શું તમે હજી સુધી નથી જોયા આ અજીબો ગરીબ જગ્યાઓના ફોટો?? તો જુઓ…

શું તમે પૃથ્વી પર આવેલી આ અદ્ભુત છતાં વિચિત્ર જગ્યાઓ વિષે જાણો છો ?

તમને પૃથ્વી પરની આ વિચિત્ર જગ્યાઓ વિષે જાણી આશ્ચર્ય થશે

આપણી પૃથ્વી એક ખુબ જ અદ્ભુત અને અકલ્પ્ય રહસ્યો પોતાનામાં છુપાવીને બેઠી છે. એક ક્ષણે તમે કંઈક અદ્ભુત જોવા મળશે અને બીજી જ ક્ષણે તમને તેના કરતા પણ કંઈક ઓર વિચિત્ર જોવા મળશે. આપણું જીવન પૃથ્વીને જાણવા માટે ખુબ જ નાનકડું છે. આજના આ લેખમાં અમે તમને પૃથ્વી પરની કેટલી એવી વિચિત્ર તેમજ ચકિતકરનારી જગ્યાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારે એક વાર તો જોવી જ જોઈએ. એમ પણ તમે મૃત્યુ બાદ તમારી સાથે તમારી સંપત્તી કે કશો જ વૈભવ નથી લઈ જવાના તમે તમારી સાથે લઈ જશો તો તે છે તમારા જીવનના અણમોલ અનુભવો.

જળ નીચેનો જળધોધ–મોરેશિયસ
આ જળ નીચેનો જળધોધ એ રીપલ્બીક ઓફ મોરેશિયસના જ એક આઈલેન્ડ પર રચાયો છે. તે અદ્ભુત તો છે જ પણ સાથે સાથે બીહીમણો પણ છે. આ એક અદ્ભુત જગ્યા છે જે તમને પરિકથાની યાદ અપાવે છે. આ આવું એટલા માટે દેખાય છે કારણ કે સ્થાનીક રેતી તેમજ કાંપ આવીને આ વિસ્તારમાં ભેગો થઈ ગયો છે જે ત્યાંના પાણીના રંગને પણ બદલતો રહે છે, જેનાથી એક એવું દ્રશ્ય સર્જાય છે જાણે કોઈ મોટો જળધોધ પાણીની અંદર વહેતો હોય. અને સેટેલાઇટથી લેવામાં આવેલા પિક્ચરમાં પણ તે વાસ્તવિક લાગે છે.

ચળકતામોજા–માલદિવ્સ
શું તમે ક્યારેય માલદિવ્સનો આ બાયોલ્યુમિનીસન્ટ બીચ જોયો છે ? જ્યારે રાત્રે આ બીચ પરના મોજા ચમકે છે ત્યારે અહીં જાણે કોઈ પરિકથા જેવું દ્રશ્ય રચાય છે. “ઓસ્ટ્રાકોટ ક્રસ્ટેસન્સ” એટલે કે કેટલાક નાના સમુદ્રીજીવોના કારણે તે સમુદ્ર કિનારાને આ અદ્ભુત કલર મળ્યો છે, જેને ભૂલથી પ્લેન્કટન્સ માની લેવામાં આવ્યા હતા જે પણ પાણીના નાના જીવ છે અને તે ખાસ તાજા પાણીમાં જોવા મળે છે અને તે સામા વહેણે તરવા અક્ષમ હોવાથી જે તે જગ્યાએ ફસાઈ જાય છે. અને આ સમુદ્રી જીવો ઓસ્ટ્રાકોટ ક્રસ્ટેસન્સ પ્લેન્કટન્સ કરતા વધારે સમય માટે પ્રકાશીત રહે છે. આ અદુભુત દ્રશ્યના સાક્ષી બનવા માટે તમારે અહીંની મુલાકાત લેવી જ જોઈએ.

ધી બ્લુ ટાઇડ શો – સાન ડીએગો
સાન ડીએગો ખાતે આવતી આ ઓટને તમારે જીવનમાં એકવાર તો જોવી જ જોઈએ. આ મોજાઓનો આવો કલર થવા પાછળનું કારણ છે ફાઇટોપ્લેન્કટન જેને લિંગ્યુલોડિનિયમ પોલીહેડ્રોન કહે છે. તે મોજાઓને ઇલેક્ટ્રીક બ્લુ કલરમાં રંગી નાખે છે. માટે આ દૃશ્યને જોવા માટે તમારે ત્યાં પહોંચી જવું જોઈએ. તે ખરેખર સુંદર લાગે છે.

ધી રેડ ક્રેબ માઇગ્રેશન–ક્રિસ્ટમસ આઇલેન્ડ
આ દ્રશ્ય તમને ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાની નજીક આવેલા ક્રિસ્ટમસ આઇલેન્ડ પર જોવા મળશે જે તમારે જોવું જ જોઈએ. ઓક્ટોબર અને નવેમ્બરના મહિનામાં સમુદ્રમાં પોતાના ઇન્ડા મુકીને લાખોની સંખ્યામાં ક્રેબ્સ એટલે કે કેકડા સ્થળાંતર કરે છે. આ સ્થળ એક ખુબ જ પ્રખ્યાત ટુરીસ્ટ એટ્રેક્શન છે.

વોલ્કેનિક લાઇટનિંગ–આઇસલેન્ડ
આ અસાધારણ ઘટના સામાન્ય વાદળાની તળિયે અને રાખના વાદળમાં સમાયેલા ચાર્જ્ડ પાર્ટિકલ્સ ભેગા થાય ત્યારે સર્જાય છે. આ એક ખુબ જ અદ્ભુત અને નાટ્યાત્મક દ્રશ્ય છે.

ટાઇમ લેપ્સકાલબુકો–ચીલી
ચીલીના આ જ્વાલમુખીનો એક અત્યંત અદ્ભુત અને ચકિત કરનારો વિડિયો વર્ષ 2015માં વાઇરલ થયો હતો. જ્વાળામુખીએ રાખનો એટલો મોટો ગોટો ઉછાળ્યો હતો જે લગભગ 33 ફૂટ ઉંચો એટલે કે લગભઘ 10 કીલોમીટર સુધી ફેલાયેલો હતો. તે ખુબ જ ગરમ હતો અને અત્યંત ઘન રાખના વાદળો ધરાવતો હતો અને જ્વાળામુખીમાંથી વહેતો લાવા પણ જોઈ શકાતો હતો.

ગેટવે ટુ હેલ (નર્કનો દરવાજો) –તુર્કમેનિસ્તાન
તુર્કમેનિસ્તાનનું કારાકુમના રણમાં એક ફુટબોલના મેદાન જેટલો મોટો ખાડો આવેલો છે જે સતત પંચાવન વર્ષથી જ્વાળાઓથી ભભુકી રહ્યો છે. તે સ્થળ “દરવાઝા ગેસ ક્રેટર”ના નામથી પણ જાણીતુ છે.

બ્લુ લાવા –ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયામાં આવેલો સક્રિય કાવાહ આઇજેન જ્વાળામુખી ભુરો લાવા ઑકે છે. તેની પાછળ તેમાં સલ્ફરથી ભપુર વાયુઓના બળવાનું કારણ જવાબદાર છે. જેનું તાપમાન લગભઘ 6000 ડીગ્રી સેલ્સિયસ છે. જ્યારે આ બધા ગેસ ઓક્સિજન સાથે સંપર્ક કરે છે ત્યારે લાવા તેને સુંદર ભૂરા કલરની જ્વાળાઓમાં પ્રકાશિત કરે છે.

યોસેમાઇટ નેશનલ પાર્ક –કેલિફોર્નિયા, યુએસએ.
આ ફાયર વોલ એટલે કે પ્રજ્વલિત દિવાસ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી છે. જેને આપણે ફાયર ફોલ એટલે કે અગ્નિ ધોધ પણ કહી શકીએ છીએ. જે એક અદ્ભુત દ્રશ્ય સર્જે છે. હકીકતમાં ત્યાંથી કોઈ અગ્નિ નથી વહેતો પણ ત્યાં આવેલા હોર્સટેઇલ વોટર ફોલ પર સૂર્ય પ્રકાશ એવી રીતે પડે છે કે જેના કારણે અગ્નિનો ધોધ વહેતો હોય તેવો ભ્રમ થાય છે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં સૂર્યના કીરણો હોર્સટેઇલ વોટર ફોલ પર એટલા ચોક્કસ એંગલ પર પડે છે કે જેના કારણે તે એક અગ્નિ ધોધ હોય તેવો ભ્રમ ઉત્પન્ન કરતું દ્રશ્ય સર્જાય છે. જો ઉત્તમ સૂર્ય પ્રકાશ હોય તો સૂર્યાસ્ત સમયે હોર્સટેઇલ ફોલ નારંગી તેમજ લાલ રંગમાં દેખાય છે.

જળનીચેનું વિશાળ છીદ્ર – લાઇટહાઉસ રીફ (બીલાઇઝ નજીક)
સેન્ટ્રલ અમેરિકામાં આવેલા સુંદર દેશ બિલાઈઝમાં આવેલા બિલાઇઝ સીટીથી 100 કીલોમીટર દૂર આવેલા એક નાનકડા સુંદર કોરલ આઇલેન્ડ નજીક આવેલા લાઇટહાઉસ રીફની કેન્દ્રમાં આ અંડરવોટર વિશાળ છીદ્ર આવેલું છે. તે સંપૂર્ણ વર્તુળાકાર છે. આ અદ્ભુત સ્થળ પણ તમારે તમારા જોવાલાયક સ્થળોના લીસ્ટમાં લખી નાખવા જેવું છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અવનવી અને રસપ્રદ વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી