અંબાણી પરિવારની વહુ શ્લોકા જેવો મેક અપ કરવા ફોલો કરો આ ટિપ્સ

શ્લોકા મેહતા અંબાણીની મેકઅપ આર્ટીસ્ટ દ્વારા જાણો કેટલીક મેકઅપ ટ્રીક્સ

મુકેશ – નીતા અંબાણીની લાડકી વહુ શ્લોકા મેહતા અંબાણી અવારનવાર પોતાના ગ્લેમરથી સોશિયલ મિડિયામાં ચર્ચા જગાવતી રહે છે. તાજેતરમાં રાજ કપૂરની દીકરી રીમા જૈનના દીકરા અરમાન જૈન અને અનીસા મલ્હોત્રાના લગ્નના રીસેપ્શનમાં શ્લોકા મેહતાએ પોતાના લૂકથી ભલભલાને ચોંકાવી દીધા છે.

આ પ્રસંગે શ્લોકાએ સબ્યસાચી મુખરજીનો લહેંગો પહેર્યો હતો જેની સાથે તેણીએ પોલ્કી અને એમરાલ્ડ ચોકોરનો સેટ પહેર્યો હતો. તેણીના વસ્ત્રો ભલે અત્યંત ગ્લેમરસ અને ભારે ભરચક હોય છે પણ જ્યારે શ્લોકાના મેકઅપની વાત કરીએ ત્યારે તેણી હળવો મેકઅપ જ પસંદ કરે છે. તેણી સામાન્ય રીતે તમને બ્લેક લાઇનર અને સોફ્ટ પીંક લીપ્સમાં જ જોવા મળે છે.

image source

તેણીની મેક-અપ આર્ટીસ્ટ આરતી નાયરે થોડા સમય પહેલાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલાક બમ્યૂટી સ્ટેપ્સ શેર કર્યા હતા. જો તમને મેકઅપમાં હંમેશા તકલીફ પડતી હોય તો તમારે આરતી દ્વારા શેર કરવામાં આવેલી આ મેકઅપ ટ્રીક્સ ચોક્કસ ફોલો કરવી જોઈએ. જે તમને લગ્નો તેમજે નાની-મોટી પાર્ટીમાં સોફ્ટ ગ્લેમ લૂક આપશે. તો ચાલો જાણીએ આ મેકઅપ ટ્રીક્સ વિષે.

– મેકઅપ આર્ટીસ્ટે સૌ પ્રથમ તો ફેસ ઓઈલ લગાવ્યું છે જેથી કરીને સ્કીનને મેકઅપ માટે તૈયાર કરી શકાય. જો તમારા મેકઅપમાં અવારનવાર ક્રેક પડવા લાગતા હોય અથવા તો પેચ પડવા લાગતા હોય તો તમારે પણ તમારા ચહેરાની ત્વચા પર પહેલાં ફેસ ઓઈલ લગાવી લેવું જોઈએ. જેથી કરીને આવી સમસ્યા ઉભી ન થાય.

image source

– ત્વચાને મેકઅપ માટે તૈયાર કર્યા બાદ એક અંડર આઈ ક્રીમનો ઉપયોગ કરો જેથી કરીને એક્સ્ટ્રા હાઇડ્રેશન મળે. સ્મૂધ બેઝ માટે તેને લગાવ્યા બાદ તેને ત્વચામાં શોષાવા દો અને ત્યાર બાદ મેકઅપ લગાવો.

– અહીં આર્ટીસ્ટે એક કલર કરેક્ટરનો પણ ઉપયોગ કર્યો છે જે પીચ રંગનો છે, ભારતીય ત્વચા માટે આ ટોન કામ કરે છે અને ત્યાર બાદ કન્સીલર લગાવવામાં આવ્યું છે.

– કન્સીલર લગાવ્યા બાદ, આરતીએ એરબ્રશ ફાઉન્ડેશન ટૂલ વાપર્યું છે જેથી કરીને એક સ્મૂધ ફીનીશીંગ ટચ મળે. ફાઉડેશનને સેટ કરવા માટે તેણીએ લૂઝ પાઉડરનો ઉપયોગ કર્યો છે.

– ગાલ માટે (ચીક્સ) તેણીએ પાઉડર ફોર્મમાં આવતું હાઇલાઇટર બ્લશ વાપર્યું છે. અહીં તેણીએ નેચરલ શેડ રાખ્યો છે.

image source

– આંખો માટે તેણીએ લાઇટ પીંક આઇશેડો પસંદ કર્યા છે જેમાં તેણીએ થોડી શાઈન ઉમેરી છે અને જેટ બ્લેક રંગની આઈલાઇનર લગાવી છે.

– નીચેની પાપણો માટે તેણીએ આંખોને પીંક આઈશેડોથી હાઇલાઇટ કરી છે અને આંખના બહારના ખૂણા માટે તેણીએ હળવો બ્રાઉન શેડ વાપર્યો છે.

– આંખને ઓર આકર્ષક બનાવવા માટે આરતીએ નકલી આઈ લેશીશ પણ લગાવી છે અને તેના પર બ્લેક મસ્કારાનો કોટ પણ લગાવ્યો છે.

image source

– આરતીએ શ્લોકાના લૂકને ન્યૂડ લીપ કલર તેમજ હળવા લીપ ગ્લોઝથી કંપ્લીટ કર્યો છે.

હવે જો તમે પણ શ્લોકા મેહતા અંબાણીનો આ મેકઅપ પસંદ કરતા હોવ તો હવે જો કોઈ પાર્ટી કે પ્રસંગ આવતો હોય તો આ મેકઅપ અપનાવી પાર્ટીમાં છવાઈ જાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ