અંબાણી અને બચ્ચન પરિવાર એક સાથે પહોંચ્યા ‘લાલ બાગચા રાજા’ના દર્શને…

ભારે ભીડમાં અંબાણી અને બચ્ચન પરિવારે લાલ બાગચા રાજાના આશિર્વાદ લીધા

હમણા થોડા દિવસો પહેલાં અંબાણી પરિવારમાં ગણપતિના દર્શન તેમજ આરતીમાં હાજરી આપવા માટે આખુંએ બોલીવૂડ અને સાથે સાથે મુંબઈના અગ્રણી રાજકારણીઓ ઉમટી આવ્યા હતાં. અને જાણે કોઈ ભવ્ય જલસો હોય તેમ અંબાણી હાઉસ એટલે કે એન્ટિલિયા શોભી રહ્યું હતું.

પણ તમે ગમે તે ગણપતિના દર્શન કરી લો અને તેમ છતાં ગણેશોસ્તવ દરમિયાન જો લાલ બાગના રાજાના દર્શન ન કરો તો તમારી ભક્તિ અધુરી રહી જાય છે ! તો વળી બચ્ચન અને અંબાણી પરિવાર તેમાંથી બાકી કેવી રીતે રહી જાય ! આ બન્ને પરિવારે એક સાથે ભરી ભીડમાં લાલ બાગના રાજાના દર્શન કર્યા હતા અને બાપ્પાના આશિર્વાદ લીધા હતા.


આ અવસરે બચ્ચન પરિવાર સાથે મુકેશ અંબાણી, દીકરા આકાશ અને અનંત અને વહુ શ્લોકા તેમજ કુટુંબના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. અંબાણી કુટુંબના સભ્યોએ પણ પરંપરાગત ભારતીય વસ્ત્રો ધારણ કર્યા હતા. આખા કુટુંબની હાજરી વચ્ચે નીતા અંબાણીની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી હતી. તો બચ્ચન પરિવારમાં અમિતાભ બચ્ચન અને અભિષેકે તો બાપ્પાના ભક્તિભાવથી દર્શન કર્યા પણ ઐશ્વર્યા તેમજ ઘરની બાકીની સ્ત્રીઓની ગેરહાજરી સાલી રહી હતી.


આ નિમિતે અમિતાભ અને અભિષેક બન્ને ટ્રેડીશનલ ભારતીય વસ્ત્રોમાં હાજર રહ્યા હતા. દર વર્ષે અમિતાભ લાલ બાગના રાજાના દર્શને આવે છે અને એકાદો ફોટો પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરે છે. લાલ બાગ ચા રાજાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર પણ મુકેશ અંબાણીના ફેમેલિની લાલ બાગના રાજાના દર્શન કરતી તસ્વીરો શેયર કરવામાં આવી હતી.


તો વળી અભિષેક બચ્ચનની પત્ની અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના સોશિયેલ મિડિયા અકાઉન્ટ પર લાલ બાગના રાજાના આશિર્વાદ આપતા હાથની ભવ્ય તસ્વીર શેયર કરી હતી. અને અભિષેક બચ્ચને દર્શન બાદ પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર લાલ બાગચા રાજાની ક્લોઝપ તસ્વીર શેયર કરી હતી.


સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થિના મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે પણ મુંબઈના ગણેશોત્સવની તોલે કોઈ જ ગણેશોત્સવ નથી આવતો. અને લાલ બાગના રાજાના દર્શન કરવા આખાએ રાજ્ય તેમજ પાડોશી રાજ્યોમાંથી લોકો દર્શન માટે આગલા દિવસથી લાઈન લગાવીને બેઠા હોય છે.

લાલ બાગના રાજાના દર્શન કરવા મુંબઈની અગ્રણી હસ્તીઓ તેમજ બોલીવૂડ, રમત જગત, વ્યવસાયી અગ્રણીઓ ચોક્કસ દર્શન કરવા આવે છે. આ વખતે લાલ બાગના રાજાના પંડાલનું ધીમ ચંદ્રયાન 2 રાખવામાં આવ્યું છે. 1934થી લાલ બાગના રાજાના મંડળની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યાર બાદ ભારે ઉત્સાહથી ગણેશોત્સવની ઉજવણી કવરામાં આવે છે.


લાલ બાગના રાજાની મુર્તિ લગભગ 18-20 ફુટ ઉંચી હોય છે. અહીં આવનારા ભક્તોને તેમાં અપાર શ્રદ્ધા છે અને તેઓ માને છે કે લાલ બાગના રાજાના માત્ર દર્શનથી જ તેમની બધી જ ઇચ્છાઓ પુર્ણ થઈ જાય છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.

હવે અનંત ચૌદસ નજીક છે ત્યારે બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. અને લાખો ભક્તોના આંખોમાં આંસુ જોવા મળશે. અને પ્રાર્થના કરવામા આવશે કે ગણપતિ બાપ્પા હવે આવતા વર્ષે જલદી આવજો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ