સાઉથ કોરિયાના આ અજીબ ફેક્ટ્સ જાણીને, તમારા પગ નીચેથી જમીન સરકી જશે…

સાઉથ કોરિયા બહુ જ અજીબોગરીબ દેશ છે. અહીંના લોકો પૂજાપાઠ પણ બહુ જ કરે છે અને અંધવિશ્વાસી પણ છે. આ લોકો 4 નંબરથી બહુ જ ડરે છે, તેઓ ક્યારેય પણ લાલ રંગની શાહીનો ઉપયોગ નથી કરતા. સાઉથ કોરિયાની અનેક એવા રસપ્રદ ફેકટ્સ છે, જે આ દેશને બહુ જ અનોખો બનાવે છે. અહીં આપેલી વાતો પર તમને વિશ્વાસ નહિ થાય. તો આવો જાણી લો, સાઉથ કોરિયા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ ફેક્ટ્સ,.

– સાઉથ કોરિયામાં નંબર 4 જ્યારે પણ બોલવામાં આવે છે, તો તે મોતનો શબ્દ જેવો પ્રોનાઉન્સ થાય છે. તેથી ત્યાંના લોકો આ નંબરથી બચીને રહે છે. અનેકવાર એવું જોવાયું છે કે, કોઈ પણ જગ્યાએ, લિફ્ટ હોય કે હોસ્પિટલ ત્યાં શક્યત 4 નંબરનો ઉપયોગ નથી થતો.

– સાઉથ કોરિયામાં પેદા થતા જ ઉંમર 1 વર્ષની માની લેવામાં આવે છે. જોકે, તે સાંભળવામાં બહુ જ અજીબ લાગે છે, પરંતુ અહી આવો જ કાયદો છે. અહીં દરેક વ્યક્તિ પોતાની ઉમરથી એક વર્ષ મોટો હોય છે.

– અહીંના લોકો લાલ રંગના શાહી (રેડ ઈન્ક)નો ઉપયોગ કરતા ડરે છે. આ લોકોનું માનવું છે કે, લાલ રંગ મોતનો સિમ્બોલ હોય છે. તેથી તેનો ઉપયોગ તેઓ કરતા નથી.

– સાઉથ કોરિયામાં ક્યાંય પણ દારૂ પી શકાય છે. બાર, શોપ, ટ્રેન… ક્યાંય પણ. અહીં વેન્ડિંગ મશીનથી દારૂ વેચવામાં આવે છે. તેથી અહીં તમને દારૂના નશામાં ઝૂમતા લોકો તમને જોવા મળવા બહૂ જ સામાન્ય વાત છે.

– અહીં દરેક મહિનાનો 14મો દિવસ રોમેન્ટિક ડે હોય છે. જોકે, અહીં અનેક પ્રકારના રિવાજ છે. અહીં વેલેન્ટાઈન ડે પર યુવતીઓ યુવકોને અને પત્ની તેના પતિને ગિફ્ટ આપે છે. તેમજ 14 માર્ચના રોજ યુવકો પત્નીની ગિફ્ટની સામે ત્રણ ગણા રૂપિયા તેની માટે ખર્ચી નાખે છે.

– અહીં બ્લડ ગ્રૂપને બહુ જ મહત્ત્વનું માનવામાં આવે છે. બ્લડ ગ્રૂપ કે ટાઈપથી માણસની ઓળખ થાય છે. કોણ સારું છે, કોણ ખરાબ, કોણ ધોખેબાજ તેનો નિર્ણય બ્લડ ગ્રૂપ પરથી થાય છે.

– સાઉથ કોરિયામાં પ્લાસ્ટિક સર્જરી બહુ જ સામાન્ય બાબત છે. આવુ કરનારા લોકોના અહી બહુ જ વખાણ થાય છે. અહીંના લોકો મોટી આંખો, મોટી નાક અને સારી ચિન મેળવવા માટે સર્જરી કરાવે છે. અહીં આ પ્રકારની સર્જરી સસ્તી પણ હોય છે.

– સાઉથ કોરિયામાં પુરુષો પણ મેકઅપ માટે હજારો રૂપિયા ખર્ચી નાખે છે. બીબી ક્રીમ ફાઉન્ડેશન તેમની પસંદગીની બ્યૂટી પ્રોડક્ટ છે. અહીં અનેક ટીવી ચેનલ શો છે, જે પુરુષોની બ્યૂટી ટિપ્સ પર ફોકસ કરે છે.

– સાઉથ કોરિયામાં એક જ સરનેમવાળા લોકો આપસમાં લગ્ન નથી કરી શક્તા. આ માન્યતા સદીઓ જૂની છે. લોકોનું માનવું છે કે એક જ સરનેમવાળા લોકોના લગ્ન કરવાથી બ્લડ ગ્રૂપ અશુદ્ધ થઈ જાય છે.

– ઈન્ટરનેટ સ્પીડના મામલે દક્ષિણ કોરિયા વર્લ્ડમા નંબર 1 છે. સાઉથ કોરિયાની 93 ટકા વસ્તી ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.

– સાઉથ કોરિયામાં આત્મહત્યાનો દર વિશ્વમાં બીજા નંબર પર છે.

– આ દેશના લોકો માને છે કે જો તમે એક ઈલેક્ટ્રિક ફેનને રાતભર ચાલુ રાખશો, તો તેની પાસે ઊંઘનારી વ્યક્તિનું મોત થઈ શકે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી જાણકારી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી