અંબાણી પરિવારે દિકરીનું કરિયાવર રજવાડી રીતે કર્યા પછી રંગેચંગે પોંખી પરિવારની બીજી પેઢીની પહેલી વહુને…

ગુજરાતનું નામ જેમણે દુનિયાભરમાં ઉજળું કર્યું છે એવા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પરિવારમાં તેમના મોટા દીકરા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અને શ્ર્લોકાએ પ્રભુતામાં પગલાં માંડ્યાં છે. આ રાજાશાહી લગ્નની ચર્ચાએ સૌને અચંબિત કરી મૂક્યાં છે. બીજી પેઢીની પહેલી વહુએ ગૃહપ્રવેશ કર્યો છે ત્યારે સોશિયલ મીડિયા અને સમાચારોની સુરખીઓમાં રહ્યું આખું અંબાણી પરિવાર.

હાલમાં જ ડિસેમ્બરમાં દીકરી ઇશાના લગ્ન મુકેશભાઈના પરિવારે એક યાદગાર ઉત્સવની જેમ કર્યાં હતાં. જેમાં દેશ-વિદેશના અનેક સેલિબ્રિટિઝ બિયોંન્સે, પ્રિયંકા, દીપિકા અને શાહરૂખ ખાને માત્ર હાજરી નહોતી આપી તેઓ સંગીતમાં મન મૂકીને નાચ્યાં હતાં અને જાનના જમણમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન સહિત સૌએ ભોજન પિરસ્યું હતું. આ યાદગીરીઓ હજુ તાજી જ છે ત્યાં પાટવી કુંવર આકાશ પણ ઘોડે ચડીને તેમની વાગ્દત્તા શ્ર્લોકા મહેતાને પરણવાની તૈયારી કરી રહ્યા.

તેમના લગ્ન ૯મી માર્ચ, શનિવારે બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)માં રિલાયન્સ ગ્રુપના નવા બંધાયેલા કન્વેન્શન સેન્ટરમાં યોજાયો હતો. આ પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરવા ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સ્પોર્ટસ અને રાજનૈતિક અનેક સેલિબ્રિટિઝ હાજર રહ્યું હતું. આકાશ અંબાણીની નવવધુ મુંબઈમાં હિરાનાં ઉદ્યોગપતિ રસેલ મહેતાની પુત્રી શ્ર્લોકા છે, આ પ્રેમ લગ્ન છે, તેઓ જૂના મિત્રો હતાં.

આ ભવ્ય લગ્ન સમારોહની અનેક તસ્વીરો સોશિયલ મીડિયમાં ખૂબ શેર કરાઈ રહી છે. જેમં સૌથી વધુ ધ્યનાકર્ષણ મેળવ્યું છે, મુકેશ ભાઈ અને નીતા બેનના વરઘોડા દરમિયાન નાચી રહેલા ફોટોએ. જેમાં મુકેશ ભાઈની શેરવાની અને નીતા બેનની સાડીની બોર્ડર અને બ્લાઉઝ સેઈમ ફેબ્રિકમાંથી ડિઝાઈન કરાયેલ છે. આ રીતે બની શકે આવનાર લગ્નોમાં આ ફેશન ટ્રેન્ડ સેટર પણ બની રહે.

વધુ એક ફોટોમાં ગુજરાતી રીવાજ મુજબ નીતા બેને રમણ દીવડો પણ હાથમાં ઝાલીને ચાલી રહ્યાં છે. એ તસ્વીર પણ બહુ પસંદ કરાઈ છે. કહી શકાય કે ધનસંપત્તિ અને વૈભવ આવ્યા બાદ પણ પરંપરા મુજબ ગુજરાતી ઢબે વિશ્વના ૧૯ ક્રમે આવતા અબજપતિ પરિવારે લગ્ન પ્રસંગ કર્યો છે.

રિશેપ્સન અને બારાત સેરિમનીમાં અમિતાબ બચ્ચન પરિવાર, રજનીકાંત પરિવાર, શાહરૂખ ખાન, ગૌરી ખાન અને કરન જોહર દેખાઈ રહ્યા છે.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.