ગુજરાતમાં આ વર્ષે વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો કઈ તારીખથી મેઘો મંડાશે

અંબાલાલ દામોદરદાસ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને વાતાવરણમાં ક્યારે બદલાવ આવશે તેની આગાહી અગાઉથી કરી દે છે. સાથે જ્યોતિષ માસિક, પંચાંગ, દૈનિક, સાપ્તાહિક, વગેરેમાં લેખો પણ તેઓ લખે છે. તેમણે હમણા જ વરસાદ અંગે નવી આગાહી કરી છે જેના વિશે અહી માહિતી આપવામા આવી છે. એક તરફ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે કોરોના કાળમાં વરસાદને લઈને નાગરિકોને મુશ્કેલી ન પડે તેને લઈને શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવી છે કે નહી તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે.

image source

મળતી માહિતી મુજબ અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે 28-29 જૂનથી ગુજરાતમાં ચોમાસુ બેસી જશે. ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની શરૂઆત 9થી 11 જૂન સુધીમા થઈ જશે. જો કે પૂર્વ પટ્ટી, ઉત્તર ગુજરત, સૌરાષ્ટ્રમાં પ્રિ મોનસુન એક્ટિવિટી અત્યારથી જ દેખાઈ રહી છે. પહેલા છૂટોછવાયા વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ ત્રાટકશે. અંબાલાલ પટેલે આગળ આ અંગે કહ્યુ છે કે આગામી 11 અને 12 જૂને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. આ પછી 15થી 19 જૂનના સમયમા ગુજરાતમાં અમુક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.

image source

આ સાથે તેમણે કહ્યુ હતુ કે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. કારણ કે સત્તાવાર ચોમાસુ બેસવાના હજુ 20 દિવસની વાર છે. જો કે કેરળ જેવા વિસ્તારોમા જોઈ શકાય છે કે ચોમાસુ ત્યા આગળ વધી રહ્યું છે. આવનારા દિવસોમાં રાજ્યામાં વરસાદ ક્યા અને ક્યારે તેમજ કેટલો પડ્શે તે બાબતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. હવે જ્યારે પ્રિ-મોન્સુન એક્ટિવ થઈ રહ્યુ છે ત્યારે જોઈ શકાય છે કે અનેક જગ્યાઓએ વરસાદ પડયાના સમાચાર મળે છે. આ સાથે હવામાન વિભાગ દ્રારા કહેવામા આવ્યુ છે કે રજ્યભરના મોટા ભાગના વિસ્તારોમાં આ વખતે વરસાદ પડે તેવી સંભાવના છે જે રાહતના સમાચાર છે.

image source

હાલમા બે દિવસ પહેલા પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે તેવા સમાચર મળ્યા હતા જેને જોતા માની શકાય કે હવે ધીમેધીમે ચોમાસું આગળ વધી રહ્યુ છે. આ અંગે હવામાન વિભાગ આગામી 20 જુન સુધી ચોમાસું બેસે તેવી આગાહી કરી રહ્યુ છે. આ અગાઉ પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લઈને પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડી શકે છે તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તેવૂ હવામાન વિભાગે જણાવ્યુ હતુ. .હવામાન વિભાગે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે આગાહી કરતા કહ્યુ છે કે ત્રણ કે ત્યા ચાર દિવસ સુધી વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અંગે કહેવામા આવ્યુ છે કે આગામી 48 કલાક વરસાદી માહોલ છવાયેલો જોવા મળશે. આ સાથે વાત કરવામા આવે ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, સુરત, તાપી, પંચમહાલમાં પંથક વિશે તો ત્યા વરસાદ પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

image source

ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ અનેક વિસ્તારોમા રોડ અને પાણી ભરવા જેવી સ્મસ્યાઓ જોવા મળે છે. હવે જ્યારે વર્સાદ અંગે આગહી કરવામા આવી રહી છે ત્યારે સવાલો થઈ રહ્યા છે કે આ માટે તંત્ર કેટલુ સજાગ છે. અંડરપાસનું મોનિટરિંગ કરવું તેમજ ચોમાસામાં ટ્રાફિકવ્યવસ્થાપન કરવું સાથે જ ડ્રેનેજની લાઈનો સાફ કરવા સહિત પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે પરતું આ બધી વાતો ચોમાસુ શરૂ થતા જ ખુલી થઈ જતી હોય છે અને તંત્રની પોલ છતી થતી હોય છે. આ વખતે કોરોનાને કારણે ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રિ-મોન્સુન કામગીરી પર પૂરતું ધ્યાન અપાયું છે કે નહી અને કેટલુ કરવામા આવ્યુ છે તે વાલો થઈ રહ્યા છે. રાજ્યમાં એક કે બે ઇંચ પડેલા વરસાદ બાદ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ જોવા મળે છે.

image source

આ સિવાય ઘણી જગ્યાએ વરસાદને કારણે થાભલા પડી ગયેલા જોવા મળે છે અને વીજપુરવઠો પણ ખોરવાયો જતા લોકો મુશ્કેલીમા મુકાયા છે. આ સિવાય વૃક્ષો પણ ધારાશાયી થઈ જતા માર્ગ બંધ થઈ જતા હોય છે.આ કારણે કોઈ વખત જાનહાનિ સર્જાઈ જતી હોય છે. શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા હોય છે જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામોન કરવો પડતો હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong