતાના નામે કરી લીધી હતી !

image source

આ અંબાણી ગર્લ ગેંગે આ વખતે પોતાની કઝીન સીસ્ટરના લગ્નની પ્રી વેડિંગ પાર્ટીમાં એકદમ અલગ જ અને તેમ છતાં આકર્ષક અને એકદમ ટ્રેડિશનલ તેમ છતાં વેસ્ટર્ન છાપની ડીઝાઈનવાળા વસ્ત્રો પહેરીને લોકોનું દીલ જીતી લીધું હતું. તો ચાલો જાણીએ તેમના સુંદર લૂક વિષે વિગતે.

શ્લોકા મેહતા અંબાણી

image source

મુકેશ અંબાણીની લાડકી વહુ શ્લોકા મેહતા એટલે કે તેમના ટ્વીન દીકરા આકાશ અંબાણીની પત્નીએ ડર્ટી પિંક જેને તમે એકદમ લાઇટ પર્પલ કે લાઇટ ફાલસા રંગ પણ કહી શકો તેવો પ્લેન લહેંગો પહેર્યો હતો. જેની ઉપર તેણીએ તે જ રંગનો આકર્ષક ક્રોપ ટોપ બ્લાઉઝ પહેર્યો હતો. પણ આ લૂકને અલગ બનાવ્યું હતું તેણીએ તેના પર પહેરેલા લોંગ જેકેટે. આ જેકેટ પણ બ્લાઉ અને લહેંગાના કલરનું જ હતું.

image source

શ્લોકાએ પહેરેલું આ આઉટફીટ અનામીકા ખન્ના દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યું હતું. તેના પર કાપડનાં રંગની જ સુંદર ફ્લોરલ મોટીફની એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. તેણીએ આ સાથે આકર્ષક એમરાલ્ડ અને ડાયમન્ડ જ્વેલરી પહેરી હતી. તેણીએ ગળામાં ડાયમન્ડ અને એમરાલ્ડનો આકર્ષક નેકલેસ અને ઇયરીંગ્સ પહેર્યા હતા જ્યારે હાથમાં પણ નેકલેસના મેચીંગના જ બ્રેસલેટ પહેર્યા હતા. જોકે દર વખતની જેમ શ્લોકાએ મેકઅપને હળવો જ રાખ્યો હતો અને લીપસ્ટીક પણ લાઇટ પિંક લગાવી હતી. આ લૂકમાં તેણી ખરેખર એલિગન્ટ લાગી રહી હતી.

ઇશા અંબાણી પીરામલ

image source

ઇશાએ આ વખતે પોતાની કઝીન સિસ્ટરના લગ્નની પ્રી વેડિંગ પાર્ટીમાં થોડું હટકે તેમ છતાં આકર્ષક આઉટફીટ પહેરવાનું નક્કી કર્યું હતું. તેણીએ ફ્લોરલ પ્રિન્ટ વાળો જંપ સૂટ પહેર્યો છે જેમાં તેણી અત્યંત આકર્ષક લાગી રહી છે. તેના જ મેચિંગનો ફ્લોરલ પ્રિન્ટ વાળો દૂપટ્ટો તેણીએ એક અલગ જ અંદાજમાં કેરી કર્યો છે. અને તેને જંપ સુટના મેચિંગ ફેબ્રિકના બેલ્ટ સાથે કમર સાથે ટાઇ કર્યો છે.

image source

બીઝનેસવુમન ઇશા અંબાણીએ પણ ભાભી શ્લોકાની જેમ ડીઝાઈનર અનામિકા ખન્નાની આ શરારા સ્ટાઇલ જંપ સુટ સારી પહેરી છે. તેના પર સુંદર ફ્લોરલ ભરતકામ કરવામાં આવ્યું છે. તેની સાથે ઇશા અંબાણીએ સુંદર મજાનું ફ્લોરલ પ્રિન્ટવાળુ ક્રોપ્ટ્ડ જેકેટ પહેર્યું છે. તેણીએ સુંદર આકર્ષક લોંગ ત્રીપલ લેયર એમરાલ્ડ નેકલેસ પહેર્યો છે. જેના મેચિંગની કાનમાં ઇયરીંગ્સ પહેરી છે આંગળીમાં મોટી એમરાલ્ડ રીંગ પણ પહેરી છે. ઇશાએ મેકઅપમાં પોતાની આઇને લાઇટ સ્મોકી બનાવી છે અને ન્યૂડ લીપસ્ટીક કરી છે.

રાધીકા મર્ચન્ટ (અનંત અંબાણીની ભાવી પત્ની)

image source

અંબાણી કુટુંબના નાનાથી લઈને મોટા પ્રસંગોમાં સતત હાજરી આપતી રાધીકા મર્ચન્ટ, મળેલા અહેવાલ પ્રમાણે અંબાણી કુટુંબની ભાવી વહુ બનવાની છે. તેણી અવારનવાર નીતા અંબાણી તેમજ ઇશા અને શ્લોકા સાથે જોવા મળે છે. મુકેશ અંબાણીની બહેનની દીકરી નયનતારા કોઠારીના લગ્નમાં પણ તેણીએ ઘરના સભ્ય તરીકે જ હાજરી આપી હતી.

image source

તેણીએ પોતાની ભાવિ નણંદ અને ભાવી ભાભી એવી શ્લોકા કરતાં અલગ જ રંગ પહેરવો પસંદ કર્યો હતો. તેણીએ ટ્રેડીશનલ રેડ કલર પસંદ કર્યો હતો. તેણીએ રેડ શરારા-ચોલી અને દૂપટ્ટો પહેર્યા હતાં જેમાં તેણી અત્યંત આકર્ષક લાગી રહી હતી.

image source

રાધીકા મર્ચન્ટે પહેરેલા આ ટ્રેડીશનલ રેડ લૂકની ખાસીયત એ હતી કે તેણીએ એક ચુંદડી બ્લાઉઝ સાથે ટ્રેડીશનલ રીતે પહેરી હતી જ્યારે બીજી ચુંદડી કોઈ જેકેટ કે શ્રગની રીતે પહેરી હતી. તેણીએ પણ ભાવી નણંદની જેમ સ્કર્ટની જગ્યાએ શરારા પહેર્યું હતું. તેણીના આ ટ્રેડીશનલ લૂકને પુર્ણ કરવા માટે તેણીએ ગળામાં લાંબો મોતીનો રાણીહાર પહેર્યો હતો. તેણીનું આ આઉટફીટ પણ અનામિકા ખન્ના દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યુ હતું. તેણીએ પણ કમરે બેલ્ટ બાંધ્યો હતો. થોડા સમય પહેલાં સોનમ કપૂરે પણ આવો જ આઉટ ફીટ પહેર્યો હતો.

image source

અંબાણી લેડીઝમાં સૌથી વધારે લાઇમ લાઇટમાં રહેતાં નીતા અંબાણી આ વખતે વધારે લાઇમ લાઇટમાં નહોતા જોવા મળ્યા. જો કે તેમણે પોતાની દીકરી તેમજ વહુઓથી અલગ વેસ્ટર્ન લુક પસંદ કર્યો હતો. તેણીએ ગોલ્ડન સ્પાર્કલીંગ ગાઉન પહેર્યો હતો. જેમાં તેણી અત્યંત આકર્ષક લાગી રહ્યા હતા.

image source

ઉપર જણાવ્યું તેમ આ લગ્નની પ્રિ વેડિંગ પાર્ટીમાં બોલીવૂડની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. ઐશ્વર્યા અભિષેક પણ ટ્રેડીશનલ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. ઐશ્વર્યાએ રેડ પંજાબી સૂટ પહેર્યો હતો અને અભિષેક પણ બ્લેક સૂટમાં હેન્ડ્સમ લાગી રહ્યો હતો.

image source

જ્યારે શાહરુખ ખાને પણ અભિષેકની જેમ બ્લેક સૂટ પહેર્યો હતો પણ અંદર અલ્ટ્રા વ્હાઇટ શર્ટ પહેરવાનું પસંદ કર્યું હતું. શાહરુખ ખાન તેના આગવા અંદાજમાં અત્યંત આકર્ષક લાગી રહ્યો હતો.

image source

શાહીદે પોતાની પત્ની મીરા રાજબુત સાથે પાર્ટીમૈં હાજરી આપી હતી. મીરા લવન્ડર સાડીમાં ખુબ જ આકર્ષક લાગી રહી હતી અને તેના બ્લાઉઝની ફ્રીલે તેના લૂકને ઓર વધારે આકર્ષક બનાવ્યો હતો. જ્ચારે શાહીદ વ્હાઇટ એમ્બ્રોઇડરીવાળી શેરવાનીમાં જામી રહ્યો હતો.

image source

આ ઉપરાંત જેકલીન ફર્નાન્ડીઝ, અનિલ કપૂર, પ્રિયંકા ચોપરા, એ.આર રહેમાન, વેંકટેશ, અર્જુન કપૂર, લતા મંગેશકર, રીશી કપૂર, નીતૂ સીંગ, પ્રસૂન જોશી, વિધુ વિનોદ ચોપરા એ પત્ની અનુપમા સાથે તેમજ જાણીતા બીઝનેસ ટાઇકુન આનંદ મહિન્દ્રાએ પણ એન્ટિલિયાની આ ભવ્ય પ્રી વેડિંગ પાર્ટીમાં હાજરી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ