અંબાણી પરિવારે દર્શાવી દીધું કે શ્લોકા તેમની લાડકી વહુ છે, તેણીને તેના બર્થડે પર કંઈક આ રીતે વિશ કર્યું.

ગયા વર્ષે શ્લોકા મેહતા -આકાશ અંબાણીના લગ્નની ગ્રાન્ડ સેરેમનીથી ભલભલાની આંખો અંજાઈ ગઈ હતી. લગભગ 5 મહિના જ પહેલાં જ તેમના લગ્ન થયા છે. તેમના આ લગ્નનમાં કંઈ કેટલાએ દીગ્ગજોએ હાજરી આપી હતી. પણ ગઈકાલે શ્લોકાનો બર્થડે હતો અને અંબાણી તેમજ મેહતા કુટુંબે શ્લોકાને તેણી તેમના માટે ખાસ છે તેવું ફિલ કરાવવામા માટે કશું જ બાકી નથી રાખ્યું. ઘરના એક એક સભ્યોએ તેણી માટે સ્વીટ મજાની બર્થડે વિશ વિડિયો તૈયાર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on

સાસુ નીતા અંબાણીએ શ્લોકાને કંઈક આ અંદાજમાં બર્થડેની શુભેચ્છા આપી

નીતા અંબાણીએ વિડિયોમાં પોતાની લાડકી વહુ શ્લોકાને વિષ કરતાં કંઈક આમ કહ્યું છે, “તને જ્નમ દિવસની ખુબ બધી સુભેચ્છાઓ, આ વર્ષનો તારો શ્લોકા આકાશ અંબાણી તરીકે નો પ્રથમ બર્થડે છે. કેવું લાગે છે બેટા ? પણ અમે જણાવીએ કે અમને કેવું લાગે છે. તું આપણા ઘરમાં શું લઈને આવી છે, અમારા ઘરમાં, પ્રથમ તો અમારું ઘર એ વિશ્વનું એક વિશાળ ફુડ ડેસ્ટીનેશન બની ગયું છે. આપણી પાસે હવે દરેક પ્રકારની વાનગીઓ માટે મેન્યુ છે પછી તે વિવિધ જાતની ફ્લેવર વાળી પોપકોર્ન હોય કે પછી વિવિધ જાતની કપકેક્સ હોય, અને વિવિધ જાતની ચા, એવી ચા જેના નામ પણ મેં ક્યારેય નહોતા સાંભળ્યા જેમ કે સન્ડે ટી, બ્લડી મેરી ટી, જીન એન્ડ ટોનિક ટી અને બીજું ઘણું બધું.”

 

View this post on Instagram

 

A post shared by Shloka Ambani Encyclopedia (@shlokaakashambani_fp) on


“તને ખુબ ખુબ પ્રેમ, તારુ જીવન બસ આમ જ નાચતા-ગાતા જ જાય તેવી શુભેચ્છાઓ, અને તારા આવનારા બધા જ વર્ષોમાં તું ખુશ રહે અને તને ખુબ જ પ્રેમ મળે તેવી શુભકામનાઓ તને આપું છું.”

બહેન અને દીયરે પણ કર્યું સ્વીટ બર્થ ડે વિશ

શ્લોકાની નાની બહેને શ્લોકાને આ જન્મ દીવસ તેના જીવનનો ઉત્તમમાં ઉત્તમ દીવસ જાય, તેમ જ તે આખા વર્ષ દરમિયાન તેના કુટુંબને જે રીતે ખુશ રાખે છે તેવી જ રીતે તેણી પણ ખુશ રહે, તેવી શુભેચ્છા આપી છે. અને તેણીના વ્યક્તિત્વના વખાણ કરતાં કહ્યું હતું કે તું હંમેશા એવા પ્રયાસમાં રહે છે કે તું તારી આસપાસના લોકોને ખુબ ચાહે છે અને તેમની ખુબ સંભાળ લે છે. માટે તે માટે તારો ખુબુ ખુબ આભાર.

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on

સાથે સાથે આ જ વિડિયોમાં તેના દિયરે પણ તેણીને કંઈક આ રીતે વિષ કર્યું છે. “હેપ્પી બર્થડે શ્લોકા ભાભી ! તમને ખુબ ખુબ શુભેચ્છા, તમારા પર હંમશા ભગવાનની મહેર રહે, તમે આકાશ માટે એક પર્ફેક્ટ વ્યક્તિ છો. તમે આ કુટુંબનો એક ભાગ તો ઘણા લાંબા સમયથી છો જ, તેમ છતાં આ તમારો પ્રથમ શ્રીમતી શ્લોકા આકાશ અંબાણી તરીકેનો બર્થડે છે. અને મને ખાતરી છે કે આવતા વર્ષે મને કોઈ કાકા કહેવાવાળુ આવી જશે. માટે તમને ખુબ ખુબ હેપ્પી બર્થડે.”

 

View this post on Instagram

 

A post shared by Shloka Ambani Encyclopedia (@shlokaakashambani_fp) on

માતાપિતાએ પણ પોતાની લાડકી દીકરીને બર્થડે વિશ કર્યું

તેણીની માતાએ તેણીને કંઈક આ રીતે બર્થડે વિશ કર્યું, “હાઈ, માય શ્લોલી, અરે ! શ્રીમતી શ્લોકા અંબાણી, તને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા અને ખુબ ખુબ પ્રેમ, તને બધી જ ખુશી મળે અને તું ઇચ્છે તે તને મળી જાય તેવી શુભેચ્છા. તને શુભેચ્છા પાઠવું છું કે તું કોઈ તારાની જેમ ચમકતી રહે કે જે તું ખરેખર છે. અને અમે તારા માટે માત્રને માત્ર ઉત્તમ જ ઇચ્છીએ છીએ.”

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on

તો તેણીના પિતાએ પણ કંઈક આમ કહ્યું, “હાઈ, શ્લોકા, મેની મેની હેપ્પી રીટર્ન્સ ઓફ ધી ડે, તારા મમ્મીએ તો બધું કહી જ દીધું છે. પણ હું તારા માટે તારા સારા સ્વાસ્થ્યની શુભેચ્છા આપું છું, કારણ કે તારી પાસે જે કંઈ છે તેને માણવા માટે સ્વાસ્થ્ય સારું રહે તે ખુબ જરૂરી છે. તને ખુબ ખુભ શુભેચ્છાઓ, મારી લાડકી.”

 

View this post on Instagram

 

A post shared by Shloka Ambani Encyclopedia (@shlokaakashambani_fp) on

નણંદ-નણદોઈ પણ પાછા ના રહ્યા

નણદોઈએ પોતાની શ્લોકા સાથેની પ્રથમ મુલાકાત વિષે કંઈક આમ કહી તેણીને વિશ કર્યું, “શ્લોકા હું જ્યારે તને પહેલીવાર જ મળ્યો ત્યારથી જ તે એવું કહીને મારું દીલ જીતી લીધું હતું કે આનંદ, તમે અમારા કુટુંબના જ એક સભ્ય બની જાઓ તેવી તારી ઇચ્છા હતી અને હું ખુબ જ ખુશ છું કે તારી ઇચ્છા ફળી, તું માત્ર મારી બહેન જ નહીં પણ મારી એક સારી મિત્ર પણ છે. અત્યાર સુધીમાં મને મળેલા ઉત્તમ લોકોમાંની તુ એક છે અને તારું આ વ્યક્તિત્વ મને સારા વ્યક્તિ બનવા માટે પ્રેરે છે. તને બર્થડેની ઘણી બધી શુભેચ્છાઓ.”

 

View this post on Instagram

 

A post shared by Nita Ambani (@nitaambani5) on

જ્યારે નણંદ ઇશા અંબાણી પિરામલે પણ કંઈક આ રીતે કર્યું વિશ, “ડીયર, શ્લોક, હેપ્પી હેપ્પી બર્થડે, અમને ખુબ ખુબ આનંદ છે કે આપણે આ દિવસ ઉજવી રહ્યા છીએ, આપણે એકબીજાને ઘણા લાંબા સમયથી જાણીએ છી, મારા શાળાના વર્ષોમાં તમે મારી બેસ્ટ ફ્રેન્ડ રહ્યા છો, અને આજે મારા ભાભી છો, હંમેશા દયાળુ, હકારાત્મક અને અમારા માટે દરેક સ્થિતિમાં ઉભા રેહવા માટે તમારો ખુબખુબ આભાર. અમારા જીવનમાં તમારી હાજરીથી અમે ખુબ કૃતજ્ઞતા અનુભવિએ છીએ. ”

 

View this post on Instagram

 

A post shared by Shloka Ambani Encyclopedia (@shlokaakashambani_fp) on

શ્લોકાના મિત્રોએ પણ તેણીને કંઈક આ રીતે કર્યું વિશ

શ્લોકા મહેતાના મિત્રોએ પણ તેણીને બર્થડે વિષ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું, “આજના દિવસે તો તું ચોક્કસ ખાંડને અડીશ જ. અમે તને ખુબ પ્રેમ કરીએ છીએ. પણ અમે જોયું કે તને તારા કુટુંબમાં ખુબ પ્રેમ આપીને બગાડવામાં આવી રહી છે પણ આ સિલસિલો ચાલુ જ રહે તેવી પણ શુભેચ્છા. અમે તને ખુબ મિસ કરીએ છીએ. અને તારી સાથે તારો જન્મ દિવસ ઉજવવાની રાહ જોઈએ છીએ.”

 

View this post on Instagram

 

A post shared by Shloka Ambani Encyclopedia (@shlokaakashambani_fp) on

તો વળી દાદા-દાદી પણ કેમ બાકી રહી જાય

“આજે તારો બર્થડે છે, અને અમે તને હૃદયથી શુભેચ્છા આપીએ છીએ કે તું જીવનમાં ઉત્તમોત્તમ મેળવે. તને શ્લોકા આકાશ અંબાણી તરીકે ઘણી બધી શુભકામનાઓ”

તો વળી તેણીના દાદીએ તો તેણીને શુદ્ધ ગુજરાતી ભાષામાં વિષ કરતાં કહ્યું હતું, “આજે તારો હેપ્પી બર્થ ડે છે, તુ બહુ ખુશ આનંદમાં રહે, હસતી-ખેતલી રહે તેવા મારા આશિર્વાદ છે, હેપ્પી બર્થડે શ્લોકા !”

તો આવી રીતે શ્લોકા પર તેના બન્ને ફેમિલિ તરફથી શુભકામનાઓનો જાણે વરસાદ જ કરવામાં આવ્યો હતો. અને તમે વાંચ્યું તેમ તેના દીયરે તો જાણે એક ડીમાન્ડ જ કરી દીધી હતી. હવે આવતા જન્મ દિવસે ખરેખર તેમની કાકા બનવાની ઇચ્છા પુરી થશે કે નહીં તે જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ