અંબાણીથી લઈને અમિતાભ બચ્ચન સુધી પીવે છે આ ખાસ ડેરીનું દૂધ, કિંમત જાણીને તમને પણ લાગશે નવાઇ

મુકેશ અંબાણી જેવી દેશની દીગ્ગજ હસ્તીઓ આ ડેરીનું દૂધ પીવે છે. જાણો શું ખાસિયત છે આ ડેરીની

આપણને હંમેશા આપણા ગમતા સેલેબ્રિટી વિશે વિચારતા હોઈએ છે ત્યારે તેમના પહેરવેશ ઉપરાંત તેમની રહેણી કરણી તેઓ શું ખાય છે શું પીવે છે, તેઓ શું આપણા જેવો જ ખોરાક લેતા હશે ? તેઓ શું આપણી જેમ જ શોપીંગ કરતાં હશે. તેઓ આપણી જેમ શાક-ભાજી ખાતા હશે કે પછી આપણી જેમ દૂધ વાપરતા હશે કે નહીં તેવા પ્રશ્નો આપણામાં હંમેશા તેમના વિષે કુતુહલ જગાવતા હોય છે.

image source

તો આજે અમે તમારા માટે તેવી જ એક માહિતી લઈને આવ્યા છે અને તમને એ જણાવવા માગીએ છે કે દેશની મોટી મોટી હસ્તીઓ પણ આપણી જેમ જ ખોરાક લે છે અને આપણી જેમ જ દૂધ પીવે છે પણ તેમની વસ્તુઓની ગુણવત્તાનું પ્રમાણ સામાન્ય માણસો કરતાં ઘણું ઉચ્ચું હોય છે અને આવી જ એક ઉચ્ચ ગુણવત્તાનું દૂધ ધરાવતી ડેરી વિષે અમે તમારા માટે જાણકારી લઈને આવ્યા છે કે આ ડેરીનું દૂધ એટલું સ્પેશિયલ છે કે તેમને ત્યાંથી અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણી જેવી દિગ્ગજ હસ્તીઓને ત્યાં દૂધ જાય છે.

image source

તમને જણાવી દઈ કે આ દૂધની ડેરી મહારાષ્ટ્રના પૂણેના મંચર વિસ્તારમાં આવેલી છે. ડેરીનું નામ છે ભાગ્યલક્ષ્મી ડેરી. આ ડેરીનું દૂધ, સચીન તેંડુલકર, અમિતાભ બચ્ચન, મુકેસ અંબાણી તેમજ તેમના જેવી જ મહાન હસ્તીઓને ત્યાં જાય છે. આ ડેરી ફાર્મ કુલ 27 એકડ જમીનમાં ફેલાયેલું છે જેમના 12000 વીઆઈપી કસ્ટમર્સ છે અને તેમને ત્યાં 75 કર્મચારીઓ કામ કરે છે. જોકે આ દૂધનો ભાવ 80 રૂપિયે લીટર છે. જે આપણે જે દૂધ લઈએ છે તેના કરતાં લગભગ 20 રૂપિયા મોંઘું છે.

image source

આ ડેરી ફાર્મના માલિક પોતાને દેશના સૌથી મોટા ગોવાળ ગણાવે છે. વાસ્તવમાં આ તેમનો પેઢીઓ જૂનો ધંધો નથી પણ તેઓ આ ધંધામાં જોડાતા પહેલાં કાપડનો બિઝનેલ કરતાં હતા અને તેને પડતો મૂકીને તેમણે ડેરી ફાર્મનો ઉદ્યોગ શરૂ કર્યો હતો. તેમણે પોતાનો આ બિઝનેસ પ્રાઇડ ઓફ કાઉ પ્રોડક્ટ 175 ગ્રાહકો સાથે શરૂ કર્યો હતો. આજે તેમના મુંબઈ તેમજ પૂણેમાં 12000 કરતાં પણ વધારે કસ્ટમર્સ છે.

જાણો આ ડેરીની ખાસિયત શું છે ?

image source

– સૌપ્રથમ તમને એ જણાવી દઈએ કે આ ફાર્મની ગાયોને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

– તેમજ વીઆઈપી માણસોની જેમ ગાયોને પણ ઋતુ પ્રમાણે સ્પેશિયલ ડાયેટ લખી આપવામાં આવે છે અને તે જ રીતે તેમને ખોરાક આપવામાં આવે છે.

– અહીંની ગાયોને આરોનું પાણી પીવડાવવામાં આવે છે. આ ઉપરાંત અહીં ગાયોને ખુશ રાખવા માટે 24 કલાક મધુર સંગીત વગાડવામાં આવે છે.

image source

– ગાયને જે જગ્યા પર રાખવામાં આવે છે તેને બિલકુલ સ્વચ્છ રાખવામાં આવે છે. તેને જે રબ્બરના મેટ પર રાખવામાં આવે છે તેને દીવસમાં ત્રણ વાર બદલવામાં આવે છે.

– દીવસ દરમિયાન જ્યારે પણ ગાયને દોહવામાં આવે છે તે સમયે ગાયોને સ્પેશિયલ જર્મન મશીનો દ્વારા એકધારું મસાજ આપવામાં આવે છે જેથી કરીને તેઓ રિલેક્સ રહીને દૂધ આપી શકે.

– આ ડેરીમાં એક ગાય એક દિવસમાં 54 લીટર સુધી દૂધ આપી શકે છે.

image source

– દર વર્ષે આ ડેરી ફાર્મને સાતથી આંઠ હજાર પર્યટકો માત્ર જોવાના હેતૂએ આવે છે.

– અહીં નવો ગ્રાહક જૂના ગ્રાહના રેફ્રન્સથી જ બાંધવામાં આવે છે.

આ ડેરી એક અત્યાધૂનિક ડેરી છે

– આ ડેરીમાં દૂધ કાઢવાથી લઈને તેના પેકિંગ સુધીનું કામ મશીનો દ્વારા થાય છે એટલે કે ક્યાંય મનુષ્યના હાથનો ઉપયોગ નથી થતો.

– ગાયનું દૂધ કાઢવાથી લઈને તેને બોટલમાં ભરવા સુધીનું કામ ઓટોમેટિક મશીનો દ્વારા કરવામાં આવે છે.

– જ્યારે જ્યારે દૂધ કાઢવામાં આવે ત્યારે તે પહેલાં અને ત્યાર બાદ ગાયનું વજન તેમજ તેનું તાપમાન તપાસવામાં આવે છે.

image source

– આ ઉપરાંત ફાર્મમાં ચોખ્ખાઈનું એટલું બધું ધ્યાન રાખવામાં આવે છે કે ફાર્મમાં પ્રવેશતાં પહેલાં પગ પરથી ગંદકી દૂર કરવા તેમજ તેને ડીસઇન્ફેક્ટ કરવા માટે સ્પેશિયલ પાઉડરનો છંટકાવ કરવામાં આવે છે.

– અહીં એક સાથે 50 ગાયનું દૂધ કાઢવામાં માત્ર સાત જ મિનિટનો સમય લાગે છે.

– દૂધ કાઢી લીધા બાદ તેને સીધું જ પાઈપો દ્વારા સાઇલોજમાં મોકલી દેવામાં આવે છે ત્યાર બાદ તે પેશ્ચુરાઇઝ્ડ કર્યા બાદ બોટલમાં બંધ કરી દેવામા આવે છે.

image source

– અહીં ગાય બીમાર પડે એટલે તરત જ તેને હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ