જો તમે અંબાણી કુટુંબની જાહોજલાલીથી અંજાઈ ગયા છો ! તો જુઓ દુનિયાના સૌથી અમિર કુટુંબની ચકાચોંધ !

મુકેશ અંબાણીની ગણતરી દુનિયાના સૌથી અમિર લોકોમાં થાય છે જ્યારે ભારતમાં તો તે સૌથી પૈસાદાર બિઝનેસમેન છે જ. તેમના બિઝનેસ અનાઉન્સથી માંડી તેમના ઘરની ભવ્યતા અને તેમના બાળકોના લગ્નોથી માંડીને તેમના બાળકોના જાહેર એપિયરન્સની એક ઝલકથી લોકો અંજાઈ જતા હોય છે.

આજે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 36 હજાર કરોડ રૂપિયાની છે. તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન તેમજ મેનેજિંગ ડીરેક્ટર તરીકેનું વાર્ષિક પેકેજ રૂપિયા 15 કરોડ રૂપિયા છે. આ આંકડાઓ સાથે મુકેશ અંબાણીનું સ્થાન વિશ્વના સૌથી ધનાડ્ય લોકોમાં કરવામાં આવે છે.

પણ સૌથી ધનાડ્ય પરિવારના મામલામાં અંબાણી ફેમિલી વોલ્ટન ફેમેલિ કરતાં થેડું પાછળ રહી ગયું છે. હા આ યાદીમાં અંબાણીનું નામ નવમાં ક્રમે આવે છે. તમને આશ્ચર્ય થતું હશે કે આટલી બધી જાહો જલાલી છતાં પણ વિશ્વના ધનિક લોકોની યાદીમાં આટલું નીચું સ્થાન. તો વળી તેમનાથી પણ ધનીક લોકો પાસે કેટલી સંપત્તિ હશે ! હા, દુનિયામાં મુકેશ અંબાણી કરતાં પણ ધનીક લોકો છે અને તેમના કરતાં પણ વધારે જાહોજલાલી તેમજ ભભકાદાર જીવન જીવે છે.

તાજેતરમાં બ્લુમબર્ગે દુનિયાના સૌથી ધનીક વ્યક્તિઓ નહીં પણ સૌથી ધનીક પરિવારની યાદી બહાર પાડી છે જેમાં વૉલમાર્ટના વૉલ્ટન પરિવારે મેદાન માર્યું છે. જો કે તમને પહેલેથી જ જણાવી દઈએ કે આ ઇન્ડસ્ટ્રીઝ કમાણીની દ્રષ્ટિએ રિલાયન્સ કરતાં પાછળ છે પણ જો સૌથી ધનવાન કુટુંબની વાત કરવામાં આવે તો તે તેમાં પહેલું છે.

આ કુટુંબની એક મિનિટની કમાણી 70000 ડૉલર કરતાં પણ વધારે છે, જેને રૂપિયામાં ફેરવવા જઈએ તો લગભગ 50 લાખ રૂપિયા થાય અને આ ગણતરીએ તે દર કલાકે 4 મિલિયન એટલે કે 40 લાખ ડૉલરની કમાણી કરે છે અને દરરોજ 100 મિલિયન એટલે કે 1000 લાખ અમેરિકન ડૉલરની કમાણી કરે છે. જેને જો રૂપિયામાં ફેરવવા જઈએ તો તે લગભગ દિવસના 715 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

તમે આટલું વાંચો છો તે દરમિયાન તેમની સંપત્તિમાં લાખો રૂપિયાનો વધારો થઈ ગયો હશે. જોકે બીચારા તેમાં કામ કરતાં કર્મચારીઓની આવકતમાં તો ગણીને 25-30 રૂપિયાનો જ વધારો થયો હશે. 2018થી લઈને અત્યાર સુધીમાં વોલ્ટન ફેમેલિની સંપત્તિ 39 બિલિયન ડોલરથી વધીને 191 બિલિયન ડોલર થઈ ગઈ છે.

બ્લુમબર્ગના અહેવાલ પ્રમાણે દુનિયાના સૌથી અમિર એવા 25 અબજો પતિઓ વિશ્વની 1.4 ટ્રીલીયન ડોલરની સંપત્તિ પર કબજો ધરાવે છે. એટલે કે વિશ્વના લગભગ સવા લાખ કરોડ રૂપિયાની સંપત્તિ તેઓ ધરાવે છે. જેમાં વોલ્ટન પરિવારનો પ્રથમ નંબર છે જ્યારે ભારતના અંબાણી પરિવારનો નવમો નંબર છે.

આ સમયમાં પણ અત્યંત સંપત્તિ અને ક્રૂર આર્થિક અસમાનતા વચ્ચેની ખીણ વધતી જ જઈ રહી છે. જો કે કેટલાક ટીકાકારોએ આ અસમાનતાનો વિરોધ કર્યો છે અને આ અસમાનતાની સમસ્યાને દૂર કરવા પગલા લેવાનો અનુરોધ પણ કર્યો છે.

સૌથી ધનવાન કુટુંબની યાદીમાં સાઉદી અરેબિયા, એશિયા, યુરોપ, અમેરિકાના પણ અન્ય ધનાડ્ય પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંના કેટલાકની સંપત્તિમાં ઉત્તરોત્તર કરોડો ડોલરોનો વધારો થતો જોઈ શકાય છે તો કેટલાક લોકોની સંપત્તિમાં ઘટાડો થઈ રહ્યો છે.

જો કે તેમની આ અઢળક સંપત્તિ પાછળ તેમનો અઢળક પરસેવો, તેમની અઢળક કોઠા સૂજ, તેમનું અઢળક વ્યવસ્થાપન જવાબદાર છે. માટે આ આર્થિક અસમાનતા માટે માત્ર તેમનેજ જવાબદાર ઠેરવવા તે યોગ્ય નથી. પણ હા ભારતનો કે પછી દુનિયામાં બધે જ નોકરિયાતોની સ્થિતિ કપરી છે તેમના માલિકોની કમાણીની સરખામણીમાં તેમની આવકમાં હજારો લાખો ગણો તફાવત છે જે વિષે વિચારવાની ચોક્કસ જરૂર છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ